કોહલી સાથેની તકરાર બાદ ટ્રેવિસ હેડના પરિવારને મળી ગાળો, પત્ની જેસિકાનું છલકાયું દર્દ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 22 મે (શુક્રવાર)ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચમાં માત્ર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જ નહીં, પરંતુ મેદાન પર તણાવ પણ જોવા મળ્યો જેણે પછી સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું. મેચ દરમિયાન, વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે નોંકઝોક જોવા મળી. જોકે, મેચ પછી જે બન્યું તેનાથી વિવાદ વધુ ગરમાયો.

RCBની ઇનિંગ દરમિયાન આખો વિવાદ શરૂ થયો હતો. વેંકટેશ ઐય્યર SRH બોલરોને ઘોઇ રહ્યો હતો, આ દરમિયાન વિરાટ કોહલીએ મિડ-વિકેટ પર તૈનાત ટ્રેવિસ હેડ તરફ ઈશારો કરતા તેને બોલિંગ કરવાનો પડકાર આપ્યો. કોમેન્ટેટર્સના મતે, કોહલી મજાકિયા અંદાજમાં કહી રહ્યો હતો- આવ, થોડી ઓફ-સ્પિન કરો. કેમેરામાં કોહલી ઘણી વખત હેડ તરફ ઈશારો કરતો અને કંઇક કહેતો નજરે પડ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્મિત સાથે જવાબ આપતો દેખાયો. જોકે, મેચ પૂરી થયા બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો.

jessica head
indiatoday.in

મેચ પછીના હાથ મળાવવા દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે હાથ મળાવ્યા વિના પસાર થઈ રહ્યો હતો. કોહલીએ હેડની પાછળ ઉભેલા ઈશાન કિશન સાથે હાથ મળાવ્યો, પરંતુ ટ્રેવિસ હેડને સંપૂર્ણપણે અવગણતો દેખાયો. આ વીડિયોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે ચર્ચા જગાવી હતી.

જેસિકા હેડે શું કહ્યું?

જેસિકા હેડે કહ્યું કે, આ બરાબર એવું જ લાગી રહ્યું છે, જેમ 2023 વર્લ્ડ કપ ફાઇનલ પછી થયું હતું. અમે સારા છીએ, પરંતુ લોકો અમારા મિત્રો અને પરિવારને નિશાન બનાવી રહ્યા છે. રમતમાં જુસ્સો સારી વાત છે, પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે ખેલાડીઓની પાછળ પરિવારો અને માણસો પણ હોય છે. આજે, માનસિક સ્વાસ્થ્ય અને ઓનલાઈન આચરણ અંગે ગંભીર વાતચીતની ખૂબ જ જરૂર છે.

jessica head
au.sports.yahoo.com

જેસિકા હેડે જણાવ્યું કે, ક્રિકેટ વર્લ્ડ કપ 2021-23 ફાઇનલ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ અને બોક્સિંગ-ડે ટેસ્ટ પછી તેના પરિવારને પણ આવી જ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. મેચની વાત કરીએ તો, SRHRCBને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધી હતી.

અભિષેક શર્માએ માત્ર 22 બોલમાં 56 રન બનાવ્યા, જ્યારે ઇશાન કિશને 79 અને હેનરિક ક્લાસેને 51 રન બનાવ્યા. SRHએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી; વિરાટ કોહલી માત્ર 15 રન બનાવીને આઉટ થયો. જોકે રજત પાટીદારે 56 અને વેંકટેશ ઐયરે 44 રન બનાવ્યા, પરંતુ ટીમ ક્યારેય લક્ષ્યની નજીક પહોંચી શકી નહીં. અંતે, SRH55 રનથી મેચ જીતી લીધી હતી.

About The Author

Related Posts

Top News

શું સંઘ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો રસ્તો તૈયાર કરશે?

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને વધતી રાજકીય ગરમી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન...
Politics 
શું સંઘ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો રસ્તો તૈયાર કરશે?

કોહલી સાથેની તકરાર બાદ ટ્રેવિસ હેડના પરિવારને મળી ગાળો, પત્ની જેસિકાનું છલકાયું દર્દ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 22 મે (શુક્રવાર)ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ...
Sports 
કોહલી સાથેની તકરાર બાદ ટ્રેવિસ હેડના પરિવારને મળી ગાળો, પત્ની જેસિકાનું છલકાયું દર્દ

વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

વલસાડ જિલ્લામાં હાફુસ અને વલસાડી કેરી મુખ્ય પાક છે અને અત્યારે કેરીઓને લઈને પૂરબહાર છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર...
Gujarat 
વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ...
Sports 
નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.