અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી રૂ. 2 લાખ કરોડ પાછા લઇ લીધા...

ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો (FPI સેલ-ઓફ)નો ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો છે. FPI મે મહિનામાં પણ પાછા ફરી રહ્યા હોય એવું દેખાતું નથી. તેમની આવી ઉદાસીનતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, આ વર્ષે, ફેબ્રુઆરીને છોડીને, અત્યાર સુધી મોટા પાયે વેચાણ જોવા મળ્યું છે, જેમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો ઉપાડ થયો હોવાનું જાણવા મળે છે. વૈશ્વિક તણાવે આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જેના કારણે રોકાણકારો સાવચેતીભર્યા વલણ અપનાવી રહ્યા છે.

FPI-Sell-Off2
financialexpress.com

ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા US-ઈરાન યુદ્ધને કારણે વધતા જતા વૈશ્વિક તણાવે FPI સેલ-ઓફની ગતિને વધુ ઝડપી બનાવી છે.

એક સમાચાર એજન્સીના અહેવાલમાં ડિપોઝિટરી ડેટાનો ઉલ્લેખ કરીને બતાવવામાં આવ્યું છે કે, ચાલુ મે મહિનામાં ભારતીય બજારમાંથી FPI સેલ-ઓફ અત્યાર સુધીમાં રૂ. 14,231 કરોડ સુધી પહોંચી ગયા છે. આ અગાઉ, એપ્રિલમાં, વિદેશી રોકાણકારોએ ભારે વેચવાલી જોઈ હતી, જેમાં ભારતીય ઇક્વિટી બજારમાંથી રૂ. 60,847 કરોડ પાછા ખેંચાયા હતા.

FPI-Sell-Off
abplive.com

મે મહિનાથી અત્યાર સુધીમાં વધારાના ઉપાડ સાથે, 2026માં કુલ FPI ઉપાડ હવે રૂ. 2 લાખ કરોડને વટાવી ગયો છે. પાછલા 2025માં પુરા વર્ષ દરમિયાન આ આંકડો રૂ. 1.66 લાખ કરોડ હતો.

આ વર્ષના માસિક વિશ્લેષણ દર્શાવે છે કે, ફક્ત ફેબ્રુઆરી 2026માં વિદેશી રોકાણકારોએ ખરીદી કરી હતી, જ્યારે બાકીના બધા મહિનામાં તેઓનો મૂડ ખરાબ રહ્યો હતો. ફેબ્રુઆરીમાં, FPIએ રૂ. 22,615 કરોડનું રોકાણ કર્યું હતું.

જાન્યુઆરી-FPI વેચાણ-રૂ. 35,962 કરોડ, માર્ચ-FPI વેચાણ-રૂ.1.17 લાખ કરોડ, એપ્રિલ-FPI વેચાણ-રૂ. 60,847 કરોડ, મે (અત્યાર સુધી)-FPI વેચાણ-રૂ. 14,231 કરોડ.

FPI-Sell-Off3
forgeup.in

અહીં એ જાણી લેવું જરૂરી છે કે, આખરે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય બજારમાંથી કેમ ભાગી રહ્યા છે. આ પાછળનું સૌથી મોટું કારણ ભૂ-રાજકીય તણાવ છે. વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતા ઉભરતા બજારો પ્રત્યે વિદેશી રોકાણકારોનો ભ્રમ દૂર કરી રહી છે. US-ઈરાન યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં વધતા તણાવે બહાર નીકળવાની ગતિને વધુ વેગ આપ્યો. માર્ચ મહિનામાં રેકોર્ડ FPI દ્વારા વેચાણ આનું ઉદાહરણ જોવા મળે છે.

મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના ચીફ મેનેજર (રિસર્ચ) હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ફુગાવાના જોખમમાં વધારો થયો છે. વ્યાજ દરના દબાણમાં પણ વધારો થયો છે, જેના કારણે સેન્ટિમેન્ટમાં ઘટાડો થયો છે અને વેચાણ સતત ચાલુ રહ્યું છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.