ભાવનગરથી નવી મુંબઈ ફ્લાઇટ શરૂ, દરરોજ 2 ફ્લાઈટ ઉડશે

ભાવનગર એરપોર્ટ ખાતેથી તારીખ 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સરકારે જણાવ્યું હતું કે, ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ રાજ્ય કૃષિમંત્રી  જીતુ વાઘાણી, ધારાસભ્ય  સેજલબેન પંડ્યા, ધારાસભ્ય  ગૌતમ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર--નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

0506

આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણીયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી. જેના અનુસંધાને આજરોજ ભાવનગરથી નવી મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે જે બદલ ભાવનગરની જનતાને અભિનંદન. વધુમાં તેમણે કહ્યું કે ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જોડાઈ રહ્યું છે.

ભાવનગર અને ભાવનગરની જનતા માટે આજનો દિવસ એ ગૌરવવંતો દિવસ અને આજની આ ક્ષણ ઐતિહાસિક ક્ષણ છે તેવું કહેતા કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગરથી નવી મુંબઈ શરૂ થયેલી નવી વિમાની સેવા બદલ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથે ભાવનગરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

07

અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે જેમાં સવારે 8:35 કલાકે અને રાત્રે 8.50 વાગ્યે એમ બે ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ નવી હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના વિવિધ ઉદ્યોગ, વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે તેમજ નવી મુંબઈ મારફતે અન્ય મહાનગરો સાથેની કનેક્ટિવિટી પણ સરળ બનશે.પ્રથમ ફ્લાઇટમાં અન્ય મુસાફરો સાથે 30 દિવ્યાંગ મુસાફરોએ ઉત્સાહભેર મુસાફરી કરી હતી.

About The Author

Related Posts

Top News

MLAનો દીકરો ગાડી પર લાલ બત્તીનો ઉપયોગ કરતો હતો, મમતા બેનર્જીએ સ્ટેજ પર જ ધારાસભ્યને ખખડાવી નાખ્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી 23 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન થશે. આ દરમિયાન...
Politics 
MLAનો દીકરો ગાડી પર લાલ બત્તીનો ઉપયોગ કરતો હતો, મમતા બેનર્જીએ સ્ટેજ પર જ ધારાસભ્યને ખખડાવી નાખ્યા

‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

આદિત્ય ધારની ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’ ભારતમાં બોક્સ ઓફિસના રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી...
Entertainment 
‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

ફોન અને સ્માર્ટવોચ પર તોળાઈ રહ્યો છે ખતરો!, સરકારી એજન્સીએ ચેતવણી બહાર પાડી છે

ભારતીય સાયબર સુરક્ષા એજન્સી, CERT-Inએ એક ચેતવણી બહાર પાડી છે, જેમાં એપલ વપરાશકર્તાઓને સાવધ રહેવા અને નવીનતમ...
Tech and Auto 
ફોન અને સ્માર્ટવોચ પર તોળાઈ રહ્યો છે ખતરો!, સરકારી એજન્સીએ ચેતવણી બહાર પાડી છે

ભાવનગરથી નવી મુંબઈ ફ્લાઇટ શરૂ, દરરોજ 2 ફ્લાઈટ ઉડશે

ભાવનગર એરપોર્ટ ખાતેથી તારીખ 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક...
Gujarat 
ભાવનગરથી નવી મુંબઈ ફ્લાઇટ શરૂ, દરરોજ 2 ફ્લાઈટ ઉડશે

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.