ભારત-ચીન પર ટ્રમ્પના અલ્પજ્ઞાનથી આશ્ચર્યચકિત PM મોદી મીટિંગ છોડીને જતા રહ્યા હતા

PC: aljazeera.com

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ટ્વીટ અને વિચિત્ર નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. અમેરિકન મીડિયા સતત પોતાના જ રાષ્ટ્રપતિને આ મુદ્દા પર ઘેરતી રહે છે, પરંતુ હવે એક એવી વાત સામે આવી છે, જે ચર્ચાનો વિષય બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એક મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ કંઈક એવું કહી દીધું કે PM બેઠક છોડીને જ ચાલ્યા ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તમારી બોર્ડર તો ચીન સાથે લાગતી જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પના આ અલ્પજ્ઞાન પર નરેન્દ્ર મોદી પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

અમેરિકાના બે પત્રકારોએ એક નવી બુક લખી છે, જેનું નામ A very Stable Genius: Donald J. Trump’s Testing of America છે. આ બુકમાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળનું આંકલન કરવામાં આવ્યું છે, જેમાં ઘણા એવા કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે હજુ સુધી લોકોની સામે આવ્યા નહોતો.

417 પાનાની આ બુકમાં એક કિસ્સો નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બેઠકનો પણ છે. બુકમાં લખવામાં આવ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પહેલીવાર મળ્યા તો આ મુલાકાતમાં કંઈક એવું બન્યું કે ભારતના વડાપ્રધાન આશ્ચર્યમાં પડી ગયા હતા. વાતચીત દરમિયાન ટ્રમ્પે મોદીને કહ્યું હતું કે, એવું તો જરા પણ નથી કે ચીન એકદમ બાજુમાં જ તમારી બોર્ડરની સાથે જ હોય.

બુકમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર PM મોદી આશ્ચર્યમાં પડી ગયા હતા. કારણ કે, સત્ય તો એ છે કે ભારત અને ચીન બાજુ-બાજુમાં છે અને તે 2500 માઈલની બોર્ડર શેર કરે છે, જે અમેરિકા અને મેક્સિકોની બોર્ડ કરતા ઘણી મોટી છે. બંને નેતાઓની વચ્ચે જ્યારે બેઠક પૂર્ણ થઈ, તો PM મોદી હેરાન હતા અને તેમણે કહ્યું હતું કે, આ વ્યક્તિ પર વિશ્વાસ ના કરી શકાય. આવું કહેતા તે બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp