- Health
- શું તરબૂચ અને બિરયાની ખાવાથી જીવ જઇ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
શું તરબૂચ અને બિરયાની ખાવાથી જીવ જઇ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
આ ઘટના મુંબઈમાં બની છે, જ્યાં બિરયાની અને તરબૂચ ખાધા પછી એક જ પરિવારના 4 સભ્યોએ જીવ ગુમાવી દીધા હતા. હાલમાં, એવી શંકા છે કે આ કેસ ફૂડ પોઈઝનિંગ સાથે જોડાયેલો હોઈ શકે છે; જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. મુંબઈના પાયધુની વિસ્તારના રહેવાસી આ પરિવારના 9 સભ્યોએ રાત્રે 10:00 વાગ્યે બિરયાની ખાધી હતી. ત્યારબાદ, લગભગ 1:30 વાગ્યે તેમાંથી ચાર સભ્યોએ તરબૂચ પણ ખાધું હતી. ત્યારબાદ તેમની તબિયત બગડી ગઈ, અને એક પછી એક ચારેયનું હોસ્પિટલમાં મૃ*ત્યુ થઇ ગયું. આ ઘટનાને પગલે લોકોના મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે કે, શું તરબૂચ અને બિરયાની એકસાથે ખાવાથી આ થઈ શકે છે? શું આ પાછળનું કારણ ફૂડ પોઈઝનિંગ હોઈ શકે છે? ચાલો જાણીએ કે આ બાબતે નિષ્ણાતો શું કહે છે.
શું બિરયાની અને તરબૂચ ખાવાથી 4 લોકોના જીવ ગયા?
રાજીવ ગાંધી હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અજિત જૈન કહે છે કે, જીવ જવા પાછળનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ બહાર આવશે, પરંતુ એવું નથી કે બિરયાની અને પછી તરબૂચ ખાવું મો*ત સીધું કારણ હોય શકે છે. આ વસ્તુઓ એકસાથે ખાવાથી અથવા વચ્ચે થોડા કલાકોના ગેપ બાદ ખાવાથી તેમના જીવ ગયા હોય, એવું શક્ય નથી. આ ઘટના આ વસ્તુઓને ખુલ્લામાં રાખવા અને તેનાથી થયેલી ફૂડ પોઈઝનિંગને કારણે થઈ શકે છે.
ડૉ. જૈનના મતે, જ્યારે ખાદ્ય પદાર્થોને ખુલ્લામાં ઘણા કલાકો સુધી ખુલ્લા રાખવામાં આવે છે, ત્યારે તેમાં ખતરનાક બેક્ટેરિયા પેદા થઇ શકે છે. પછી ભલે તે ફળ હોય, બિરયાની હોય કે અન્ય કોઈપણ પ્રકારનો ખોરાક હોય, તેને કલાકો સુધી ખુલ્લા રાખવાથી એક એવું વાતાવરણ બને છે જ્યાં સ્ટેફાયલોકોકસ ઓરિયસ, સાલ્મોનેલા એન્ટરિટિડિસ અને એસ્ચેરીચિયા કોલાઇ જેવા બેક્ટેરિયા પેદા થઇ શકે છે. આ બધા બેક્ટેરિયા અત્યંત ખતરનાક છે. જ્યારે કોઈ વ્યક્તિ આવા દૂષિત ખોરાકનું સેવન કરે છે, ત્યારે આ બેક્ટેરિયા પાચનતંત્રમાં પ્રવેશ કરે છે અને ફૂડ પોઈઝનિંગથી લઈને સેપ્સિસ સુધીની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
ફૂડ પોઇઝનિંગ જીવ જવાનું કારણ કેવી રીતે બની શકે છે?
સફદરજંગ હૉસ્પિટલના ભૂતપૂર્વ નિવાસી ડૉ. દીપક કુમાર કહે છે કે જ્યારે ફૂડ પોઇઝનિંગને સામાન્ય ઉલટી અને ઝાડા માનીએ છીએ, પરંતુ તે ચોક્કસ કિસ્સાઓમાં જીવલેણ સાબિત થઈ શકે છે. કેટલાક લોકોને જો વારંવાર ઉલટી થાય છે, તો તે શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે ય છે. તેની સાથે જ ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ઝડપથી ઘટી શકે છે. આ સ્તરોમાં ઘટાડાની સીધી અસર બ્લડ પ્રેશર પર પડી શકે છે; બ્લડ પ્રેશર ઝડપથી ઘટીને 50 થી નીચે આવી શકે છે. આ પરિસ્થિતિ આઘાત જેવી સ્થિતિ બનાવે છે, જે જીવલેણ બની શકે છે.
ડૉ. દીપક કહે છે કે ફૂડ પોઇઝનિંગ પણ સેપ્સિસનું કારણ બની શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા લોહીના પ્રવાહમાં ફેલાવા લાગે છે આબે લોહીમાં સેપ્ટિસ થઈ જાય છે. સેપ્સિસ એક અત્યંત ખતરનાક હોય છે. તે જીવ જવાનું કારણ પણ બની શકે છે.
ખુલ્લામાં રાખેલો ખોરાક ખાવાનું ટાળો
ડૉ. જૈન એવી સલાહ આપે છે કે, ક્યારેય પણ ખુલ્લામાં રાખેલો ખોરાક ન ખાઓ. ખાસ આ ઋતુ દરમિયાન તો જરાય નહીં. જો તમે ફળને કાપ્યા છે તો તેને તરત જ ખાઈ લો. તેવી જ રીતે, બિરયાની અથવા શાકભાજી અથવા ભાત જેવી વાનગીઓ રાંધ્યાના 30 મિનિટથી એક કલાકની અંદર ખાઈ લેવી જોઈએ. જો, કોઈપણ કારણોસર તમારે બે કલાકની અંદર ખાવો હોય તો તેને ઢાંકી દો. આ ખોરાકની વસ્તુઓમાં બેક્ટેરિયાના પ્રસારનું જોખમ ઘટાડે છે.
આ લક્ષણોને અવગણશો નહીં
સતત ઉલટી
ઝાડા
સખત તાવ
માથાનો દુઃખાવો.

