પાક.માં એલર્ટ, TTPએ આપ્યા હુમલાના આદેશ, ક્રિકેટ રમવા પહોંચી છે ઈંગ્લેન્ડ ટીમ

PC: ndtv.com

તહરીક-એ-તાલિબાન (TTP)એ પાકિસ્તાનમાં શહબાઝ સરકારની સાથે સંઘર્ષ વિરામ ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતની સાથે જ આ પ્રતિબંધિત આતંકી સંગઠને પોતાના સભ્યોને પાકિસ્તાનમાં હુમલા કરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ TTPની જાહેરાત પછી પાક સરકારે જોકે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. TTPએ પોતાના સભ્યોને આ આદેશ એ સમયે આપ્યા છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ પછી પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે આવી છે અને 1 ડિસેમ્બરથી 3 મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવા જઈ રહી છે. આ સિવાય પાકિસ્તાનમાં નવા સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર પણ પોતાનો પદભાર સંભાળી ચૂક્યા છે.

TTP, જેને પાકિસ્તાની તાલિબાન પણ કહેવામાં આવે છે, તેણે કહ્યું છે કે તે યુદ્ધવિરામ સમાપ્ત કરી રહ્યું છે કારણ કે પાકિસ્તાન સરકાર તેમના વિરુદ્ધ સતત હુમલાઓ કરી રહી છે. અસલમાં જૂન મહિનામાં બંને પક્ષ અનિશ્ચિત સમય માટે પોતાના યુદ્ધવિરામનો વિસ્તાર કરવા પર સહમત થયા હતા. સોમવારે TTPએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે- કેમ કે અલગ અલગ ક્ષેત્રોમાં મુજાહિદ્દીન વિરુદ્ધ સૈન્ય અભિયાન ચાલી રહ્યું છે આથી તમારા માટે આ જરૂરી છે કે તમે આખા દેશમાં જ્યાં પણ હુમલો કરી શકો છો, તો કરો.

TTPએ પોતાના સભ્યોને પાકિસ્તાનમાં ક્યાંય પણ હુમલો કરવાનો આદેશ એ સમયે આપ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પહેલી ટેસ્ટ સીરિઝ રમવા માટે 17 વર્ષ પછી પાકિસ્તાન આવી છે. આ સિવાય કમર જાવેદ બાજવાની વિદાઈ પછી નવા સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર પણ પોતાનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે. TTPએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. સેના અને ગુપ્તચર એજન્સીઓ અટકી નહીં તો અમે વધારે હુમલા કરતા રહીશું. હવે અમારા જવાબી હુમલા આખા દેશમાં શરૂ થઈ જશે.

પાકિસ્તાને ગયા વર્ષે અંતરિમ અફઘાન સરકારની મદદથી ટીટીપી સાથે વાતચીત શરૂ કરી હતી. પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. બંને પક્ષે આ વર્ષના મે મહિનામાં ફરીથી વાતચીત શરૂ કરી હતી અને જેના પછી જૂન મહિનામાં યુદ્ધ વિરામ થયું હતું પરંતુ તેમાં પણ કોઈ પ્રગતિ થયેલી જોવા મળી ન હતી કારણ કે, સરકારે ખૈબર પખતુનખ્વા પ્રાંતમાં કબાયલી ક્ષેત્રમાં વિલયને રદ્દ કરવાથી ઈન્કાર કરી દીધો હતો.  તહરીક-એ-તાલિબાન (TTP)ને પાકિસ્તાની તાલિબાન પણ કહેવામાં આવે છે. આ એક એવું સંગઠન છે, જેમાં ઘણા ઉગ્રવાદી ગ્રુપ સામેલ છે. તેનું ગઠન 2007માં થયું હતું. TTP પાકિસ્તાનમાં એક ઈસ્લામિક ખલીફા સ્થાપિત કરવા ઈચ્છે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp