લગ્ન માટે બન્યો નકલી સબ-ઇન્સ્પેક્ટર, યુનિફોર્મ પહેરીને છેતરી રહ્યો હતો, લગ્ન નક્કી કરવા પહોંચ્યો તો...

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે લગ્ન કરવાના પ્રયાસમાં નકલી સબ-ઇન્સ્પેક્ટર બનીને લોકોને છેતર્યા હતા. આરોપી પોલીસ યુનિફોર્મ પહેરીને શહેરમાં ફરતો હતો અને પોતાને 2023 બેચનો સબ-ઇન્સ્પેક્ટર બતાવતા સહારનપુરમાં પોસ્ટેડ હોવાનો દાવો કરતો હતો. અહેવાલો અનુસાર, આરોપીનું નામ મોહમ્મદ કાસિમ તરીકે થઈ છે, જે બરેલી જિલ્લાના જશનપુર ગામનો રહેવાસી છે. આ ખોટી ઓળખનો ઉપયોગ કરીને તેણે પીલીભીતની એક યુવતીના પરિવાર સાથે લગ્નની વાત પણ આગળ વધારી દીધી હતી.

લગ્ન નક્કી કરવા માટે યુવતીના પરિવારના લોકો ગુરુવારે સહારનપુર પહોંચ્યા હતા. કાસિમ પોતાનો યુનિફોર્મ પહેરીને કોટ રોડ પર તેમને મળ્યો. તેની સાથે તેનો પિતા પુત્તન પણ હતો. કાસિમ પોતાને સાચો સબ-ઇન્સ્પેક્ટર સાબિત કરવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ વાતચીત દરમિયાન તેના નિવેદનોમાં ઘણી વિસંગતતાઓ સામે આવવા લાગી.

fake-sub-inspector2
bhaskar.com

તેની ગભરાટ અને તેના જવાબોમાં વિસંગતતાઓ જોઈને પરિવારના સભ્યો શંકા ગઈ. આ દરમિયાન, ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓને પણ આ મામલાની જાણ થઈ ગઈ. ફરજ પર તૈનાત સબ-ઇન્સ્પેક્ટર અમિતે કાસિમની પૂછપરછ શરૂ કરી. જ્યારે તેને તેના બેચ, રોલ નંબર અને પોસ્ટિંગ સાથે જોડાયેલી વિગતો અંગે સવાલ પૂછવામાં આવ્યા, ત્યારે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. ત્યારબાદ, પોલીસ તેને કસ્ટડીમાં લઇને સદર બજાર પોલીસ સ્ટેશન પહોંચી.

પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન, કાસિમે કબૂલાત કરી કે તે પોલીસમાં ક્યારેય પસંદ થયો નથી. તેણે સબ-ઇન્સ્પેક્ટરનો યુનિફોર્મ પહેરીને ખોટો દબદબો બતાવ્યો. આ દરમિયાન તેની પાસેથી નકલી પોલીસ આઈકાર્ડ અને અન્ય ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા, જેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતા જ યુવતીના પરિવારના સભ્યો પણ સદર બજાર પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે કાસિમ અને તેના પિતા પુત્તનને પોલીસ અધિકારીઓને હવાલે કરી દીધા અને પીલીભીત જતા રહ્યા. જતી વખતે પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો, અને કહ્યું કે, સત્ય સમયસર બહાર આવી ગયું, નહિંતર, તેમની પુત્રીનું જીવન બરબાદ થઈ ગયું હોત. કાસિમના પિતા પુત્તને જણાવ્યું કે તેમનો પુત્ર પહેલા તાલીમ માટે ગયો હતો પરંતુ પછીથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. તેને આ સંબંધ બાબતે ખબર પણ નહોતી અને તે ફક્ત મળવા માટે આવ્યો હતો.

fake-sub-inspector1
patrika.com

આ બાબત અંગે ASP મનોજ યાદવે જણાવ્યું કે 26 માર્ચ, 2026ના રોજ, માહિતી મળી હતી કે એક વ્યક્તિ પોલીસ યુનિફોર્મ પહેરીને શંકાસ્પદ રીતે ફરી રહ્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પૂછપરછ હાથ ધરી અને તેના કબજામાંથી નકલી ID કાર્ડ જપ્ત કર્યું.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતે કબૂલાત કરી હતી કે તેણે સબ-ઇન્સ્પેક્ટર હોવાનો ખોટો દાવો કરીને છોકરીના પરિવારને લગ્ન માટે બોલાવ્યો હતો. હાલમાં, પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે, અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ મામલાની તપાસ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.