ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય, ઉમેદવાર કોઈપણ હોય પણ આપણો મત તો કમળના નિશાન પર જ…

(ઉત્કર્ષ પટેલ)

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સમર્પણભાવના અને સંગઠનશક્તિ અભ્યાસ કરવા યોગ્ય છે.  “ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય, ઉમેદવાર કોઈપણ હોય પણ આપણો મત તો કમળના નિશાન પર જ…” આ વાક્ય પાર્ટીના કાર્યકર્તાઓની અંતરાત્માની ભાવનાને ઉજાગર કરે છે. તેઓ માત્ર વ્યક્તિને નહીં પરંતુ પક્ષની વિચારધારા અને સંગઠનને સમર્પણભાવથી જોડાયેલા છે.

bjp-gujarat
bjp.org

ભાજપના કાર્યકર્તાઓની સમર્પણભાવના અનન્ય છે. તેઓ પક્ષના માત્ર સભ્ય નથી પરંતુ પક્ષના આત્મા તરીકે કાર્ય કરે છે. ગામડાઓથી લઈને મહાનગરો સુધી લાખો કાર્યકર્તાઓ પોતાના વ્યક્તિગત કાર્ય, વ્યવસાય અને કુટુંબને પણ પાછળ મૂકીને પક્ષના કાર્યમાં જોડાય છે. ચૂંટણીના સમયે તેઓ દિવસ રાત બુથ સ્તરે કામ કરે છે. મતદારોના ઘરોના દરવાજે દરવાજે જઈને મતદારો સુધી પહોંચે છે, તેમની સમસ્યાઓ પ્રશ્નો સાંભળે છે અને તેને ઉકેલવાના પ્રયાસ કરે છે. આ સમર્પણ માત્ર ચૂંટણી સુધી મર્યાદિત નથી. કોવિડ-19 જેવા સંકટકાળમાં, ભૂકંપ પૂર અને કુદરતી આપત્તિના સમયે પણ આ કાર્યકર્તાઓ સેવા કાર્યમાં અગ્રેસર રહે છે. રાહત સામગ્રી વહેંચવી, મદદ કરવી અને લોકોના હૃદયમાં વિશ્વાસની ભાવના જાળવવી આ તેમની દૈનિક પ્રવૃત્તિ છે. આવા કાર્યોને કારણે પક્ષનું ચિહ્ન ‘કમળ’ વ્યક્તિ કે ઉમેદવારથી ઉપર ઊઠીને એક વિચારધારા આ અને વિશ્વાસનું પ્રતીક બની ગયું છે.

photo_2026-04-03_12-30-57

સંગઠનશક્તિની વાત કરીએ તો ભાજપ વિશ્વની સૌથી મોટી અને સુસંગઠિત રાજકીય પાર્ટીઓમાંની એક છે. તેનું સંગઠન ત્રણ સ્તરે વ્યાપેલું છે લ... બુથ સ્તર, મંડલ સ્તર અને જિલ્લા રાજ્ય સ્તર. દરેક બુથ પર એક ટીમ તૈયાર રહે છે જે મતદારોની યાદી, તેમની જરૂરિયાતો / પ્રશ્નો અને પ્રતિસાદને ટ્રેક કરે છે. પાર્ટીએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંગઠનને વધુ મજબૂત બનાવ્યું છે. ‘નમો એપ’ જેવા પ્લેટફોર્મ દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક થાય છે. આ સંગઠનશક્તિને કારણે પાર્ટી કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહે છે. ચીટણીઓમાં ઉમેદવાર બદલાય તો પણ કાર્યકર્તાઓનું સમર્પણ અને તૈયારીને કારણે પાર્ટીની વોટ બેંક અકબંધ રહે છે.

bjp1
gujaratsamachar.com

કાર્યકર્તાઓનું આ સમર્પણ અને સંગઠનશક્તિ ભાજપને વારંવાર વિજય અપાવ્યા છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેમજ વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આ બહુમત સ્પષ્ટ દેખાઈ છે. કાર્યકર્તાઓનું ટીમવર્ક અને સેવાભાવના ને કારણે પાર્ટીનો આધાર ઘર ઘર સુધી વિસ્તર્યો છે. ગુજરાત જેવા રાજ્યમાં તો ભાજપનું સંગઠન એટલું મજબૂત છે કે દરેક નાનામોટા કાર્યક્રમમાં હજારો કાર્યકર્તાઓ સ્વયંભૂ રીતે જોડાય છે.

તટસ્થ રીતે જોવા જાઈએ તો આ સફળતા પાછળ કાર્યકર્તાઓનું ઘડતર , સમર્પણ અને સતત માર્ગદર્શન છે કારણભૂત છે. પક્ષ તેમને વિચારધારાનું ઘડતર માર્ગદર્શન આપે છે જેથી તેઓ પોતાના કાર્યમાં પ્રામાણિક અને સક્રિય રહે. જો કે આ શક્તિ માત્ર એક પક્ષ  સુધી મર્યાદિત નથી... તે ભારતીય લોકતંત્રની એકતાનું પ્રતીક પણ છે. ભાજપના કાર્યકર્તાઓની આ ઉત્સાહ અને વ્યવસ્થા અન્ય પાર્ટીઓ માટે પણ પ્રેરણારૂપ છે.

BJP2
orfonline.org

તારણ રૂપે કહી તો ભાજપના કાર્યકર્તાઓનું સમર્પણ અને સંગઠનશક્તિ તેમને અજોડ બનાવે છે. ભાજપની કાર્યશૈલીની તાકાત પાર્ટીને માત્ર ચૂંટણીમાં જ નહીં પરંતુ સમાજસેવામાં પણ પ્રેરણા આપે છે. આવા લાખો અજ્ઞાત કાર્યકર્તા રૂપી દેશભક્તોના પરિશ્રમને કારણે જ ‘કમળ’નું પ્રતીક લાખો લોકોના હૃદયમાં વસી ગયું છે. આ સંગઠન અને સમર્પણ ભારતીય રાજનીતિમાં દરેક રાજકીય પક્ષો, નેતાઓ અને કાર્યકર્તાઓ માટે એક આદર્શ પ્રેરણારૂપ મોડલ તરીકે કામ કરે છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.