- National
- ઉત્તર પ્રદેશના મદરેસામાં 'મેડ ઇન પાકિસ્તાન' પંખો આવ્યો કંઈ રીતે?
ઉત્તર પ્રદેશના મદરેસામાં 'મેડ ઇન પાકિસ્તાન' પંખો આવ્યો કંઈ રીતે?
ઉત્તર પ્રદેશના એક મદરેસામાં 'મેડ ઇન પાકિસ્તાન' લખેલો પંખો મળી આવ્યો છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પંખો ખરાબ થઈ ગયો, અને તેને રિપેર કરવા માટે બહારથી એક ઇલેક્ટ્રિશિયનને બોલાવવામાં આવ્યો. પંખાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી ગઈ. ત્યારબાદ, મદરેસાના મેનેજર સહિત 2 વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા.
શું છે છે આખો મામલો?
આજતકના અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટના કુશીનગર જિલ્લાના વિષ્ણુપુરા પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું કહેવાય છે. 'કાદરિયા હકીકતુલ-ઉલૂમ' મદરેસામાં એક પંખો ખરાબ થઇ ગયો હતો. તેને સારો કરાવવા માટે બહારથી એક ઇલેક્ટ્રિશિયનને બોલાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે જોયું કે પંખો પર 'મેડ ઇન પાકિસ્તાન' લખેલું છે. સ્થાનિક રહેવાસીઓને આ વાતની જાણ થતા જ તેમણે વિરોધ શરૂ કર્યો અને તપાસની માંગ કરી.

આ મામલાના સંવેદનશીલતા જોતા, કુશીનગરના પોલીસ અધિક્ષક (SP) કેશવ કુમારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. તેમણે જણાવ્યું કે, પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. ત્યારબાદ, પોલીસે આ પાકિસ્તાનોની વસ્તુ ભારતીય સરહદ પાર કેવી રીતે પહોંચી તેને લઇને તપાસ શરૂ કરી દીધી છે.
આ કેસના સંદર્ભમાં, પોલીસે મદરેસા મેનેજર સહિત બે વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા. તપાસમાં જાણવા મળ્યું કે પંખો સાઉદી અરેબિયાથી ખરીદવામાં આવ્યો હતો. ત્યારબાદ, પૂછપરછ માટે બોલાવવામાં આવેલા બંને વ્યક્તિઓને છોડી મૂકવામાં આવ્યા હતા.
વિષ્ણુપુરા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ (SHO) વિનય મિશ્રાએ જણાવ્યું હતું કે કેસના તમામ પાસાઓની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી હતી. પોલીસે પુષ્ટિ કરી કે પંખો ખરેખર સાઉદી અરેબિયામાં ખરીદવામાં આવ્યો હતો, અને તેની ખરીદી સંબંધિત દસ્તાવેજો પણ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ, પોલીસને કંઈ શંકાસ્પદ લાગ્યું નહીં. પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ચકાસણી પછી, જે વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

