'વૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચિપનો ઉપયોગ કર્યો હશે, બેટને લેબમાં મોકલો', પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાતનો લવારો

જો તમે સફળતાની સીડી ચઢી રહ્યા હોવ, તો લોકો પગ પકડીને તમને નીચે ખેંચવાનો પ્રયાસ કરશે! માત્ર 15 વર્ષની ઉંમરે, વૈભવ સૂર્યવંશી ભારતના ઉભરતા સ્ટાર્સમાંનો એક છે અને હાલમાં ક્રિકેટની દુનિયામાં રાજ કરી રહ્યો છે. ચારેય તરફ તેનું નામ ચર્ચામાં છે. 2026ની IPLમાં ધમાકેદાર સદી ફટકાર્યા પછી, આ ડાબોડી બેટ્સમેન લગભગ દરેક મેચમાં બોલરોને ધોઇ રહ્યો છે. હવે, તેને ઈર્ષ્યા કહીએ કે મૂર્ખતા, એક પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાતે વૈભવ સૂર્યવંશીને AI ચિપથી સજ્જ બેટનો ઉપયોગ કરનારો ખેલાડી કહી દીધો છે.

29

નૌમન નિયાઝે સ્મેશહિટ’ નામના શૉમાં બોલતા ટિપ્પણી કરી કે, ‘જરા વિચારો. આ છોકરો કોણ છે? તેના બેટની તપાસ કરાવો. જેમ WADA ડોપિંગ ટેસ્ટ કરે છે, તેમ આ બેટને લેબમાં મોકલો. કદાચ તેણે તેના બેટની અંદર AI ચિપનો ઉપયોગ કર્યો હશે. આ તો અવિશ્વસનીય છે. શું ખેલાડી છે! શરૂઆતમાં મને લાગ્યું કે તે થોડો ધીમો રમી રહ્યો હતો. તેનાથી મને આશ્ચર્ય થયું કે, આ છોકરો ખરેખર કોણ છે?

તેણે કહ્યું કે, જ્યારે તમે 18 વર્ષના થાવ છો, ત્યારે તમારા શરીરમાં સ્નાયુઓ, બાયસેપ્સ અને ટ્રાઇસેપ્સ બની જાય છે. પરંતુ તે માત્ર 16 વર્ષનો છે. તેનો જન્મ ત્યારે થયો હતો જ્યારે વિરાટ કોહલી વિશ્વ ચેમ્પિયન હતો. તેમાં પાવર ગેમ કરતા વધારે ટેક્નિક છે. તે કાંડાનો ઉપયોગ કરનારો ખેલાડી છે અને જો તમે આર્કને જુઓ તો તેણે સંપૂર્ણ 360 ડિગ્રીનો ઉપયોગ કર્યો છે.

28

ઉલ્લેખનીય છે કે, વૈભવ સૂર્યવંશીએ વૈશ્વિક ક્રિકેટ મંચ પર પોતાની છાપ છોડી છે, એક પછી એક બેટિંગ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે માત્ર 26 બોલમાં 78 રન બનાવીને તે IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી નોંધાવવાની નજીક પહોંચી ગયો હતો, જોકે તે ચૂકી ગયો. પરંતુ, તેનાથી તેનો ઉત્સાહ ઓછો ન થયો; ત્યારબાદની બે મેચમાં 0 અને 8 રન બનાવ્યા પછી એક 46 રનની ઇનિંગ રમીને સૂર્યવંશીએ આખરે શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 37 બોલમાં તેની સદી પૂર્ણ કરી.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં જે ઠનઠનિયા કાલીબારી મંદિરે પહોંચ્યા હતા, જાણો તેનો ઇતિહાસ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભારે મતદાન બાદ, ભાજપે પોતાનું સંપૂર્ણ તાકત પ્રચારમાં લગાવી દીધી છે. બીજા તબક્કાના...
Politics 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં જે ઠનઠનિયા કાલીબારી મંદિરે પહોંચ્યા હતા, જાણો તેનો ઇતિહાસ

'વૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચિપનો ઉપયોગ કર્યો હશે, બેટને લેબમાં મોકલો', પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાતનો લવારો

જો તમે સફળતાની સીડી ચઢી રહ્યા હોવ, તો લોકો પગ પકડીને તમને નીચે ખેંચવાનો પ્રયાસ કરશે! માત્ર 15 વર્ષની...
Sports 
'વૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચિપનો ઉપયોગ કર્યો હશે, બેટને લેબમાં મોકલો', પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાતનો લવારો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 28-04-2026 વાર- મંગળવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

લગ્ન માટે બન્યો નકલી સબ-ઇન્સ્પેક્ટર, યુનિફોર્મ પહેરીને છેતરી રહ્યો હતો, લગ્ન નક્કી કરવા પહોંચ્યો તો...

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે લગ્ન કરવાના પ્રયાસમાં નકલી સબ-ઇન્સ્પેક્ટર બનીને લોકોને...
National 
લગ્ન માટે બન્યો નકલી સબ-ઇન્સ્પેક્ટર, યુનિફોર્મ પહેરીને છેતરી રહ્યો હતો, લગ્ન નક્કી કરવા પહોંચ્યો તો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.