Video: માસ્ક ન પહેરતા મહિલાને પ્લેનમાંથી ઉતારાઈ,પછી એવું ગંદૂ કામ તેણે કર્યું

PC: twitter.com

હાલમાં દુનિયાભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને લઈને જ્યાં સુધી તેની વેક્સીન ન મળે ત્યાં સુધી સૌ કોઈને ઘરની બહાર માસ્ક વગર ન નીકળવાની અને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવાનું કહેવામાં આવ્યું છે. ભારત જેવા દેશોમાં આ નિયમને ફરજિયાત કરી દેવામાં આવ્યો છે અને તેનું પાલન કરવા પર દંડની સજા પણ કરવામાં આવી છે.

વિવિધ જાહેર સ્થળોની સાથે ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન પણ માસ્કને ફરજિયાત બનાવવામાં આવ્યું છે, પરંતુ એવા ઘણા લોકો છે જેઓ આ નિયમને માનતા નથી. ભણેલા ગણેલા વ્યક્તિ સમજદાર હોય તેવું હંમેશા જરૂરી નથી. ઘણી વખત આપણે કહેતા હોઈએ છે કે ભણેલા ગણેલા કરતા અભણ વ્યક્તિ વધારે સમજદાર હોય છે. તેવું જ સાબિત એક મહિલાએ કરીને બતાવ્યું છે. એક મહિલાએ હવાઈ સફર દરમિયાન માસ્ક પહેરવાની ના પાડી દીધી હતી. જ્યારે તેને માસ્ક પહેરવાની ના પાડી તો તેને પ્લેનમાંથી ઉતરી જવા માટે કહ્યું તો તેણે જમાવીને હંગામો કર્યો પરંતુ એક યાત્રી પર ખાંસીને કફ થૂંકવાની કોશિશ પણ કરવાની સાથે સૌના મરવાની દુઆ કરી દીધી.

આ ઘટના આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટની છે. મહિલા બેલફાસ્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એડિનબર્ગ જઈ રહેલા પ્લેનમાં બેઠી હતી, પરંતુ જ્યારે તેને માસ્ક લગાવવા માટે કહેવામાં આવ્યું તો તે ભડકી ગઈ હતી. લોકોને બદ્દદુઆ આપવા લાગી. આ દરમિયાન કોઈ યાત્રીએ આ આખી ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ મહિલા ઈજીજેટના પ્લેનથી સફર કરવાની હતી. પરંતુ પ્લેનથી ઉતરવા દરમિયાન તેણે ફ્લાઈટના ક્રુ મેમ્બર્સ સાથે પણ ગેરવ્યવહાર કર્યો હતો. તે મહિલા જોર જોરથી બૂમો પાડી રહી હતી કે દરેક જણા મરશો, તમને ખબર છે ને.

કોરોનાની મહામારીને લીધે આખી દુનિયામાં 4 કરોડથી વધુ લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. અમેરિકામાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. લંડન, ફ્રાન્સ, બ્રાઝિલ જેવી જગ્યાઓએ લોકડાઉન બાદ બધુ ફરીથી શરૂ કરતા ફરીથી તેમના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ 65 લાખથી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp