કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

વાપી GIDC કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીના પર હાથ સાફ કરી ફરાર થયેલા બે આરોપીની LCBએ ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ફોર્ચ્યુનર કાર સહિત કુલ 34 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ચોરીના આરોપમાં  વલસાડમાં કરોડપતિ બનેવી અને સાળીની ધરપકડ કરવામાં આવી છે. બંને પર ઉચ્ચ કક્ષાના વિસ્તારોમાં આવેલા બંગલોમાં ચોરી કરવાનો આરોપ છે. આ જોડીએ ચોરી કરવા માટે સફેદ ફોર્ચ્યુનર SUVનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદના આધારે કાર્યવાહી કરતા પોલીસે આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ મહારાષ્ટ્રના નાસિકમાં ગ્રીન વેલી ફાર્મહાઉસમાંથી આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ જોડીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપી બનેવીની તબિયત લથડી હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે સાળી નવસારી સબજેલમાં મોકલવામાં આવી છે.

વાપી GIDC કચેરીના અધિકારીના ઓફિસર્સ બંગલામાંથી સોનાના દાગીના પર હાથ સાફ કરનાર બે આરોપીની પોલીસે નાસિકથી ધરપકડ કરી હતી. આરોપી રાજૂ દુર્યોધન કાળમેઘ અને તેની સાળી સોનિયા શ્રીરામ પાટીલની મહારાષ્ટ્ર, નાસીકના ધારણ ગામમાં આવેલા તેમના  ગ્રીનવેલી ફાર્મહાઉસ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ફોર્ચ્યુનર કાર, રોકડા, મોબાઇલ મળી કુલ 34 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેને કબજે કરીને કોર્ટથી બે દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. ગુરૂવારે રિમાન્ડ પૂર્ણ થતા સરકારી વકીલ એચ.ટી. પટેલની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી સોનિયાને નવસારી સબજેલમાં ધકેલવા હુકમ કર્યો હતો. જ્યારે તેનો બનેવી રાજૂ દુર્યોધનની તબિયત લથડતા, તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

30

આ બનેવી-સાળીના કારનામાઓ વિશે જાણીને પોલીસ પણ દંગ કરી ગઈ હતી. આ બનેવી-સાળીની જોડી એક શહેરથી બીજા શહેરમાં મોંઘીદાટ ફોર્ચ્યૂનર SUV કારમાં ફરતા હતા. આ લોકો વૈભવી ઘરોને ટારગેટ કરતા પહેલા સમૃદ્ધ વિસ્તારોમાં રેકી કરતા હતા. વલસાડ પોલીસે નાસિકના વૈભવી ફાર્મહાઉસમાંથી આ ચોરોને પકડી પાડ્યા હતા.

નાસિકના રહેવાસી ચોરોની આ ટોળકી સફેદ ફોર્ચ્યૂનરમાં પોશ વિસ્તારમાં આવેલા બંગલાને નિશાન બનાવતી હતી. આ ટોળકી વાપીના GIDC  વિસ્તારના પોશ રહેણાંક વિસ્તાર ગુંજન ખાતે સ્થિત એક અધિકારીના બંગલામાં ચોરીમાં સંડોવાયેલી હતી. ચોરો પાછળના રસોડાના દરવાજા તોડીને બંગલામાં પ્રવેશ્યા અને બેડરૂમની તિજોરીમાંથી લાખોના સોનાના દાગી તફડાવી ગયા હતા. ચોરીની જાણ થતા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તાત્કાલિક કાર્યવાહી કરતા વલસાડ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સ્થાનિક ગુના શાખાની ટીમે તપાસ શરૂ કરી હતી, જેમાં તેમના પ્રયાસોમાં મદદ કરવા માટે CCTV ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, એક સફેદ ફોર્ચ્યુનર SUV શંકાસ્પદ વાહન તરીકે ઓળખાઈ હતી; આ આધાર પર કાર્યવાહી કરતા, આખરે તપાસકર્તાઓને મહારાષ્ટ્રના નાસિક લઈ ગયા હતા.

31

આ અંગે વલસાડના ડેપ્યુટી SP બી.એન. દવેએ જણાવ્યું હતું કે, પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ચોરોની ટોળકી નાસિકના ગ્રીન વેલી ફાર્મહાઉસમાં છુપાયેલી છે. આ માહિતીના આધારે, વલસાડ પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો અને મુખ્ય આરોપી રાજુ કાલમેઘ અને તેની સાળી સોનિયા પાટીલની ધરપકડ કરી. આ બંને એક અઠવાડિયાથી વાપીમાં હતા, જે દરમિયાન તેઓએ ચોરી માટે યોગ્ય બંગલો શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ, તેઓએ ચોરીને અંજામ આપ્યો.

આ કેસમાં જિલ્લા LCB PI એ. યુ. રોઝ, GIDC પીઆઇ એસ. પી. ગોહિલ અને ટીમ CCTV અને ટેકનિકલ એનાલિસીસના આધારે તપાસ કરી રહી હતી. ત્યારે શંકાસ્પદ ઈસમોના ફોટોગ્રાફ મળી આવતા PSI જે.બી. ધનેશાને મળેલી બાતમીના આધારે આરોપી રાજૂ દુર્યોધન કાળમેઘ અને તેની સાળી મહિલા આરોપી સોનિયા શ્રીરામ પાટીલને મહારાષ્ટ્રમાં આવેલ ફાર્મ હાઉસથી પકડી પાડ્યા હતા.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આરોપી રાજુ દૂર્યોધન કાળમેઘની નાસિક શહેરમાં અશોકા ઇનના નામે હોટલ છે. જ્યારે આ સાથે એક પોલ્ટ્રી ફાર્મ અને એક ફાર્મ હાઉસ પણ છે. તો તેની સાળી સોનિયા શ્રીરામ પાટીલે LLB સુધીનો અભ્યાસ કરી રાખ્યો છે અને બેન-બનેવી સાથે જ રહે છે.

અગાઉથી ચોરી કરવાની ટેવ હોવાથી બંને બનેવી-સાળી પોતાની ફોર્ચ્યૂનર કાર લઇને ગમે ત્યાં ચોરી કરવા નીકળી જતા હતા. બંટી અને બબલીની માફક આ બંને ટોળકી સાથે ચોરી કરતી હતી.

About The Author

Related Posts

Top News

કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

વાપી GIDC કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીના પર હાથ સાફ કરી ફરાર થયેલા બે આરોપીની LCBએ ધરપકડ...
Gujarat 
કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત...
National 
તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

મોરિસ ગેરેજ એટલે કે, MG મોટર્સે, ભારતીય બજારમાં તેની નવી ફ્લેગશિપ SUV, Majestorને સત્તાવાર રીતે લોન્ચ કરી...
Tech and Auto 
MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 31-05-2026 વાર- રવિવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.