આવનારા દિવસોમાં ભારતમાં જોવા મળી શકે છે કોરોનાના નવા વેરિયંટ, ચિંતા વધી શકેઃ UN

PC: jagran.com

વર્ષ 2020થી દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસમાં અત્યાર સુધી ઘણા ફેરફાર જોવા મળ્યા છે. બ્રિટન, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાના વેરિયંટે દુનિયાના અનેક રાષ્ટ્રમાં ઘાતક અસર દેખાડી છે. પણ હવે ભારતમાંથી મળેલા કોરોનાના વેરિયંટ B.1.167ને વિશ્વ આરોગ્ય સંસ્થા અગાઉના બધા વેરિયંટ કરતા સૌથી ઘાતક ગણાવી રહી છે. આરોગ્ય સંઠગનનું કહેવું છે કે, આ સમગ્ર દુનિયા માટે બેહદ તીવ્ર અને ઘાતક છે.

 

વિશ્વ આરોગ્ય સંગઠનના નિષ્ણાંતોની એક ટીમે છેલ્લા કેટલાક દિવસોમાં વાયરસના આ વેરિયંટ પર ખાસ રીસર્ચ કર્યું છે. આ અભ્યાસમાં એ વિસ્તારને આવરી લેવાયા છે જ્યાં સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાયું છે. યુએનના નિષ્ણાતોની ટીમે જણાવ્યું કે, આ વેરિયંટ પર વેક્સીનની અસરકારતા ઉપર પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આવનારા દિવસોમાં દુનિયાભરમાં નવા વેરિયંટ જોવા મળી શકે છે. જેમાના કેટલાક તો ચિંતાનો વિષય બની શકે છે. આમાંથી બચવા માટે એનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર છે. આ નવા વેરિયંટની સક્રિયતા રોકવા માટે કોવિડ 19 માટે તૈયાર કરેલી ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વિશ્વ આરોગ્ય સંગઠનના રીપોર્ટ અનુસાર ભારતમાંથી મળી આવેલો કોરોના વાયરસનો આ ઘાતક વેરિયંટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એ વેરિયંટમાં જોવા મળતા ફેરફારને લઈને પણ ટીમે ચિંતા વ્યક્ત કરી છે. સંગઠનની નિષ્ણાંત ડૉ. મારીયા વાને કર્કહોવે જીનિવામાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વેરિયંટ B.1.167ની શરૂઆત ભારતમાં થઈ છે.

જેના સંક્રમણની ગતિ કોરોના વાયરસના બીજા વેરિયંટ કરતા વધારે છે. આ વર્ષે ભારતમાં જે કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધ્યા છે એની પાછળ આ જ નવો વેરિયંટ જવાબદાર છે. ભારતમાં સતત ચાર દિવસથી 4 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પણ છેલ્લા બે દિવસથી પોઝિટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત પોઝિટિવ કેસની સંખ્યા કરતા દૈનિક ધોરણે સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ડૉ. મારિયાએ ઉમેર્યું કે, આ વેરિયંટનું નિદાન શક્ય છે. હાલમાં તો આ વેરિયંટને લઈને વધુને વધુ માહિતી એકઠી કરવા ટીમને અપીલ કરી છે. ખાસ તો વેરિયંટની જીનેટિક માહિતી એકઠી કરવા માટે વૈજ્ઞાનિકોને અપીલ કરી છે. જેથી વેરિયંટના લક્ષણ અને નિદાન કેવી રીતે થઈ શકે એ સમજવામાં મદદ મળી રહે. આ અંગેની જાણકારી સમગ્ર દુનિયા સામે શેર કરવાની જરૂર છે. જેથી જાણી શકાય કે, આ વેરિયંટ આખરે ક્યા સ્તર પર ફેલાઈ રહ્યો છે. સંગઠન કોઈ પણ વાયરસને એની ઘાતકતાના આધાર પર જુદી જુદી કેટેગરીથીમાં રાખે છે. ભારતમાંથી મળી આવેલા B1.167 પ્રકારને સંગઠને વેરિયંટ ઓફ ઈન્ટ્રેસ્ટની શ્રેણીમાં મૂક્યો હતો. આ કેટેગરીમાં રહેલા વેરિયંટને લઈને સમગ્ર દુનિયામાં એક નિરિક્ષણ કરવા એલર્ટ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp