પ્રશાંત કોરાટને કાર્ય કરતા જોઈ સવજીભાઈ કોરાટની યાદ આવે એ સહજ છે

(ઉત્કર્ષ પટેલ)

સવજીભાઈ કોરાટ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ માટે અજાણ્યું નામ નથી. સૌરાષ્ટ્રના છોટે સરદાર તરીકે જાણીતા સવજીભાઈ કોરાટનું જીવન અને કાર્ય એક સમાજસેવા સમર્પિત રહ્યું. જેતપુર વિસ્તારના જુની સાંકળી ગામમાં 6 ઓગસ્ટ 1953ના રોજ ખેડૂત પરિવારમાં જન્મેલા સવજીભાઈમાં બાળપણથી જ નેતૃત્વ સેવાભાવના ગુણો હતા. કોલેજના દિવસોમાં સામાજિક કાર્યો અને રાજનીતિમાં રચ્યા પચ્યા રહી પી.ડી. માલવીયા કોલેજના જનરલ સેક્રેટરી ( GS ) બન્યા હતા. ત્યારબાદ જેતપુર વિધાનસભા ક્ષેત્રમાંથી પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને 1995માં ફરી ચૂંટાઈને કેશુભાઈ પટેલ અને સુરેશભાઈ મહેતાની સરકારમાં માર્ગ અને મકાન તથા પંચાયત રાજ્યમંત્રી પણ બન્યા. ત્રીજી વખત ચૂંટાયા પછી કેબિનેટ મંત્રી તરીકે માર્ગ અને મકાન વિભાગમાં અદભુત અભૂતપૂર્વ કાર્ય કર્યું. 

02

સવજીભાઈની સેવા કાર્યશૈલી વિશિષ્ટ હતી. તેઓ નિડર, ખંતીલા અને સેવાભાવી વ્યક્તિત્વના ધણી હતા. ગુજરાતના કૃષિ પરિવારમાંથી આવ્યા હોય તેઓ લોકોની સમસ્યાઓને સરળતાથી સમજઈ જતા અને તેના ઉકેલ માટે થાક્યા હાર્યા વિના પ્રયત્ન કરતા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતની સરકારી કચેરીઓ, સર્કિટ હાઉસ અને બાંધકામ સ્થળો પર અચાનક રેડ કરીને ભ્રષ્ટાચાર સામે સખત કાર્યવાહી કરવાની તેમની પહેલ રાજ્યભરમાં ચર્ચામાં રહેતી હતી. તેઓ કહેતા કે “કર્મ મહાન છે, કદ નહીં.” આ મનોબળ સાથે તેઓ વિકાસના કાર્યોમાં રચ્યા પચ્યા રહેતા હતા. માર્ગ અને મકાન વિભાગમાં અનેક પુલ, રસ્તાઓ અને ગ્રામપંચાયતોની વ્યવસ્થાને મજબૂત કરવામાં તેમનું યોગદાન અમૂલ્ય હતું. તેમના સેવાલક્ષી વ્યક્તિત્વના કારણે જેતપુર અને સૌરાષ્ટ્રના લોકો તેમને “છોટે સરદાર” કહીને સંબોધતા. તેઓ જનસંપર્કને વધુ મહત્ત્વ આપતા હતા અને ગામડે-ગામડે ઘર ઘર સુધી પહોંચીને સમસ્યાઓ સાંભળતા સમજતા અને ઉકેલ લાવવા મંડી પડતા. તેમની સક્રિયતા અને નિષ્ઠા યુવાનોને પ્રેરણા આપતા.

26 નવેમ્બર 1998ના રોજ માત્ર 45 વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા ત્યારે સૌરાષ્ટ્રમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. આજે ગુજરાતમાં તેમના નામે તેમના નામે હોસ્પિટલ, પુલ અને રસ્તાઓ બનાવવામાં આવ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ તેમની પ્રતિમા અનાવરણ કર્યું હતું. શ્રી સવજીભાઈ કોરાટ ટ્રસ્ટ દ્વારા આજે પણ આરોગ્ય કેમ્પ, શિક્ષણ અને સમાજસેવાના કાર્યો ચાલે છે.

05

આવા પિતાના પુત્ર ડૉ. પ્રશાંત કોરાટને આજે સમાજની વચ્ચે એ જ જોમ જુસ્સા સાથે કર્યા કરતા જોઈને તેમની યાદ સ્વાભાવિક રીતે તાજી થાય છે. હાલ પ્રશાંત કોરાટ ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી તરીકે તરીકે કાર્યરત છે. તેઓ પણ પિતાની જેમ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવે છે. ટ્રસ્ટ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પોમાં, જનસંપર્ક અભિયાનોમાં અને સંગઠનના કાર્યોમાં તેઓ અવિરત મહેનત કરે છે. પિતાની જેમ તેઓ પણ નિડર અને ખંતીલા છે. લોકોની સમસ્યાઓને સમજીને તેના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. પ્રશાંત કોરાટની કાર્યશૈલીમાં સવજીભાઈની જેમ જ ભ્રષ્ટાચાર વિરોધી અને વિકાસલક્ષી અભિગમ જોવા મળે છે.

07

સવજીભાઈએ જે વ્યક્તિત્વનો આદર્શ સ્થાપ્યો છે તેમાં સેવા, નિષ્ઠા, નિડરતા અને લોકસેવાનો ભાવ કેન્દ્ર સ્થાને છે. પ્રશાંત કોરાટ પાસે આ જ અપેક્ષા રાખવી સ્વાભાવિક છે. તેઓ પિતાના સ્વપ્નને આગળ વધારતા, સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. તેમના કાર્યમાં પિતાની વિરાટ સ્મૃતિ છત્રછાયા બનીને પ્રેરણા આપે એ અપેક્ષિત છે. આજે જ્યારે ગુજરાતને યુવા ઉપમુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી મળ્યા છે ત્યારે ભાજપના સંગઠનને મહામંત્રી તરીકે પ્રશાંત કોરાટ મળ્યા છે જે એમની સક્રિય કાર્યશૈલીથી ગુજરાતના યુવાનોને પ્રેરણા મળી રહી છે. 

06

સવજીભાઈ કોરાટનું જીવન એક સંદેશ કહી શકાય કે સાચી સેવા કરવી એ જ સાચી રાજનીતિ છે. પ્રશાંત કોરાટ જેવા યુવાનો જે પોતાના પિતાના જીવન સંદેશથી પ્રેરણા લઈને સેવાને જીવનમંત્ર બનાવે એ ગુજરાતની અસ્મિતાને શોભે એવું જીવતું જાગતું દૃષ્ટાંત કહી શકાય.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.