ધારાસભ્યની જગ્યાએ તેમના પુત્રએ સરકારી હોસ્પિટલનું કર્યું નિરીક્ષણ! સાથે પોલીસ સિક્યુરિટી પણ હતી

ઉત્તર પ્રદેશના સ્વાર-ટાંડાના ધારાસભ્ય શફીક અહેમદ અન્સારીનો  પુત્ર ઉમૈર અન્સારી પોલીસ સાથે રામપુરના સ્વાર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે તેનું નિરીક્ષણ કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન સરકારી પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને તેણે તબીબી અધિકારીની ખુરશી પર બેસીને અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી. આ ઘટના તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો દ્વારા સામે આવી હતી. રામપુરના મુખ્ય તબીબી અધિકારી (CMO), દીપા સિંહે ધારાસભ્યના પુત્રના વર્તન પર કડક વલણ અપનાવ્યું અને વધારાના CMOના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરી.

Rampur-MLA-Son1
news75.com

સોશિયલ મીડિયા પર ફરતો વીડિયો સ્પષ્ટપણે દર્શાવે છે કે, ધારાસભ્યના પુત્ર કેવી રીતે સત્તાના રુઆબમાં ડૂબી ગયા છે. તેઓ કોઈપણ કાનૂની અધિકાર વિના હોસ્પિટલમાં પહોંચ્યા અને MBBS/MD સ્તરના તબીબી અધિકારીને હટાવીને તેમની મુખ્ય ખુરશી પર બેસી ગયા. તેમણે સ્ટાફ સાથે એક વરિષ્ઠ અધિકારીની જેમ વર્તન કર્યું, જાણે કે તેઓ હોસ્પિટલના અંતિમ અધિકાર હોય. ધારાસભ્યના પુત્રએ પોતે જ આ 'દબદબા'નો વીડિયો બનાવીને તેને વાયરલ કર્યો.

Rampur-MLA-Son3
livehindustan.com

આ મામલાને આગળ વધતો જોઈને રામપુરના CMO દીપા સિંહે સ્પષ્ટતા કરી કે, ધારાસભ્યના આગમનની જાણ હતી, પરંતુ તેમની જગ્યાએ તેમના પુત્રનું આવવું અને ખુરસી પર બેસવું એ કોઈ પ્રોટોકોલનો ભાગ નહોતો. ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ, તેમણે ખુરશી ઓફર કરી ન હતી. CMOએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, ધારાસભ્યના પુત્રને કયા નિયમ હેઠળ ભારે પોલીસ દળ પૂરો પાડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સરકારના નિર્દેશ મુજબ તપાસના તારણો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Rampur-MLA-Son5
aajtak.in

સરકારી પ્રણાલીઓમાં બાહ્ય હસ્તક્ષેપ કેટલો વધ્યો છે, તે અંગે સ્થાનિક ચર્ચા ચાલી રહી છે. ધારાસભ્યના પુત્રનું પોલીસ દળ સાથે આવવું અને સરકારી કચેરીઓમાં તેમનો હુકમ ચલાવવો એ ચર્ચાનો વિષય બની ગઈ છે. હવે, બધાની નજર તપાસ રિપોર્ટ પર છે, કે શું પ્રભાવશાળી ધારાસભ્યના પુત્ર સામે કોઈ કાનૂની કાર્યવાહી કે FIR દાખલ કરવામાં આવશે, કે પછી આ આખા મામલાને દબાવી દેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.