લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ પૈકીની એક બની ચૂકી છે. વૈશ્વિક સ્તરે ફ્રેન્ચાઇઝી આધારિત સ્પર્ધાઓ માટે તે એક બેન્ચમાર્ક (માપદંડ) સાબિત થઈ છે, જેને જોઈને વિશ્વના અન્ય દેશોમાં પણ આવી લીગ શરૂ કરવાની પ્રેરણા મળી છે. આ ઉપરાંત, દુનિયાભરના ક્રિકેટ બોર્ડ મોટી ટૂર્નામેન્ટો માટે ખેલાડીઓની ઓળખ અને મૂલ્યાંકન કેવી રીતે કરે છે, તેના પર પણ આઈપીએલે ઊંડી અસર છોડી છે.

ભારતના પૂર્વ ક્રિકેટર સબા કરીમે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, વર્ષ 1990ના દાયકાના અંતમાં, જ્યારે ટ્વેન્ટી-20 (T20) ક્રિકેટનું અસ્તિત્વ પણ નહોતું, ત્યારે જ લલિત મોદીએ આ કોન્સેપ્ટ BCCI BCCI સમક્ષ રજૂ કર્યો હતો. આ ભવ્ય લીગનો અસલી આર્કિટેક્ટ  લલિત મોદી જ હતો. આખરે વર્ષ 2008માં IPLની શરૂઆત થઈ અને તાજેતરમાં જ 31 મેના રોજ તેની 19મી સીઝન પૂર્ણ થઈ છે, જેની સાથે જ આ લીગનું બજાર મૂલ્ય  અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયું છે.

તાજેતરમાં 'વિઝડન' (Wisden) ના ખાસ કાર્યક્રમ 'ધ સ્કૂપ એક્સટેન્ડેડ' (The Scoop Extended) માં વાતચીત દરમિયાન, લલિત મોદીએ પોતાની IPLની વિરાસતનો જોરદાર બચાવ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેના વિના આ ટૂર્નામેન્ટ ક્યારેય સફળ ન થઈ શકી હોત. વર્ષો સુધી મળેલી ટીકાઓ છતાં, તે પોતાના કોઈપણ નિર્ણયને ભૂલ તરીકે નથી જોતો.

14

લલિત મોદીએ જણાવ્યું હતું કે મને અન્ય ઘણા મુદ્દાઓને કારણે પદ પરથી હટાવીને નાનો કરી દેવામાં આવ્યો હતો, કારણ કે દરેક જણ મારી ઈર્ષ્યા કરતા હતા. જો હું જેવો છું તેવો ન હોત, તો આ લીગ ક્યારેય કામ ન કરી શકી હોત. મારા વગર IPL સફળ થઈ જ ન હોત. આજે આ રમતમાંથી બહાર થયાના 17 વર્ષ પછી પણ તમે મારી સાથે વાત કેમ કરી રહ્યા છો? કારણ કે આ લીગ મેં બનાવી છે.’

તેમણે ઉમેર્યું કે, ‘IPLનો વિચાર કંઈ હવામાંથી નહોતો આવ્યો. આ પાછળ મારું ઘણું વૈજ્ઞાનિક સંશોધન અને મારા અંગત અનુભવોનું શિક્ષણ હતું. દુનિયાભરમાં લોકોએ મેં જે બનાવ્યું છે તેની નકલ કરવાનો પ્રયાસ કર્યો અને તેઓ નિષ્ફળ રહ્યા. જ્યારે લોકો કહે છે કે મેં ભૂલ કરી છે, ત્યારે હું કહું છું કે મેં કોઈ ભૂલ નથી કરી. જો મારે ફરીથી આ કામ કરવાનું આવે, તો પણ હું બિલકુલ એ જ રીતે કરીશ જેવું મેં છેલ્લી વખતે કર્યું હતું.’

લલિત મોદી IPLની માત્ર ત્રીજી સીઝનના અંત સુધી જ આ લીગ સાથે જોડાયેલો રહી શક્યો હતો. વર્ષ 2010માં તેમને IPL કમિશનર અને BCCIના વાઇસ પ્રેસિડેન્ટ પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ભ્રષ્ટાચાર સંબંધિત આરોપોને કારણે તેના પર ક્રિકેટ વહીવટમાંથી આજીવન પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તેની સામેના આરોપોમાં 2010માં બે નવી ફ્રેન્ચાઈઝીની હરાજી પ્રક્રિયામાં ગેરરીતિઓ તેમજ બ્રોડકાસ્ટિંગ (પ્રસારણ) અને ઈન્ટરનેટ રાઈટ્સની અનધિકૃત ખરીદ-વેચાણનો સમાવેશ થાય છે.

લીગ ચલાવવાના પોતાના સમયને યાદ કરતાં લલિત મોદીએ તેના જીવનના સૌથી મોટા અફસોસ વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે સ્વીકાર્યું કે તે એવી કોઈ ગવર્નન્સ સિસ્ટમ (વહીવટી માળખું) બનાવ્યા વિના ભારત છોડી ગયો જે ટૂર્નામેન્ટના વહીવટમાં IPL અને તેની ફ્રેન્ચાઈઝી માલિકોને મોટી ભૂમિકા આપી શકે. તેની પાસે લીગને અલગ આકાર આપવાની પૂરેપૂરી તાકાત હોવા છતાં, તેણે BCCIને ખૂબ જ વધારે પાવર સોંપી દીધો.

16

તેણે આ અંગે વિગતવાર વાત કરતા કહ્યું મને એ વાતનો અફસોસ છે કે હું કેટલીક એવી વસ્તુઓ કર્યા વિના ભારતથી જતો રહ્યો જે કરવી ખૂબ જરૂરી હતી. IPLના સ્થાપકને હંમેશા લીગના બોર્ડમાં એક સીટ મળવી જ જોઈએ. મેં BCCIને ઘણી વધારે સત્તા આપી દીધી. તે સમયે હું જે ઈચ્છતો તે શરતો મંજૂર કરાવી શકતો હતો, કારણ કે તે સમયે દરેકને લાગતું હતું કે આ પ્રોજેક્ટ નિષ્ફળ જશે. કોઈને આની ચિંતા નહોતી. મેં એક અલગ કંપની બનાવવાનું બંધારણ પણ લખી લીધું હતું. સ્વાભાવિક છે કે BCCIને પૈસા મળવાનું ચાલુ જ રહેત, પરંતુ લીગનું સંચાલન BCCIની સાથે સાથે IPL ટીમોના માલિકોની ભાગીદારીમાં થવું જોઈતું હતું.’

About The Author

Related Posts

Top News

સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

રવિવારે (23 ઓગસ્ટ) કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરતી વખતે આપેલા વચનો...
National 
સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-08-2026 દિવસ: સોમવાર મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, સાવચેતી રાખીને આગળ વધવું, આવનારા વિઘ્નો હળવા થતા જણાય. વૃષભ: દિવસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.