એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ શિંદે જૂથના નેતાઓ વચ્ચે વધતી જતી વાતચીત રાજકીય અટકળોનો વિષય બની છે. મંગળવારે, શિરડીના શિવસેના (UBT)ના સાંસદ ભાઉસાહેબ રાજારામ વાકચૌરે મંત્રી ઉદય સામંત સાથે મુલાકાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત તેમના લોકસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યો તેમજ વ્યક્તિગ કામકાજને લઇને હતી. આ પહેલા, સોમવારે UBT સાંસદ નાગેશ અસ્તિકરે પણ એકનાથ શિંદે સાથે મુલાકાત કરીને તેમના પોતાના મતવિસ્તારને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો, નાસિકમાં શ્રીકાંત શિંદે દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં UBT સાંસદ રાજાભાઉની હાજરીએ આ અટકળોને વધુ વેગ આપ્યો છે.

uday-samant
marathi.abplive.com

શિંદે અને ઉદ્ધવ જૂથો વચ્ચે વધી રહી છે નિકટતા?

આ સતત મુલાકાતો બાદ, રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક સાંસદો ભવિષ્યમાં શિંદે જૂથ તરફ જઇ શકે છે. મહારાષ્ટ્રમાં અગાઉ પણ મોટા રાજકીય ઘટનાક્રમ અને પક્ષપલટાના કિસ્સાઓ જોવા મળ્યા છે; એટલે આ બેઠકોને લઇ રાજકીય મહત્ત્વ કાઢવામાં આવી રહ્યું છે. જો કે, શિંદે જૂથ અને સંબંધિત સાંસદો બંને તરફથી હાલમાં, કોઈ રાજકીય બદલાવનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ બેઠકો ફક્ત વિકાસકાર્યો, સ્થાનિક ફરિયાદો અને તેમના સંબંધિત મતવિસ્તારોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે યોજાઈ હતી. સાંસદોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી રહ્યા નથી કે પક્ષ બદલવાની તેમની કોઈ યોજના નથી.

NCP
indianexpress.com

NCPના બંને જૂથોએ બોલાવી મહત્ત્વપૂર્ણ બેઠકો

બુધવારે, શરદ પવાર અને અજિત પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથોએ જાહેરાત કરી હતી કે તેઓ મુંબઈમાં મહત્ત્વપૂર્ણ બેઠકો યોજશે, જેથી રાજ્યમાં રાજકીય વર્તુળોમાં હિલચાલ વધી ગઈ છે. જો કે, સુનેત્રા પવારના નેતૃત્વ હેઠળના જૂથે હાલમાં તેની નિર્ધારિત બેઠક મુલતવી રાખી છે. તેનાથી વિપરીત શરદ પવારે સવારે 11:00 વાગ્યે Y.B. ચવ્હાણ સેન્ટર ખાતે તેમના જૂથની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ અને ભવિષ્યની રણનીતિ ઘડવા પર ચર્ચા થવાની અપેક્ષા છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.