કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પુરી થઇ ગઈ છે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ પહેલા, દેશભરમાં વિવિધ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે, જે વિવિધ આંકડા રજૂ કરે છે. એવો દાવો કરી શકાતો નથી કે એક્ઝિટ પોલ હંમેશા સચોટ જ હોય છે. જો કે, ક્યારેક એક્ઝિટ પોલ એકતરફી પરિણામો દર્શાવે છે, જ્યારે ઘણી વખત હકીકતના પરિણામો એક્ઝિટ પોલ કરતા ઘણી રીતે અલગ હોય છે.

હકીકતમાં, શાંત મતદારો એક્ઝિટ પોલ ડેટાની અચોક્કસતા અથવા પરિણામોને પલટાવી દેવાની મુખ્ય ભૂમિકા ભજવે છે. એવું માનવામાં આવે છે કે, આ મતદારો એક્ઝિટ પોલમાં તેમની પસંદગીઓ બતાવવાની ના પાડી દેતા હોય છે અથવા તો મૌન રહેતા હોય છે. શાંત મતદારો હવે ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ અને અણધારી શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. આ જ કારણ છે કે, શાંત મતદારો બેઠકોના અંદાજોને પુરી રીતે બદલી શકે છે.

9

કોઈપણ ચૂંટણીમાં, શાંત મતદારોને એવા લોકો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેઓ પોતાનો મત તો આપે છે પરંતુ સર્વેક્ષણકર્તાઓને તેમના પક્ષ અથવા ઉમેદવારનું નામ જાહેર કરવાનું ટાળે છે. જો કે, આ વ્યક્તિઓ રાજકીય રીતે દૂર પણ નથી હોતા, તેઓ ખુબ વિચાર કરીને અને કાળજીપૂર્વક મતદાન કરવાનું પસંદ કરે છે. આમ છતાં, તેઓ સર્વેક્ષણો દરમિયાન પોતાના મંતવ્યો છુપાવી લેતા હોય છે.

નિષ્ણાતો માને છે કે, શાંત મતદારો તેમની રાજકીય પસંદગીઓ છુપાવવા માંગે છે. આ સ્થાનિક વાતાવરણમાં ભય અથવા અસુરક્ષાની ભાવના હોય શકે છે, અથવા વ્યક્તિગત ગોપનીયતાની ઇચ્છા અને રાજકીય રીતે ધ્રુવીકરણ પામેલા વિસ્તારોમાં બોલવાનું ટાળવાની ઇચ્છાને કારણે હોઈ શકે છે.

11

અત્રે ઉલ્લેખનીય છે કે, આવા મતદારો એક્ઝિટ પોલ દરમિયાન પૂછાયેલા પ્રશ્નોના જવાબ તેમને યોગ્ય લાગે તે રીતે આપે છે. આમાંના ઘણા વ્યક્તિઓ એવા પણ હોય છે જે સર્વેક્ષણમાં ભાગ ન લેવાનું પસંદ કરે છે. આને નોન-રિસ્પોન્સ બાયસ તરીકે ઓળખવામાં આવે છે. આ મતદાન મોડેલોમાં એક મહત્વપૂર્ણ અંધકારભર્યું સ્થાન બનાવે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે 60 ટકા જેટલા મતદારો ઘણીવાર ચૂંટણી સર્વેક્ષણોમાં તેમની પસંદગીઓ જાહેર નથી કરતા.

અહીં તમને બતાવી દઈએ કે, જ્યારે ચોક્કસ ઉમેદવારો વચ્ચેનો મુકાબલો ખૂબ જ તીવ્ર હોય છે, ત્યારે નજીકના મુકાબલામાં થોડા મતો પણ પરિણામોને પલટાવવાની ક્ષમતા રાખતા હોય છે. આ જ કારણ છે કે શાંત મતદારો નજીકના મુકાબલામાં છુપાયેલા સ્વિંગ ફેક્ટર બનીને બહાર આવે છે. આ જ કારણ છે કે, એક્ઝિટ પોલના પરિણામોમાં જે દેખાઈ રહ્યું હોય છે તે શાંત મતદાતાઓને કારણે પુરી રીતે બદલાઈ જતું હોય છે.

10

ઉદાહરણ તરીકે જોવા જઈએ તો, ઘણા એક્ઝિટ પોલ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં 2026ની વિધાનસભા ચૂંટણીમાં તીવ્ર સ્પર્ધા બતાવી રહ્યા છે. એક્ઝિટ પોલ મુજબ, પશ્ચિમ બંગાળમાં BJP અને TMC વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાની ધારણા છે. જ્યારે, તમિલનાડુમાં AIADMK અને DMK વચ્ચે ખૂબ જ નજીકની સ્પર્ધા જોવા મળી રહી છે. આવામાં, શાંત મતદારોના નિર્ણયોથી પરિણામોમાં ખુબ મોટી રીતે બદલાવ આવી શકે છે. દેશભરના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શાંત મતદારોએ શું ભૂમિકા ભજવી છે તે હકીકતમાં જે પરિણામો જાહેર થાય પછી જ જાણી શકાશે.

About The Author

Related Posts

Top News

એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

આજકાલ, હિમાચલ પ્રદેશમાં લગ્ન હવે ફક્ત ધાર્મિક રીતિ રિવાજો સુધી મર્યાદિત નથી રહી ગયા, પરંતુ તેમની અનોખી વાર્તાઓને...
National 
એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પુરી થઇ ગઈ છે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે....
National 
કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

શું કર્ણાટકમાં CM બદલાઈ જશે? શું DK શિવકુમાર CM સિદ્ધારમૈયાનું સ્થાન લેશે? આ તમામ એવા સવાલો છે કે...
National 
'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

4 કરોડનું એક હેલ્મેટ, છે ને અદ્ભુત! તેને પહેરવાથી જમીનથી આકાશ સુધી બધું જ દેખાતું હોય છે

F35 ફાઇટર જેટનું લાઈટનિંગ 2 વર્ઝન વિશ્વનું સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ છે. તેના પાઇલોટ્સ દ્વારા પહેરવામાં આવતું હેલ્મેટ વિશ્વની...
Science 
4 કરોડનું એક હેલ્મેટ, છે ને અદ્ભુત! તેને પહેરવાથી જમીનથી આકાશ સુધી બધું જ દેખાતું હોય છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.