ગંભીર ખૂબ અભિમાની છે, કોહલી સાથે આ કારણે ટકરાઈ રહ્યો છે; ભૂતપૂર્વ ક્રિકેટરે આપ્યું ચોંકાવનારું નિવેદન

ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ વાસને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ગંભીરના આક્રમક વ્યક્તિત્વને કારણે કેટલાક ખેલાડીઓ સાથે તકરાર થઈ રહી છે. વાસન અને ગંભીરના સંબંધો સારા રહ્યા નથી. દિલ્હીના કેપ્ટનપદેથી દૂર કરવામાં આવ્યા પછી ગંભીરનો વાસન સાથે વિવાદ થયો હતો. તે સમયે વાસન દિલ્હીના પસંદગીકાર હતા. ગંભીરે પસંદગીકારો પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે તેમને કેપ્ટનપદેથી દૂર કર્યાની જાણ કરી ન હતી. વાસને ગંભીરને ખૂબ જ ઘમંડી વ્યક્તિ ગણાવ્યો અને તેને ધમકી આપનારો માણસ પણ કહ્યો હતો.

Virat-Kohli-Gautam-Gambhir1
hindi.thesportstak.com

વાસને એક મીડિયા ચેનલમાં કહ્યું હતું કે, 'હું તેને બાળપણથી જ વ્યક્તિગત રીતે ઓળખું છું. અમારી વચ્ચે કેટલીક સમસ્યાઓ રહી છે. તેનું વર્તન 'મારો ખુદ નો રસ્તો અથવા કે હાઇ વે' જેવો છે. તે એવો જ છે. તે ખુબ ધાક ધમકી આપે છે. દિલ્હી ક્રિકેટમાં પણ એવો જ હતો. તેનો સ્વભાવ જ એવો છે. તે શરૂઆતથી જ તે પૈસાવાળો માણસ હતો. તે સ્વભાવ કુદરતી જ એવો હતો. તે એક મહાન ખેલાડી અને બુદ્ધિશાળી હતો. તેનું અભિમાન એક અલગ જ પ્રકારનું છે. તેને એવું લાગે છે કે તે, જો તે સવારને રાત છે, એમ કહે તો લોકો માની લેશે કે રાત થઈ ગઈ છે. મારું જ માનવાનું. જો તમે એવું નહીં કરો તો તમે મારી હિટ લિસ્ટમાં છો. તે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, પરંતુ તેણે ક્રિકેટમાં ઘણું બધું હાંસલ કર્યું છે, અને તેના સ્વભાવે તેને ક્રિકેટમાં મદદ કરી છે.'

તેણે આગળ કહ્યું, 'તે જે પ્રકારનો ખેલાડી બન્યો છે તે તેના સ્વભાવને કારણે છે. જ્યાં સુધી તે લડે નહીં ત્યાં સુધી તે પોતાનું શ્રેષ્ઠ આપી શકતો નથી. તે કદાચ તેના ઘરે અરીસા સામે પણ લડતો હશે. તેને મૂડમાં આવવા માટે લડાઈની જરૂર છે. તેથી જ તે વિરાટ કોહલી સાથે ટકરાઈ રહ્યો છે. તેની દિલ્હીની અતિશય આક્રમકતા અને આલ્ફા-પુરુષ વ્યક્તિત્વ. તે હાર્યો પણ છે અને જીત્યો પણ છે.' વાસને આરોપ લગાવ્યો કે, ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ગંભીરના મેનેજમેન્ટથી નાખુશ છે. તેમણે કહ્યું કે, ડંડાનું જોર ત્યાં સુધી ચાલશે, કે જ્યાં સુધી ટીમ જીતી રહી છે.

Virat-Kohli-Gautam-Gambhir
abplive.com

ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, 'મને ખાતરી છે કે, બધા ખેલાડીઓ ખુશ ન હોઈ શકે. કોઈને કોઈ નારાજ થતો જ હશે. આવું થાય છે. આવા મજબૂત વ્યક્તિત્વ સાથે, વ્યક્તિગત પસંદ અને નાપસંદ હોય છે. જ્યારે તમે ડંડાના જોરે ટીમનું નેતૃત્વ કરો છો અને જીતી રહ્યા છો, ત્યાં સુધી તો ઠીક છે. પણ જો તમે હારી જાઓ છો, તો તમારે ટીકાનો સામનો કરવો પડશે.' જ્યારે વાસનને મુખ્ય કોચથી નાખુશ ખેલાડીઓના નામ પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું, 'હું તેમાંથી 1-2 ખેલાડીઓને જાણું છું. તેઓ ખુલ્લેઆમ નહીં કહે. હું આ શોમાં તેમના નામ આપી શકું નહીં. બધા જાણે છે કે શું ચાલી રહ્યું છે. પરંતુ જો તમે તે 2-4 ખેલાડીઓને સાઇડલાઇન કર્યા પછી જીતશો, તો તે તમારી દુનિયા છે. આ એક ટીમ સ્પોર્ટ છે. કોઈ પણ ખેલાડીઓનું સાંભળશે નહીં. જો આ બધું હોવા છતાં પણ કોચ જીતે છે, તો કોચ સાચો છે અને ખેલાડીઓ ખોટા છે.'

About The Author

Related Posts

Top News

લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ...
Sports 
લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત પછી ખાડી યુદ્ધ હાલ પૂરતું અટકી ગયું છે. આ સમગ્ર કરાર દરમિયાન, ...
Business 
8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

દક્ષિણ કોરિયાનો મુખ્ય શેરબજાર સૂચકાંક, કોસ્પી, તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઝડપથી નીચે ગયો છે. કોસ્પી લગભગ 10 ટકા...
Business 
દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો

પુણેના પ્રખ્યાત લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુની વાર્તા મધ્યપ્રદેશના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના મૃત્યુ જેવી...
National 
સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.