'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો છે. FWICEએ અભિનેતા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમની સામે અસહકારનો નિર્દેશ બહાર પાડ્યો છે. સમગ્ર ફિલ્મ ઉદ્યોગને હવે તેમની સાથે કામ ન કરવાનું કહેવામાં આવ્યું છે. ફરહાન અખ્તરના શૂટિંગ શરૂ થવાના થોડા દિવસો પહેલા જ 'ડોન 3'માંથી અચાનક નીકળી જવાને કારણે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

Ranveer Singh-FWICE
indiatv.in

ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ચાલી રહેલા 'ડોન 3' વિવાદમાં મધ્યસ્થી કરવા માટે FWICEએ આ મામલે દખલ દીધી હતી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ફેડરેશનના મુખ્ય સલાહકાર, અશોક પંડિતે આ બાબતને ખૂબ જ ગંભીર ગણાવી હતી અને શૂટિંગ શરૂ થાય તેના થોડા દિવસો પહેલા જ કલાકારોના ફિલ્મ છોડી દેવાના બદલાતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. અશોક પંડિતે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આ બાબતે એક બેઠક કરશે અને પછી કોઈ નિર્ણય લેશે.

Farhan Akhtar
mensxp.com

'ડોન 3' જે પહેલાથી જ ઘણા વધારે વિલંબનો સામનો કરી રહી હતી અને તેના મોટા મોટા સ્ટાર કાસ્ટને કારણે લોકોનું ધ્યાન ખેંચી રહી છે, શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, FWICEના પ્રમુખ BN તિવારી, મુખ્ય સલાહકાર અશોક પંડિત, મુખ્ય સચિવ અશોક દુબે અને ખજાનચી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ એક મહત્વપૂર્ણ આંતરિક બેઠકમાં હાજર રહેવાના હતા. બેઠક પછી, ફેડરેશનના નિર્ણયની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજવાની પણ અપેક્ષા હતી.

Ranveer Singh-FWICE
navbharattimes.indiatimes.com

'ડોન 3' ઘણા વર્ષોથી વિવિધ કારણોસર આગળ વધતી જ ન હતી. રણવીર ઉપરાંત, આ ફિલ્મમાંથી પહેલા કિયારા અડવાણીએ તેની ગર્ભાવસ્થાને કારણે પ્રોજેક્ટને છોડી દીધો હતો. પછી, સમાચાર આવ્યા કે વિક્રાંત મેસી, જે મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવવાનો હતો, તેણે પણ ફરહાનની ફિલ્મ છોડી દીધી હતી. જો કે, રણવીર ગયા પછી આ વિવાદ વધુ વધ્યો. ધુરંધર જેવી મેગા-બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા પછી, અભિનેતાએ અચાનક 'ડોન 3' છોડી દીધી, જેના પરિણામે નિર્માતાઓને ઘણું મોટું નુકસાન થયું.

Ranveer Singh-FWICE
jagran.com

ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાનીએ દાવો કર્યો હતો કે, રણવીરે શૂટિંગના 10 દિવસ પહેલા આ પ્રોજેક્ટ છોડી દીધો હતો, જેના કારણે ઘણું મોટું નાણાકીય નુકસાન થયું હતું. જો કે, રણવીરે દાવો કર્યો હતો કે ફરહાન અખ્તર તરફથી ખુબ મોડું થઇ રહ્યું હતું. તેની સાથે તે સ્ક્રિપ્ટથી પણ નાખુશ હતો. ફરહાન અખ્તરે રણવીર પાસેથી રૂ. 40 કરોડનું વળતર માંગ્યું હતું, જે અભિનેતાએ હજુ સુધી ચૂકવ્યું નથી. હવે જોવાનું એ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પ્રતિબંધિત થયા પછી રણવીર શું પગલાં લેશે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.