વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આપણે ચૂંટેલી સરકારને સમજવાનો સમય આવી ગયો છે

(ઉત્કર્ષ પટેલ)

વૈશ્વિક યુદ્ધોના અસ્થિર સમીકરણો અને એ અસ્થિરતાને લીધે વેપાર પર થતી અસરો દુનિયાના દરેક દેશોમાં અસ્થિરતા અને અવ્યવસ્થાઓ લાવી રહી છે ત્યારે આપણો દેશ ભારત પણ આ અસ્થિર સમીકરણોમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના દરેક નાગરિકના જીવનધોરણ પર એની વિપરીત અસરો પણ થઈ રહી છે. 

અમેરિકા ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધની અસર આપના દેશના અર્થતંત્ર પર્ણપણ વર્તાઈ રહી છે. આ સંજોગોમાં આપણે આપણા દેશની સરકાર અને નેતૃત્વને સભાનતા પૂર્વક સાથ આપવો જોઈશે કેમ કે આખરે તો આપણેજ મત  આપીને સરકાર બનાવીએ છીએ. એ વાત ચોક્કસ કહેવી રહી કે હાલના વૈશ્વિક અસ્થિરતાના સમીકરણોમાં આપણા દેશની સરકાર અન્ય દેશોની સરકાર કરતા સારું કરી રહી છે. 

5

અહીં આપણે કોઈની વાહવાહી કે નીંદાની ચર્ચા નથી કરી રહ્યા પણ હાલના વાસ્તવિક સમીકરણો પર દેશહિતની સમજ કેળવવાનો પ્રયાસ કરીશું. 

આપણા દેશના PM નરેન્દ્રભાઈ મોદીના વિશ્વભરના શીર્ષસ્થ નેતૃત્વ સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોનો આપણને લાભ મળી રહ્યો છે જેના કારણે વૈશ્વિક વેપારોના સમીકરણોનું સંતુલન જાળવવાનો ભારત સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે અને પરિણામ પણ દેશહિતમાં મળી રહ્યા છે. સાથે સાથે કેટલાક વિષયોમાં તાત્કાલિક ધાર્યા પરિણામો મેળવવામાં પૂર્ણ સફળતા ના મળે તો સરકાર નિંદાનો ભોગ પણ બની રહી છે એ પાસું પણ છે. 

4

લોકશાહીમાં નાગરિકોનો અવાજ તો બુલંદ હોવો જ જોઈએ. પરંતુ જ્યારે વૈશ્વિક સ્થિતિ બગડી હોય ત્યારે આપણે આપણા દેશની સરકાર જે નિર્ણયો લે તેમાં સાથ આપવો જોઈએ જેથી આંતરિક સ્થિતિઓ સમીકરણો એકજૂટ રહે અને સરકાર વૈશ્વિક વેપારો અને સંબંધોના સમીકરણો પર ધ્યાન આપી શકે. 

2

વિકટ સમયમાં દેશહિતનું ચિંતન એટલે વ્યક્તિગત અને રાજકિય પક્ષો માટેના અંગત અભિપ્રાયને થોડા સમય માટે બાજુપર મૂકીને એકતાને પ્રાથમિકતા આપવી. વૈશ્વિક યુદ્ધોની અસરોને કારણે જે અનિશ્ચિતતા ઊભી થઈ છે તેમાં ભારત જેવા વિકસતા દેશને માત્ર મજબૂત આંતરિક એકતાથી જ આગળ વધારી શકાશે. આ એકતા જ ભારતને વિશ્વના અસ્થિર મંચ પર વધુ આત્મવિશ્વાસપૂર્વક ઊભું રાખશે અને દરેક નાગરિકના જીવનમાં સ્થિરતા લાવશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

 

About The Author

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.