વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું છે. આ સફળતા સ્પષ્ટ નીતિઓ, માંગ પહેલાં ઊભી કરાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિશ્વસનીય વીજ પુરવઠો, મજબૂત લોજિસ્ટિક્સ અને એવા વાતાવરણનું પરિણામ છે જ્યાં પ્રોજેક્ટ્સ આત્મવિશ્વાસ સાથે નિર્ણયથી અમલીકરણ સુધી પહોંચે છે. 

અમે હજીરાને અમારી આધારભૂત જગ્યા તરીકે પસંદ કરી કારણ કે તે અમને વિશાળ સ્તરે ઉત્પાદન કરવાની અને ભારત તથા વૈશ્વિક બજારોમાં ગુણવત્તાયુક્ત અને અદ્યતન સ્ટીલ ગ્રેડ સપ્લાય કરવાની તક આપે છે. આજે, હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ ભારતના કેટલાક પ્રોજેક્ટ્સનો ભાગ છે,  જેમાં INS Surat, અંજી–ખાડ અને ચેનાબ રેલ બ્રિજ, રોહતાંગ ટનલ (અટલ ટનલ), બોગીબિલ બ્રિજ અને દેશભરના વિવિધ હાઈવે વગેરે, આ “Made in Gujarat, for India”નું ગૌરવપૂર્ણ પ્રદર્શન છે.

28

હજીરામાં અમારી ક્ષમતા 9 મિલિયન ટનથી 15 મિલિયન ટન સુધી વધારવાની પ્રક્રિયા અદ્યતન તબક્કામાં છે, અને પૂર્ણ થયા પછી હજીરા વિશ્વના સૌથી મોટા ઈન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ્સમાં સ્થાન મેળવશે. ગઈકાલે જ અમે અમારી નવી PLTCM લાઈનનું ઉદ્ઘાટન કર્યું છે, જે ઓટોમોટિવ ક્ષેત્રમાં આયાતના વિકલ્પને મજબૂત બનાવે છે અને આત્મનિર્ભર ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. બે દિવસ પહેલાં અમે સણંદમાં અમારી સર્વિસ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું છે, જે ગ્રાહકોની નજીક અમારી ડાઉનસ્ટ્રીમ ક્ષેત્રમાં મજબૂતાઈ દર્શાવે છે. પરંતુ ક્ષમતા માત્ર અમારી વિકાસ તરફની યાત્રાનો એક ભાગ છે. અમે અનેક “પ્રથમ” બાબતો પર ગૌરવ અનુભવી રહ્યા છીએ. અમે ભારતનું પ્રથમ ઈન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ છીએ જેને Green Steel Taxonomy હેઠળ ગ્રીન સ્ટીલ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. અમે પ્રથમ બહુરાષ્ટ્રીય કંપની છીએ જેણે GIFT Cityમાં ગ્લોબલ ટ્રેઝરી સેન્ટર સ્થાપિત કર્યું છે, જે ગુજરાતને ઉદયમાન વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે મજબૂત બનાવે છે. 

NAMTECH દ્વારા અમે નવયુવાનોને તાલીમ આપવાનું કાર્ય પણ હાથ ધર્યુ છે. જેમાં મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી, ડિઝાઇન અને AI, સસ્ટેનેબિલિટી, રોબોટિક્સ અને આગામી પેઢીની ટેક્નિકલ શિક્ષણનો સમાવેશ થાય છે. આ સાથે હાલમાં તાતી જરૂરિયાત સમાન સેમિકન્ડક્ટર્સ અને ઓટોમેશનનો સમાવેશ પણ થાય છે, અમારી આ પહેલ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યનું યોગદાન પુરૂ પાડી રહ્યું છે. 

જ્યારે અમે ગુજરાતની વાત કરીએ છીએ, ત્યારે સુરતની વાત કરવી અનિવાર્ય છે, જો રાજ્ય વિશાળ સ્તરે અમલીકરણનું પ્રતિનિધિત્વ કરે છે, તો સુરત તેનું ઉદ્યોગસાહસિક હૃદય છે—અદ્ભુત ઝડપ, અનુકૂલનક્ષમતા અને વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાનું શહેર, આ ભાવના અમારી DNAમાં છે. 

ગુજરાત સરકારના સતત સહકાર સાથે, અમે વધુ રોકાણ કરવા અને રાજ્યના વિકાસ પ્રવાસમાં અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તૈયાર છીએ. જ્યારે કોઈ રાજ્ય સતત ઉદ્યોગ પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે, ત્યારે ઉદ્યોગ પણ પ્રતિબદ્ધ રહે છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.