હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને બહાર કાઢવા 15000 સૈનિકો, ડિસ્ટ્રોયર્સ અને... શું છે ટ્રમ્પનો 'પ્રોજેક્ટ ફ્રીડમ'

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'પ્રોજેક્ટ ફ્રીડમ'ની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ, US હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા તટસ્થ દેશોના વેપારી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ જહાજો મધ્ય પૂર્વ સંઘર્ષમાં બિલકુલ સામેલ નથી; તેઓ ફક્ત નિર્દોષ રાહદારીઓ છે. આ પ્રોજેક્ટ સોમવારે સવારથી શરૂ થશે.

ટ્રમ્પે તેમના નિવેદનમાં લખ્યું છે કે, વિશ્વભરના ઘણા દેશોએ US સહાયની વિનંતી કરી છે, કારણ કે તેમના જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે. આ જહાજો ઈરાન અથવા મધ્ય પૂર્વ સંઘર્ષ સાથે જોડાયેલા નથી. US આ જહાજો અને તેમના ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢશે. ટ્રમ્પે આને માનવતાવાદી સહાય તરીકે વર્ણવ્યું. તેમણે ચેતવણી આપી હતી કે, જો કોઈપણ આ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરશે તો તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Project-Strait-of-Hormuz1
facebook.com

US સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી છે કે, 'પ્રોજેક્ટ ફ્રીડમ' 4 મેથી શરૂ થશે. તેમાં ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર, 100થી વધુ જમીન અને સમુદ્ર આધારિત વિમાનો, ડ્રોન અને 15,000 સૈનિકો સામેલ હશે. સેન્ટકોમના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે, આ રક્ષણાત્મક મિશન પ્રાદેશિક સુરક્ષા અને વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના દરિયાઈ તેલ વેપારના એક ચતુર્થાંશ ભાગનો માર્ગ છે. અહિયાંથી તેલ, ઇંધણ અને ખાદ્યપદાર્થોનો ખુબ મોટો જથ્થો પસાર થાય છે. ઈરાન-US-ઇઝરાયલ સંઘર્ષને કારણે આ પ્રદેશ અશાંત છે. અમેરિકાએ નૌકાદળ નાકાબંધી પણ લગાવી છે. પ્રોજેક્ટ ફ્રીડમનો હેતુ તટસ્થ વેપારી જહાજોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કરવાનો છે, જેથી તેઓ તેમનો વેપાર ચાલુ રાખી શકે.

Project-Strait-of-Hormuz2
bumppy.com

સેન્ટકોમે જણાવ્યું હતું કે આ મિશન 'મેરીટાઇમ ફ્રીડમ કન્સ્ટ્રક્ટ' માળખા હેઠળ હાથ ધરવામાં આવશે. તેમાં રાજદ્વારી કાર્યવાહી સાથે લશ્કરી સંકલનનો સમાવેશ થશે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સંકલન વધાર્યું છે. જોકે સેન્ટકોમ કહે છે કે, આ લશ્કરી એસ્કોર્ટ નથી, ખુબ મોટા પ્રમાણમાં લશ્કરી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Project-Strait-of-Hormuz
aajtak.in

આ પ્રોજેક્ટ દર્શાવે છે કે, US હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાની હાજરી મજબુતીથી પકડી રાખી છે અને તેલ પુરવઠાને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર છે. જો જહાજો ફસાયેલા રહેશે, તો તેલના ભાવ વધશે અને ખાદ્ય સંકટ ઊભું થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આને ઈરાન માટે પણ સારું ગણાવ્યું અને કહ્યું કે, વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.

Project-Strait-of-Hormuz4
aajtak.in

ઈરાન સાથે યુદ્ધવિરામ છે, પરંતુ તણાવ ચાલુ છે. અમેરિકાએ નાકાબંધી ચાલુ રાખી છે. પ્રોજેક્ટ ફ્રીડમ દ્વારા જહાજોને દૂર કરવું એ એક કામચલાઉ ઉકેલ છે. જો ઈરાને તેમાં અવરોધ ઉભો કર્યો, તો પરિસ્થિતિ વધુ બગડી શકે છે. આ મિશન માનવતાવાદી સહાય મિશન તરીકે શરૂ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમાં મોટી સંખ્યામાં લશ્કરી તાકાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પ્રોજેક્ટ અમેરિકાની બેવડી વ્યૂહરચના દર્શાવે છે, એક તરફ વાટાઘાટો, અને બીજી તરફ મજબૂત લશ્કરી તૈયારીઓ. આખી દુનિયા આ પ્રોજેક્ટ પર નજીકથી નજર રાખી રહી છે, કારણ કે તેનાથી વૈશ્વિક તેલ બજાર અને પ્રાદેશિક સુરક્ષાને અસર પડશે.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને બહાર કાઢવા 15000 સૈનિકો, ડિસ્ટ્રોયર્સ અને... શું છે ટ્રમ્પનો 'પ્રોજેક્ટ ફ્રીડમ'

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'પ્રોજેક્ટ ફ્રીડમ'ની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ, US હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા...
World 
હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને બહાર કાઢવા 15000 સૈનિકો, ડિસ્ટ્રોયર્સ અને... શું છે ટ્રમ્પનો 'પ્રોજેક્ટ ફ્રીડમ'

હિન્દી અને હિન્દુ વિરોધની લહેર ઉઠાવતા-ઉઠાવતા પોતે સત્તા વિરોધી લહેરમાં વહી ગયા પિતા-પુત્ર

તમિલનાડુના રાજકારણમાં 2026ની વિધાનસભા ચૂંટણી મોટા પરિવર્તનનો સંકેત આપી રહી છે. શરૂઆતના વલણો અને પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે...
Politics 
હિન્દી અને હિન્દુ વિરોધની લહેર ઉઠાવતા-ઉઠાવતા પોતે સત્તા વિરોધી લહેરમાં વહી ગયા પિતા-પુત્ર

ડાબેરીઓની છેલ્લી આશા હતી LDF, હવે કોઈ રાજ્યમાં નથી બચી લેફ્ટ સરકાર

ભારતમાં ડાબેરી શાસનનો છેલ્લો ગઢ પતનની આરે છે. કેરળ ચૂંટણીના વલણો દર્શાવે છે કે પિનરાયી વિજયનની ડાબેરી સરકાર જવાની છે. ...
Politics 
ડાબેરીઓની છેલ્લી આશા હતી LDF, હવે કોઈ રાજ્યમાં નથી બચી લેફ્ટ સરકાર

તામિલનાડુમાં 60 વર્ષથી બે જ પાર્ટી રાજ કરતી, વિજયે દોઢ વર્ષમાં આ રાજકીય ચક્ર કંઈ રીતે તોડ્યું?

1991માં, ફિલ્મ 'ઇધયમ' રિલીઝ થઈ હતી. તેના કેટલાક ડાયલોગ્સ આ પ્રમાણે હતા... 'એપ્રિલ અને મેની...
National 
તામિલનાડુમાં 60 વર્ષથી બે જ પાર્ટી રાજ કરતી, વિજયે દોઢ વર્ષમાં આ રાજકીય ચક્ર કંઈ રીતે તોડ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.