OnePlus Nord 6 લોન્ચ, 9000mAh બેટરી અને પાવરફૂલ પ્રોસેસર, જાણી લો કિંમત

સ્માર્ટફોન બ્રાન્ડ OnePlusએ મંગળવારે ભારતમાં તેનો નવો સ્માર્ટફોન, OnePlus Nord 6 લોન્ચ કરી દીધો છે, જે શાનદાર ફીચર્સ સાથે આવે છે. કંપનીએ તેને ગેમિંગ ફોન તરીકે રજૂ કર્યો છે. ફોનમાં સ્નેપડ્રેગન 8s Gen 4 પ્રોસેસર અને મોટી 9000mAh બેટરી આપી છે, જે તેને ખાસ બનાવે છે. કંપનીએ હાઇ રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને સારું કેમેરા સેટઅપ પણ આપ્યું છે. આ ફોન પ્રદર્શન અને બેટરીના સંદર્ભમાં મિડ-રેન્જ સેગમેન્ટમાં મોટો બદલાવ લાવી શકે છે. ચાલો તેની કિંમત અને ફીચર્સ પર એક નજર કરીએ.

OnePlus-Nord-64
oneplus.in

ભારતમાં તેની કિંમત શું છે?

OnePlus Nord 6 ભારતમાં બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેનું બેઝ મોડેલ 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથેનું ₹38,999 રૂપિયામાં આવે છે, જ્યારે 12GB RAM વેરિયન્ટની કિંમત ₹41,999 છે. આ ફોન 9 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે અને તે ફ્રેશ મિન્ટ, પિચ બ્લેક અને ક્વિક સિલ્વર કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. બેંક ઑફર્સમાં એક્સિસ અને HDFC બેંક કાર્ડ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે.

OnePlus-Nord-6
oneplus.in

ગ્રાહકો એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર ₹2,000નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઉપરાંત, એક્સિસ બેંક અને HDFC બેંક ક્રેડિટ કાર્ડ (EMI વ્યવહારો માટે) પર ₹3,000નું ડિસ્કાઉન્ટ લઈ શકે છે. આ હેન્ડસેટના 8GB અને 12GB વેરિયન્ટની કિંમત અનુક્રમે ₹35,999 અને ₹38,999 સુધી થઈ જાય છે.

OnePlus Nord 6માં 6.78-ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 165Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ સાથે જ 1.5K રિઝોલ્યુશન અને 3600 nits સુધીની બ્રાઇટનેસ મળે છે. ફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત OxygenOS 16 પર ચાલે છે, અને કંપની 4 વર્ષના OS અપડેટ્સ અને 6 વર્ષના સુરક્ષા અપડેટ્સનું વચન આપે છે. તેમાં સ્નેપડ્રેગન 8s Gen 4 પ્રોસેસર અને એડ્રેનો GPU મળે છે, જે ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે ખૂબ પાવરફૂલ છે. સાથે જ સારા કુલિંગ માટે મોટી હિટ ડિસિપેશન સિસ્ટમ પણ આપવામાં આવી છે.

OnePlus-Nord-62
oneplus.in

કેમેરા અને સ્માર્ટ ફીચર્સ

OnePlus Nord 6માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ મળે છે, જેમાં 50-મેગાપિક્સલનો સોની LYT 600 સેન્સર આપવામાં આવ્યું છે. આ સાથે જ વાઈડ શોટ્સ સરળતાથી કેપ્ચર કરવા માટે 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા પણ મળે છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને OReality ઓડિયો સપોર્ટ છે, જેનાથી સાઉન્ડ એક્સપીરિયન્સ સારો થાય છે. તેમાં પ્લસ કી ફીચર પણ આપવામાં આવ્યું છે જે યુઝર્સને સ્ક્રીન કન્ટેન્ટ સેવ કરવામાં મદદ કરે છે.

OnePlus-Nord-61
oneplus.in

આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 9000mAh બેટરી છે, જે લાંબા સમય સુધી ચાલવાનો દાવો કરે છે. તેમાં 80W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. ફોનમાં IP66, IP68 અને IP69 રેટિંગ મળે છે, જેનાથી તે પાણી અને ધૂળથી સુરક્ષિત રહે છે. આ ઉપરાંત MIL STD 810H સર્ટિફિકેશન પણ આપવામાં આવ્યું છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળે છે.

About The Author

Related Posts

Top News

PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલી ભીષણ કટોકટી અને ઉર્જા પુરવઠામાં અવરોધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ...
National 
PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.