IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે, જેમાંથી 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ નિરાશાજનક પ્રદર્શન બાદ હવે હાર્દિકના નેતૃત્વ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન તેની કેપ્ટનશીપ કોઈને સમાજ ન આવી.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાર્દિકે ટીમમાં બે ફેરફાર કર્યા, જેમાં રાયન રિકેલ્ટન અને રોબિન મિન્ઝને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા. રાયન રિકેલ્ટન ઇજાગ્રસ્ત ક્વિન્ટન ડી કોકની જગ્યાએ આવ્યો હતો અને તેણે 123 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી; જોકે રોબિન મિન્ઝ મેચમાં કોઈ યોગદાન આપી શક્યો નહીં. હકીકતમાં, યુવા વિકેટકીપર-બેટ્સમેનની બેટિંગ જ ન આવી.

hardik1
BCCI

મુંબઈની બોલિંગ દરમિયાન જ્યારે સનરાઈઝર્સના બેટ્સમેન બધા બોલરોને ધોઈ રહ્યા હતા, ત્યારે હાર્દિક પંડ્યાએ રોબિન મિંઝની જગ્યાએ શાર્દુલ ઠાકુરને 'ઈમ્પેક્ટ સબ' તરીકે મેદાનમાં બોલાવ્યો. આ સીઝનમાં શાર્દુલે મુશ્કેલ ક્ષણોમાં મુંબઈને મહત્ત્વપૂર્ણ વિકેટ અપાવવાનું કામ કર્યું; પરંતુ હેરાનીની વાત એ છે કે, કેપ્ટન હાર્દિકે શાર્દુલને એક પણ ઓવર ફેંકવા માટે આપી નહોતી. આ પ્રકારે, શાર્દુલ ઠાકુર IPL ઇતિહાસમાં પ્રથમ 'ઈમ્પેક્ટ સબ' ખેલાડી બન્યો જેને ન તો બેટિંગ કરવાની તક મળી કે ન તો બોલિંગ કરવાની તક આપવામાં આવી.

નોંધનીય છે કે 'ઈમ્પેક્ટ સબ' ખેલાડીઓ IPL મેચોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઘણી વખત આવા ખેલાડીઓ તેમની ટીમો માટે જીતના સૂત્રધાર બને છે; જો કે, હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે હાર્દિક પંડ્યાએ 'ઈમ્પેક્ટ સબ' વિકલ્પનો ઉપયોગ કરવા છતા સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન ખેલાડીનો ઉપયોગ કેમ ન કર્યો?

hardik2
BCCI

સનરાઇઝર્સ સામેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે રિકલટનની સદીની મદદથી 243 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો; જોકે, જસપ્રીત બૂમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા દિગ્ગજ બોલરો હોવા છતા ટીમ તેને ડિફેન્ડ ન કરી શકી. IPLમાં આ બીજી ઘટના છે જ્યાંરે મુંબઈની ટીમ 200 કે તેથી વધુ રન બનાવ્યા પછી પણ હારી ગઈ છે. બંને વખત હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આવું બન્યું.

મુંબઈ ઇન્ડિયન્સને પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ MI200થી વધુ રન બનાવ્યા પછી ક્યારેય એક પણ મેચ હારી નહોતી. આ જ કારણ છે કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર હવે તલવાર લટકી રહી છે. નોંધનીય છે કે જ્યારે રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યો અને આ જવાબદારી હાર્દિકને સોંપવામાં આવી, ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સે મેચ દરમિયાન ટીમના નિર્ણયને લઈને હૂટિંગ પણ કરી હતી. એવામાં, જો ટીમ આ સીઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ જાય, તો મુંબઈ ઇન્ડિયન્સના નેતૃત્વમાં મોટો ફેરફાર થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ...
Sports 
લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત પછી ખાડી યુદ્ધ હાલ પૂરતું અટકી ગયું છે. આ સમગ્ર કરાર દરમિયાન, ...
Business 
8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

દક્ષિણ કોરિયાનો મુખ્ય શેરબજાર સૂચકાંક, કોસ્પી, તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઝડપથી નીચે ગયો છે. કોસ્પી લગભગ 10 ટકા...
Business 
દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો

પુણેના પ્રખ્યાત લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુની વાર્તા મધ્યપ્રદેશના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના મૃત્યુ જેવી...
National 
સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.