બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો કર્યો છે કે આરોપી અસદે શરૂઆતમાં સૂર્યા અને તેને મળવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ, પૂર્વયોજિત કાવતરાના ભાગ રૂપે વિવાદ કરવામાં આવ્યો હતો અને સૂર્યા પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. તેને સારવાર માટે નોઈડાની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં શુક્રવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પીડિત 11મા ધોરણનો વિદ્યાર્થી હતો.

Photo-(2)

આ ઘટનાના મુખ્ય આરોપી અસદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. પરંતુ આ મામલે નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે અસદના બાપ નવાબે જ તેને હત્યા માટે ઉશ્કેર્યો હતો અને કહ્યું હતું કે આજે આની કહાની ખતમ કરી દે. આ સાંભળતા જ અસદ સૂર્યા પર તૂટી પડ્યો હતો અને તેનું કાસળ કાઢી નાખ્યું હતું.

surya-murder-case
aajtak.in

વિક્કીના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે અસદે ફોમ કરીને તેને અને સૂર્યાને ફરવા બોલાવ્યા હતા. તેના આમંત્રણ પર, બંને નિર્ધારિત સ્થળે પહોંચ્યા હતા. અસદ પહેલાથી જ કેટલાક સાથીઓ સાથે ત્યાં હાજર હતો, તેમણે સૂર્યા સાથે બહેસ શરૂ કરી દીધી. થોડી જ વારમાં, આ વિવાદ વધી ગયો અમે બંને પક્ષો વચ્ચે ઝઘડો થવા લાગ્યો. આ દરમિયાન અસદે સૂર્યા પર ઘણી વખત છરીથી ઘા કર્યા. બંને વચ્ચે આઠ મહિના અગાઉ મારામારી થઇ હતી, ત્યારબાદ સ્થાનિકોએ તેમની વચ્ચે સમાધાન કરાવી દીધું હતું; પરંતુ, અસદ બદલાની આગમાં સળગતો રહ્યો.

photo_2026-05-31_17-14-51

આ દરમિયાન બકરી ઇદના પ્રસંગે, અસદે સૂર્યા પર છરી વડે હુમલો કર્યો. વિક્કીનો આરોપ છે, આ દરમિયાનકે અસદે સૂર્યાને અનેક આપત્તિજનક પ્રશ્નો પૂછ્યા; ત્યારબાદ તરત જ તેણે છરી કાઢીને સૂર્યાના પેટમાં ઘણી વખત છરીના ઘા કર્યા. અચાનક થયેલા હુમલાથી, સૂર્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇને જમીન પર પડી ગયો. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે જ્યારે બોલાબોલી ચાલી રહી હતી, ત્યારે બીજા એક મિત્રએ દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો. થોડીવાર માટે વાતાવરણ સામાન્ય થઇ ગયું; પરંતુ, ત્યારબાદ અસદે સૂર્યાને પાછો પોતાની પાસે બોલાવ્યો અને તેને એકાંત સ્થળે લઈ ગયો.

ઘટના બાદ, ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. ઇજાગ્રસ્ત સૂર્યાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની હાલત ગંભીર હતી. શુક્રવારે નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા.  પરિવાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે પોલીસે અસદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપી અસદને શોધવા માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે. ઘટના સાથે સંબંધિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે, અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. સૂર્યાના નિધન બાદ પરિવારમાં શોક પ્રસરી ગયો છે. પરિવારના સભ્યોએ આરોપીની તાત્કાલિક ધરપકડ અને કડકમાં કડક સજાની માંગ કરી છે.

About The Author

Top News

આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

31 મે એ જ્યોતિષીઓ અને આકાશ પ્રેમીઓ માટે એક અદ્ભુત દિવસ બનવાનો છે. આ દિવસે દુર્લભ બ્લુ મૂનની ઘટના બનવાની...
Astro and Religion 
આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.