- Lifestyle
- આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ
લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ ) અને યુરોપમાં આ સૌથી વધુ અસંતુલન છે. આનું મુખ્ય કારણ પુરુષોનું આયુષ્ય ઓછું હોવું છે પુરુષોમાં ધૂમ્રપાન, આલ્કોહોલ, અકસ્માત અને આરોગ્ય સમસ્યાઓ વધુ હોવાથી તેઓ વહેલા મૃત્યુ પામે છે. યુવાન વયમાં (30 વર્ષ પહેલાં) છોકરાઓ વધુ હોય છે પણ પુખ્ત વયમાં સ્ત્રીઓની સંખ્યા વધી જાય છે.

લગ્ન અને સંબંધોમાં મુશ્કેલીઓ આવે છે. ઘણી સ્ત્રીઓને યોગ્ય સાથી મળવામાં તકલીફ પડે છે. ઘણી યુવતીઓ વિદેશમાં ( ખાસ કરીને પશ્ચિમ યુરોપમાં ) જઈને જીવનસાથી શોધે છે અથવા સિંગલ રહે છે. કેટલીક જૂના અહેવાલોમાં તો "સ્માર્ટ અને શિક્ષિત સ્ત્રીઓ એકલી રહી જાય છે" જેવું કહેવાયું છે.
આ દેશમાં ઘરના કામકાજમાં મદદ પુરુષો ઓછા હોવાથી ઘણી સ્ત્રીઓ ( ખાસ કરીને વૃદ્ધ અવસ્થામાં ) ઘરના રિપેર, ફર્નિચર ગોઠવવું વગેરે કામ માટે "હસબન્ડ ફોર અન અવર" (husband for an hour) જેવી સર્વિસ હાયર કરે છે. આ એક પેઇડ સર્વિસ છે જેમાં પુરુષો કલાકના ભાવે કામ કરવા આવે છે.
અહીં સ્ત્રીઓ વધુ શિક્ષિત અને કાર્યરત છે તેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર છે. ઘણા ક્ષેત્રોમાં ( જેમ કે ઓફિસ, ફેસ્ટિવલ વગેરે ) મોટા ભાગે સ્ત્રીઓ જ કામ કરતી જોવા મળે છે.

એકલતા અને વૃદ્ધાવસ્થામાં સ્ત્રીઓમાં અહીંની અસંતુલન સૌથી વધુ છે ( 65+ વયમાં સ્ત્રીઓ પુરુષો કરતાં બમણી છે ) તેથી ઘણી એકલી રહે છે અને સામાજિક સમસ્યાઓ વધે છે.
લાતવિયામાં એકંદરે આ અસંતુલનને કારણે સ્ત્રીઓ વધુ સ્વાવલંબી બની છે પણ લગ્ન, પારિવારિક જીવન અને સંબંધોમાં તકલીફ પડે છે.

