જો ભારત-વેસ્ટ ઇન્ડીઝ મેચ રદ થાય છે, તો સેમિફાઇનલની ટિકિટ કોને મળશે? આ છે નિયમો

T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8 સ્ટેજમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે થનારી મેચ હવે કરો યા મરો જેવી બની ચૂકી છે. 1 માર્ચ, 2026ના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ વર્ચ્યૂઅલ ક્વાર્ટર ફાઇનલ જેવી છે. આ મેચ ગ્રુપ-1માંથી બીજી સેમીફાઇનાલિસ્ટમાં કોણ છે તે નક્કી કરશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો આ મેચ કોઇપણ કારણોસર રદ થાય છે તો શું થશે? ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની કઇ ટીમ સેમીફાઇનલમાં આગળ પહોંચશે?

મેચ રદ થઇ તો સેમીફાઇનલમાં કોને ટિકિટ મળશે?

હાલમાં, ગ્રુપ-1 પોઇન્ટ ટેબલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝના બરાબર પોઇન્ટ છે. વેસ્ટ ઇન્ડીઝ 2 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. તો ભારતના પણ 2 પોઇન્ટ છે, પરંતુ નેટ રન રેટને કારણે તે ત્રીજા સ્થાને છે. આ મેચ જીતનાર ટીમ, 4 પોઇન્ટ સાથે સીધી સેમીફાઇનલમાં પહોંચી જશે. પરંતુ જો ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઇ જાય અથવા પરિણામ ન આવે, તો ICCના નિયમો મુજબ બંને ટીમોને 1-1 પોઇન્ટ મળશે.

Kuno-National-Park2
business-standard.com

આ સ્થિતિમાં, બંને ટીમોના કુલ પોઇન્ટ 3-3 રહેશે. સેમીફાઇનલમાં પહોંચનારી ટીમ નેટ રન રેટ (NRR) દ્વારા નક્કી કરવામાં આવશે. વેસ્ટ ઇન્ડીઝની NRR +1.791 છે, જે ભારતના -0.100 કરતા ખૂબ સારી છે. એટલે, જો વરસાદ કે અન્ય કોઇ કારણોસર મેચ રદ કરવામાં આવે છે, તો વેસ્ટ ઇન્ડીઝ સેમીફાઇનલમાં પહોંચી જશે, અને ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. આ ભારતીય ફેન્સ માટે મોટો ઝટકો હશે.

team-india
BCCI

મેચના દિવસે કોલકાતામાં હવામાન કેવું રહેશે?

હવામાન અહેવાલો અનુસાર, 1 માર્ચે કોલકાતામાં વરસાદની કોઇ શક્યતા નથી. મેચ દરમિયાન હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. મતલબ કે ફેન્સને આખી મેચ જોવા મળશે, અને ટીમો તેમના પ્રદર્શનના આધારે સેમીફાઇનલમાં સ્થાન મેળવશે. બંને ટીમો 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં એકબીજાની સામસામે હશે. છેલ્લી વખત, ભારતીય ટીમને હાર મળી હતી. એવામાં, ભારતની નજર હિસાબ બરાબર કરવા પર પણ રહેશે.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.