ઈરાન યુદ્ધમાં ફસાયેલા ટ્રમ્પ હવે અમેરિકન પત્રકારો પાછળ કેમ પડ્યા?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પૂરી તાકાત સાથે ઈરાનને તોડી પાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. ઈરાનને સતત ધમકીઓ આપી રહ્યા છે. હવે, તેમણે પોતાના દેશના પત્રકારોને પણ છોડ્યા નથી. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે એક પત્રકારે ઈરાનમાં ફસાયેલા એક અમેરિકન અધિકારી વિશે માહિતી લીક કરી હતી. વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે આ માહિતી લીક કરવા માટે જવાબદાર પત્રકારને જેલમાં મોકલવામાં આવશે. ટ્રમ્પની ધમકી બાદ એક અમેરિકન પત્રકારે જવાબ આપ્યો, 'અમે સરકાર માટે કામ કરતા નથી. માહિતી ગુપ્ત રાખવાની જવાબદારી સરકારની છે, અમારી નહીં.'

ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, આ ઘટના F-15 ફાઇટર જેટની છે. 3 માર્ચે, ઈરાન દ્વારા એક અમેરિકન ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યું હતું. જેટ ક્રેશ થયા બાદ, બંને ક્રૂ સભ્યો સફળતાપૂર્વક બહાર નીકળી ગયા હતા. અમેરિકન પાઇલટને ઝડપથી બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ, વેપન્સ અધિકારી ઈરાની ધરતી પર ફસાઈ ગયા હતા. ઘણા કલાકો સુધી જંગલમાં છુપાયેલો રહ્યો, ત્યારબાદ તેને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. આ સમયે એક મીડિયા આઉટલેટે સમાચાર પ્રકાશિત કર્યા કે એક અમેરિકન ઈરાની ભૂમિ પર ફસાયેલો છે ત્યારબાદ ઈરાને પણ પોતાનું શોધ અભિયાન શરૂ કર્યું. પરંતુ જીત અમેરિકાની થઈ.

trump2
independent.co.uk

ટ્રમ્પે પોતે આ જીતની જાહેરાત કરતા લખ્યું કે, 'તેને ખૂબ ઈજાઓ થઈ છે, પરંતુ તે સુરક્ષિત છે. દુશ્મનની જમીન પરથી બચાવીને લાવ્યા. તેમને બચાવવા માટે ખાસ એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન સફળ રહ્યું, અને એક પણ અમેરિકનનો જીવ ગયો નથી. અમે અમારા બહાદુર લડવૈયાઓને ક્યારેય પાછળ નહીં છોડીએ.'

આખા ઓપરેશનને સિક્રેટ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જેથી કોઈ પણ હિલચાલ અંગેની વિગતો ઈરાન સુધી ન પહોંચે, કારણ કે આવા લીકથી અધિકારીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. તેમ છતા આ વાત સમાચારમાં આવી ગઈ; એક અમેરિકન પત્રકારે આ સમાચારને બ્રેક કરી દીધા. રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ સમાચાર સૌપ્રથમ ધ ન્યૂયોર્ક ટાઇમ્સ, CBS ન્યૂઝ અને એક્સિઓસ જેવા મુખ્ય મીડિયા સંગઠનો દ્વારા છાપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી કે તેઓ કયા મીડિયા હાઉસનો ઉલ્લેખ કરી રહ્યા છે.

trump3
independent.co.uk

ચીમકી આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'આ સમાચાર પ્રકાશિત કરનાર પત્રકારને અમે શોધી કાઢીશું. તેણે જેલમાં જવું પડશે. શરૂઆતમાં, સરકારે આ માહિતી સત્તાવાર રીતે જાહેર કરી નહોતી. પરંતુ પછી, કોઈએ સમાચાર લીક કરી દીધા. અમે તે મીડિયા કંપની પર કાર્યવાહી કરીશું જેણે તેને પ્રકાશિત કર્યા. અમે તે કંપનીને કહીશું, 'આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે; તેને છોડી દો, અથવા જેલમાં જાઓ.'

બીજી બાજુ, પત્રકારોએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. ધ ઇન્ડિયન એક્સપ્રેસે  અમેરિકના ફ્રીડમ ઓફ ધ પ્રેસ ફાઉન્ડેશન'માં કામ કરનારા સેથ સ્ટર્નનું નિવેદન પ્રકાશિત કર્યું. સ્ટર્ન પોતે એક પત્રકાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાચાર પ્રકાશિત કરવા એ પત્રકારોનો બંધારણીય અધિકાર છે, અને તેમને લીક થયેલી માહિતી પ્રકાશિત કરવાનો અધિકાર છે.

About The Author

Related Posts

Top News

આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

31 મે એ જ્યોતિષીઓ અને આકાશ પ્રેમીઓ માટે એક અદ્ભુત દિવસ બનવાનો છે. આ દિવસે દુર્લભ બ્લુ મૂનની ઘટના બનવાની...
Astro and Religion 
આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.