વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20 વર્લ્ડ કપની મહત્ત્વપૂર્ણ સુપર 8 મેચ (ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ)માં ખૂબ મોટી ભૂલો કરી દીધી. એક ભૂલ જે ભારતીય ટીમ માટે ખૂબ મોંઘી સાબિત થઇ શકે છે. મેચમાં ટોસ જીતીને, ભારતીય ટીમે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ પ્રથમ 2 ઓવરમાં સારી બોલિંગ કરી હતી. 2 ઓવર બાદ, વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 13 રન હતો, જેમાં કોઇ વિકેટ ગુમાવી નહોતી.

varun
BCCI

વરુણની મોટી ભૂલ

અર્શદીપ ત્રીજી ઓવર ફેંકવા આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર, રોસ્ટન ચેઝે કવર તરફ શૉટ માર્યો. ત્યાં ઊભેલા વરુણ ચક્રવર્તીએ બોલ કટ કર્યો. ત્યારે ચેઝ રન માટે દોડી રહ્યો, પરંતુ બીજા છેડે શાઇ હોપ બોલ જોઇ રહ્યો હતો. હોપ અડધી પીચ પર ઊભો હતો. પરંતુ, વરુણે ખોટા છેડે બૉલ ફેંકી દીધો. જો થ્રો કીપરના તરફ ફેંકવામાં આવ્યો હોત, તો ચેઝને સીધો જ પેવેલિયન ભેગો કરી દેવાયો હોત. તે સમયે તે માત્ર એક રન પર બેટિંગ કરી રહ્યો હતો.

અભિષેકે સરળ કેચ છોડ્યા

વેસ્ટ ઇન્ડીઝે 4 ઓવરમાં 28 રન બનાવી લીધા હતા. જસપ્રીત બૂમરાહ પાંચમી ઓવર નાખવા આવ્યો હતો. તેની પહેલી ઓવર હતી. રોસ્ટન ચેઝે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. બૂમરાહે પાંચમો બોલ સ્લૉ નાખ્યો હતો અને ચેઝ ફસાઇ ગયો. બૉલ એક્સ્ટ્રા કવર ઉપર ઉઠ્યો. પરંતુ ત્યાં ઉભેલા અભિષેક શર્માએ સરળ કેચ છોડી દીધો. તે સમયે રોસ્ટન ચેઝ 14 રન પર રમી રહ્યો હતો.

abhishek
espncricinfo.com

વેસ્ટ ઇન્ડીઝીની ટીમે આ મહત્ત્વપૂર્ણ સુપર-8 મેચમાં સારી શરૂઆત કરી હતી. ટીમે પ્રથમ 6 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 45 રન બનાવ્યા હતા. ત્યારબાદ પણ અભિષેક શર્માએ વધુ એક કેચ છોડ્યો હતો. પહેલી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝે સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત તો સારી થઇ હતી, પરંતુ પાવરપ્લેમાં જ 41 રન પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, એક તરફ સંજૂ ટકી રહ્યો અને સમાજદારીપૂર્વકની ક્રિકેટ રમીને ભારતીય ટીમને સેમિફાઇનલની ટિકિટ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. હવે જોવાનું એ રહેશે કે સેમિફાઇનલમાં ભારત પોતાની ભૂલો સુધારે છે કે નહીં.

About The Author

Related Posts

Top News

બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસ પુરવઠો ખોરવાયા બાદ, સરકાર અને તેલ કંપનીઓએ ગભરાટ ટાળવા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા...
Business 
બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને પરિણામો આવવાના હજુ બાકી છે. જોકે, મતદાન...
National 
EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો...
National 
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું...
Gujarat 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા,  CEO, સંબોધન
Copyright (c) Khabarchhe All Rights Reserved.