હવે નીલગાય પણ વિધાનસભા સુધી પહોંચવા લાગી, સંખ્યા ઘણી વધી ગઇ

ખેતરોમાં ખેડૂતો અને માર્ગોમાં વાહનચાલકો માટે ખતરારૂપ એવી નીલગાયની વસતીમાં ચોંકાવનારો વધારો થતો જાય છે. છેલ્લા સર્વે પ્રમાણે રાજ્યભરમાં નીલગાયની વસતી 2.70 લાખ જોવા મળી છે. એકલા અમદાવાદ જિલ્લામાં 10000 અને ગાંધીનગર જિલ્લામાં 3500થી વધુ નીલગાય જોવામાં આવી છે.

નીલગાયના આતંક સામે વિધાનસભામાં રાજ્યના ધારાસભ્યો અવાર નવાર રજૂઆત કરતા હોય છે અને તેને મારવાની માગણી કરતા હોય છે. ગાંધીનગરમાં નીલગાયની એટલી બઘી વસતી થઇ છે કે હવે તે સેક્ટરોમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહી છે. રાજ્યના વન વિભાગે ગાંધીનગરની નીલગાયોને સાસણ ગીરમાં ખસેડવાનો નિર્ણય કર્યો હોવા છતાં પરિસ્થિતિ થાળે પડતી નથી.

સરકારે એવું નક્કી કર્યું હતું કે સાસણ ગીરમાં સિંહોની વધતી જતી વસતીના કારણે તેને ખોરાક મળી રહે તે માટે નીલગાય કે જે તૃણાહારી પ્રાણી છે તેને ગીરમાં ખસેડવામાં આવશે. પ્રાયોગિક ધોરણે 10 થી 12 નિલગાયને પકડીને સાસણ ગીરમાં છોડવામાં પણ આવી હતી. જો કે ત્યારપછી નીલગાયને સાસણ મોકલવામાં આવી નથી તેથી ગાંધીનગરમાં ઉપદ્રવ વધી રહ્યો છે.

ગાંધીનગરના વીઆઇપી એવા જ-માર્ગ પર નીલગાયના ટોળાં અવાર નવાર આવી જતાં હોવાથી અકસ્માતો સર્જાય છે. આ માર્ગ પર સરકારી ગાડીઓની રફતાર વધું હોવાથી માર્ગ પર નીલગાયથી સાવચેત રહેવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આમ છતાં નીલગાયના પ્રભાવથી પ્રતિમાસ  એક-બે અકસ્માત થાય છે.

2011માં રાજ્યમાં નીલગાયની વસતી 1.19 લાખ હતી જે 2015માં 1.86 થઇ હતી અને છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે તેની વસતી 2.70 લાખ થવા જાય છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશનના સર્વે પ્રમાણે અમદાવાદ જિલ્લામાં 10,000 અને ગાંધીનગર જિલ્લામાં 3500 નીલગાય જોવા મળી છે. એ ઉપરાંત પાટણમાં 20000 અને અમરેલીમાં 18000 નીલગાય જોવા મળી છે.

એ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં નિલગાયની વસતી એક લાખથી વધુ જોવા મળે છે. આ એક સંરક્ષિત પ્રજાતિ છે પરંતુ તે ખેડૂતો માટે ખતરો છે. ખેતરમાં ભેલાણ કરી પાકનો નાશ કરે છે. માર્ગો પર વચ્ચે આવી વાહનચાલકો સાથે ટકરાય છે અને અકસ્માત કરે છે. વન્યજીવ અધિનિયમ પ્રમાણે તેને અનુસૂચિ-3માં સમાવિષ્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તો નીલગાયના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ ખેતરની ફરતે ઇલેક્ટ્રિક વાડ સ્થાપિત કરી છે.

About The Author

Top News

લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ...
Sports 
લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત પછી ખાડી યુદ્ધ હાલ પૂરતું અટકી ગયું છે. આ સમગ્ર કરાર દરમિયાન, ...
Business 
8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

દક્ષિણ કોરિયાનો મુખ્ય શેરબજાર સૂચકાંક, કોસ્પી, તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઝડપથી નીચે ગયો છે. કોસ્પી લગભગ 10 ટકા...
Business 
દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો

પુણેના પ્રખ્યાત લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુની વાર્તા મધ્યપ્રદેશના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના મૃત્યુ જેવી...
National 
સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.