‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

આદિત્ય ધારની ફિલ્મ ધુરંધર: ધ રીવેન્જ ભારતમાં બોક્સ ઓફિસના રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી વિશ્વભરમાં 1,100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ ખાસ કરીને પાકિસ્તાનના લ્યારીના ગેંગ વૉર અને રાજકારણનું ચિત્રણ કરે છે. પાકિસ્તાનના લ્યારી વિસ્તારના રહેવાસીઓએ આના પર પ્રતિક્રિયા આપી છે, ફિલ્મની કમાણીનો મોટો હિસ્સો તેમના શહેરના વિકાસ માટે માંગ્યો છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

dhurandhar-the-revenge.jpg-2

'કમ્પેરિઝન ટીવી' નામની એક યુટ્યુબ ચેનલે લ્યારીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં સ્થાનિક લોકો ફિલ્મની સફળતા પર પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ કહે છે કે, ‘લ્યારી પર બનેલી આ ખૂબ મોટી ફિલ્મ છે, અને તેણે ખૂબ રકમ કમાઈ છે. જો લ્યારીમાં વિકાસ થાય તો અહીં યોગ્ય રસ્તા બનાવી શકાય છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, ‘જો ફિલ્મ 1,000 કરોડ રૂપિયા કમાઈ રહી છે, તો લ્યારીના લોકોને 500 કરોડ રૂપિયા આપી દો. અડધી કમાણી મળી જાય તો અહીં રસ્તાઓ બની જશે. બાળકોના પગમાં ફોલ્લા પડી જાય છે.

બીજા એક રહેવાસીએ કહ્યું કે, ‘અમે લાંબા સમયથી માંગણીઓ કરી રહ્યા છીએ, છતા લ્યારીના લોકોને કંઈ મળતું નથી. આપી દો ભાઈજાન. જ્યારે યુટ્યુબરે પૂછ્યું કે તેમને કેટલા પૈસા મળવા જોઈએ? ત્યારે રહેવાસીએ જવાબ આપ્યો કે, ‘ઓછામાં ઓછા કરોડો રૂપિયા મળવા જોઈએ. 70-80% મળવા જોઈએ કારણ કે કમાણી લ્યારીના નામ અને તેની પરિસ્થિતી બતાવીને જ થઈ છે. તો તેને દાન કરવું જોઈએ.

ભારતીય ફેન્સે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, ‘એવું લાગે છે કે લ્યારીના લોકો આદિત્ય પાસે વિકાસ માંગે છે. ચાલો વધુ કન્ટેન્ટ બનાવીને ડીલ કરીએ. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આદિત્ય ધર, લ્યારીમાં તમારા નામનો રસ્તો બનાવવો જોઈએ. કેટલાક લોકોએ તેને મજાકિયો વીડિયો ગણાવ્યો તો કેટલાકે તેને શરમજનક કહ્યો.  

dhurandhar-the-revenge.jpg-3

ધુરંધરમાં રણવીર સિંહ એક ભારતીય જાસૂસ હમઝાની ભૂમિકા ભજવી રહ્યો છે, જે લ્યારીની ગેંગ્સમાં ઘૂસીને અંડરવર્લ્ડ અને આતંકી નેટવર્કને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ લ્યારીના ગેંગ વૉરનું ચિત્રણ કરે છે અને તેમાં બતાવવામાં આવ્યું છે કે, રણવીરનું પાત્ર કેવી રીતે મોટો નેતા બની જાય છે, જ્યારે તે પોતાનું મિશન પૂરું કરી રહ્યો હોય છે.

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, આ સ્પાઈ એક્શન ફિલ્મમાં અર્જૂન રામપાલ, આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત, રાકેશ બેદી અને સારા અર્જૂન પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. પહેલી ફિલ્મે 1,300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજી ફિલ્મે અત્યાર સુધીમાં 1,100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જેમાં ભારતમાં 750 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી ચૂકી છે.

dhurandhar-the-revenge.jpg-4

આ ફિલ્મ રીલિઝ થયા બાદથી જ શાનદાર કમાણી કરી રહી છે. પહેલા દિવસે 40 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી અને સતત બે દિવસ 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ. ફિલ્મનો ક્રેઝ હજી પણ ઓછો થયો નથી.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.