- Astro and Religion
- 11 ડિસેમ્બરે છે ત્રિસ્પર્ષા એકાદશી, 40 વર્ષના ઉપવાસનું પૂણ્ય એક દિવસમાં મળે છે
11 ડિસેમ્બરે છે ત્રિસ્પર્ષા એકાદશી, 40 વર્ષના ઉપવાસનું પૂણ્ય એક દિવસમાં મળે છે
તા. 11.12.20 ના દિને જે એકાદશી છે તે ત્રિસ્પર્ષા એકાદશી છે. એટલે કે તે દિવસે અગિયારસ, બારસ અને તેરસ એક દિવસે છે. એટલે એ મોટામાં મોટી એકાદશી છે. એનો ઉપવાસ કરવાથી એક હજાર એકાદશી ઉપવાસ કરવાનું પૂણ્ય ફળ મળે છે. માણસ 40 વર્ષ સુધી એકાદશીના ઉપવાસ કરે ત્યારે તેની એક હજાર એકાદશી થાય. એટલે કે 40 વર્ષ નું પૂણ્ય એક જ દિવસ માં પ્રાપ્ત થાય છે. તો તેનો સર્વ ને લાભ લેવા નમ્ર વિનંતી છે.
આ એકાદશીને નિર્જલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશી કરી બીજા દિવસે જે વ્રત પૂર્ણ કરે છે તેને મોટો લાભ થાય છે. જે એકાદશીની રાત્રે જાગે છે તેને ભગવાન નારાયણના જ્ઞાનવર્ધકના રૂપમાં પૂણ્ય મળે છે.
પદ્મ પૂરાણમાં દેવર્ષિ નારદજી ભગવાન શિવને નિવેદન કરે છે કે હે સર્વશક્તિમાન કૃપા કરી આ એકાદશી વ્રતનું વર્ણન કરો જેને સાંભળીને આ સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત થયા છે.
એક દિવસ ઉપવાસ રાખવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાયું છે કે જે સંતની હત્યાનો દોષી છે તેને પણ મોક્ષ મળી શકે છે. એક હજાર અશ્વમેઘ સંસ્કાર અને 100 વાજપેયી સંસ્કાર કરવાનું પૂણ્ય આ એકાદશી કરવાથી મળે છે. જે આ વ્રત કરે છે તેને તેના પિતાના વંશ, માતાના વંશ અને પત્નીના વંશ સાથે વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.
આ વ્રત કરતી વખતે 12 અક્ષરના આ મંત્ર ઓઉમ નમો ભગવતે વાસુદેવાય-નો પાઠ કરવો જઇએ.
આ રીતે કરો વ્રત
આ એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઇએ.
સવારે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઇએ
આ દિવસે સમગ્ર પરિવારે ઉપવાસ કરી ચોખા અને જવનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
નિર્જલા ઉપવાસ જો ન કરી શકાય તો આશિંક ઉપવાસ પણ કરી શકાય છે.
ઉપવાસના બીજા દિવસે બ્રાહ્ણણ ભોજન અથવા દાન કરવું જોઇએ

