પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 30 રૂપિયા વધતા ઈમરાને કર્યા ભારતના વખાણ, કહ્યું...

PC: aajtak.in

પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય હંગામા વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો થયો છે. પાકિસ્તાન સરકારે મોંઘવારીનો બોમ્બ ફોડતા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 30 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા) પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જે કિંમત અડધી રાતથી લાગુ થઈ ગઈ. ત્યાર પછી ઇસ્લામાબાદમાં એક લીટર પેટ્રોલની કિંમત 179.86 અને ડીઝલની કિંમત 174.15 પર પહોંચી ગઇ છે. આ સિવાય, કેરોસીન તેલ પર પણ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તેના પછી તેની કિંમત 155.56 રૂપિયા થઈ ગઈ છે.

પાકિસ્તાન સરકારને ઘેરીને ભારતની ખાને કરી પ્રશંસા

પાકિસ્તાનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર થયેલા વધારા પછી પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને હાલની સરકાર પર પ્રહાર કર્યો છે. ઘણા ટ્વિટ કરીને પાકિસ્તાની સરકાર પર નિશાન સાધ્યું છે, તો બીજી બાજુ ભારતની પ્રશંસા પણ કરી છે. ખાને ટ્વિટર પર ઈંધણની કિંમતોમાં સતત વધારા વિશે લખ્યું, 'દેશ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 20% / 30 રૂપિયા પ્રતિ લીટરના વધારાની સાથે વિદેશી માર્ગદર્શકોની સામે આયાતિ સરકારની અધીનતા માટે કિંમત ચૂકવવાનું શરૂ કરી રહ્યો છે. ઇતિહાસમાં આ હમણાં સુધીની સૌથી મોટી ભૂલ છે. રસિયા પાસેથી 30% સસ્તા તેલ માટે અસમર્થ અને અસંવેદનશીલ સરકારે અમારી ડીલને આગળ વધારી નથી.'

રસિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતની રણનીતિના વખાણ કરતા ઇમરાન ખાને લખ્યું, 'આની સામે, ભારત, અમેરિકાનો જોકે વ્યૂહાત્મક સહયોગી છે, તે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઈંધણની કિંમતોમાં PKR 25 પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં સફળ રહ્યા છે. હવે આપણા દેશને વધુ એક ભારે નુકસાન થશે.'

નાણામંત્રી ઇસ્માઇલે કરી જાહેરાત

પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તાહ ઈસ્માઈલે ગુરુવારે જાહેરાત કરી હતી કે, સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની કીંમતોમાં 30 રૂપિયા પ્રતિ લીટર વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારો આજરોજ અડધી રાતથી લાગુ થશે. નાણામંત્રીએ ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી અને જણાવ્યું કે આ નિર્ણય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) કાર્યક્રમના પુનઃસ્થાપનને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે. ઈસ્માઈલે આગળ જણાવ્યું કે, સરકારની પાસે કીંમત વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને નવી કિંમતો અંતર્ગત પણ ડીઝલ પર અમને હજી પણ 56 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઈ રહ્યું છે.

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન પછી પરિસ્થિતિ બગડી

જ્યારે પાકિસ્તાનમાં ગત દિવસો દરમિયાન થયેલા સત્તા પરિવર્તન પછી હવે પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ બગડી ગઈ છે. ઇમરાન ખાનની સ્વતંત્રતા કૂચને રોકવા માટે પાકિસ્તાની સરકારે રેડ ઝોનમાં સેનાને તેનાત કરી દીધી છે.  પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે પણ ઘર્ષણ થયું. ઇમરાનના સમર્થકોએ એક મેટ્રો સ્ટેશનને પણ આગ લગાવી દીધી. આ સિવાય, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ બગડતી જઈ રહી છે. પાડોશી દેશ નાદાર થવા તરફ વધી રહ્યો છે. પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં થોડા મહિનાઓથી ખૂબ જ ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp