વેક્સીનથી 80 ટકા મોતનું જોખમ ઘટતા આ દેશમાં છૂટછાટો આપવાની તૈયારી

PC: nari.punjabkesari.in

કોરોના મહામારીમાં અનેક સમાચારોથી લોકો કંટાળી ગયા છે ત્યારે તમારા માટે આજે એક પોઝિટિવ ન્યૂઝ છે. બ્રિટનમાં કોરોના રસીકરણના વાસ્તવિક આંકડાના વિશ્લેષણ પરથી ખબર પડી છે કે ઓકસફર્ડ- એસ્ટ્રાજેનેકાની કોરોનાના પહેલો ડોઝ લગાવવાથી કોરોના મહામારીથી થતા મોતની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો આવે છે.  મતલબ કે વેકસીન લગાવવાને કારણે કોરોના મહામારીને કારણે થતા મોતના આંકડા અકુંશમાં આવી રહ્યા છે.ભારતમાં આ રસી કોવીશીલ્ડના નામથી આપવામાં આવે છે.

ઇંગ્લેંડના જાહેર આરોગ્ય વિભાગના વિશ્લેષણ અનુસાર એસ્ટ્રાજેનેકાના વેકસીનનો એક ડોઝ મોતનું જોખમ 80 ટકા ઘટાડી દે છે.જયારે અમેરિકાની કંપની ફાઇઝરની વેક્સીનના બે ડોઝ લેવાથી મોતનું જોખમ 97 ટકા ઘટી જાય છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેકોકે આ આંકડાઓના વખાણ કરતા કહ્યું હતુ કે આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ વેકસીન કોરાના મહામારી સામે સફળ નિવડી છે,

પબ્લિક હેલ્થ ઇંગ્લેંડના અંદાજ મુજબ અત્યાર સુધીમાં કોરોના વેકસીન લગાવવાને કારણે 10 હજાર જિંદગીઓને બચાવી શકાય છે. બ્રિટનની 1 કરોડ 80 લાખની વસ્તીમાં દર ત્રણ માંથી એક એડલ્ટને કોરોનાની વેકસીન આપી દેવામાં આવી છે. આને કારણે બ્રિટનમાં કોરોનાનું સંક્રમણ, દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની સંખ્યા અને મોતની સંખ્યામાં ખાસ્સો ઘટાડો આવ્યો છે.

વેકસીનના પરિણામ સારા આવવાને કારણે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યું કે સરકાર કોરોનાને કારણે મુકેલા પ્રતિબંધો પર ઢીલ મુકવાનું વિચારી રહી

પબ્લિક હેલ્થ ઇંગ્લેંડનું કહેવું છે કે આ આંકડાઓ જારી કરતા પહેલાં ઇંગ્લેંડમાં 50 હજાર લોકોના દસ્તાવેજોની તપાસ કરી હતી. આ એવા લોકો ડિસેમ્બરથી એપ્રિલ મહિનામાં કોરોના પોઝિટિવ થયા હતા. જેમાં 13 ટકા લોકોએ ફાઇઝરનો પહેલો ડોઝ અને 8 ટકા લોકોએ એસ્ટ્રાજેનેકાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ વિશ્લેષણમાં ખબર પડી કે બનેં વેકસીનનો પહેલો ડોઝ લેવાને કારણે મોતનું જોખમ 80 ટકા જેટલું ઘટી ગયું હોવાનું જોવા મળ્યું.

 આ આંકડા ભારતમ માટે મહત્ત્વપૂર્ણ છે. ભારતમાં હવે 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને પણ વેકસીન મુકવામાં આવી રહી છે. જો કે બ્રિટનમાં 40 વર્ષથી ઓછી  ઉંમરના લોકોને સલાહ આપવામાં આવી છે કે ઓકસફર્ડની વેકસીન લગાવવાથી દુર રહેવું જોઇએ. બ્રિટનમાં લોહીના જથ્થા જામી થવાને કિસ્સા સામે આવવાને કારણે આ નિર્ણય લેવાયો હતો.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp