- Entertainment
- ગુજરાતી ફિલ્મ 'સરપ્રાઈઝ' રિલીઝ થઇ રહી છે, 16 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં
ગુજરાતી ફિલ્મ 'સરપ્રાઈઝ' રિલીઝ થઇ રહી છે, 16 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં

ગુજરાત, એપ્રિલ 2025 : અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ રમણીય વાતાવરણમાં એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ "સરપ્રાઈઝ"ની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ, હેલી શાહ અને જ્હાન્વી ચૌહાણ તથા નિર્માતા સની દેસાઈ સુરતના આંગણે આવ્યા હતાં. ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે. કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ "સરપ્રાઈઝ". સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યાં છે. વત્સલ શેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ જોવા મળશે. તેમની સાથે જ જ્હાન્વી ચૌહાણ, ચિરાગ ભટ્ટ, અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.
સની દેસાઈ પ્રોડક્શન્સના સની દેસાઈ અને રમાય એન્ટરટેઇનમેન્ટના દેવર્ષી ત્રિવેદી દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ છે, જે 16મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું અને તેની સાથે જ લોકોમાં આ ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે અને લોકો વત્સલ શેઠ અને હેલી શાહને આ ગુજરાતી ફિલ્મમાં જોવા માટે આતુર છે.
સુરતની મુલાકાત દરમિયાન વત્સલ શેઠે જણાવ્યું હતું કે, "હું હંમેશાથી ગુજરાતી ફિલ્મ કરવાનો ઇચ્છુક રહ્યો છું અને 'સરપ્રાઈઝ' એ મારા માટે પરફેક્ટ પ્રોજેક્ટ છે. આ ટીમ સાથે કામ કરીને હું ખૂબ જ ઉત્સાહિત છું."
હેલી શાહ જણાવે છે કે, "આ ફિલ્મ સાથે જોડાવું એ મારા માટે એક ખાસ અનુભવ છે. 'સરપ્રાઈઝ' જેવી થ્રિલિંગ વાર્તાવાળી ફિલ્મનો ભાગ બનવું અને વત્સલ સાથે કામ કરવું એક સુંદર અનુભવ રહ્યો. ગુજરાતના દર્શકોનો પ્રેમ અને સપોર્ટ મેળવવાની અમને પૂરતી આશા છે."
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે, જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમની યોજના ખોરવાય જાય છે જયારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે – અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો, જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
