વિશ્વ આરોગ્ય દિવસ પર જી. ડી. ગોયેન્કા સ્કૂલમાં ડૉ. જગદીશ સખિયા દ્વારા ‘ટીન સ્કિન કેર’ જાગૃતિ સત્રનું કરાયું આયોજન

સુરત: વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વેસુ સ્થિત જીડી ગોએન્કા સ્કૂલ ખાતે “ટીન સ્કિન કેર: મિથ્સ, મિસ્ટેક્સ એન્ડ સ્માર્ટ હેબિટ્સ ફોર હેલ્ધી સ્કિન” વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું નેતૃત્વ પ્રખ્યાત ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

શાળાના એવી રૂમ ખાતે યોજાયેલા આ સત્રમાં 60થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં શૈક્ષણિક નિયામક અને આચાર્ય ડૉ. શ્રુતિ અગ્રવાલ તેમજ પ્રાથમિક વિભાગના ડીન ડૉ. શિલ્પા સૂર્યા પણ હાજર રહ્યા હતા. સમગ્ર સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો જેથી સત્ર ખાસ ઇન્ટરેક્ટિવ રહ્યું હતું.

23

સત્ર દરમિયાન ડૉ. જગદીશ સખિયાએ જણાવ્યું કે હતું કે વેકેશનમાં મનોરંજન માટે વોટર પાર્ક સૌથી ચહીતો વિકલ્પ હોય છે, પરંતુ ત્વચાની સંભાળમાં નિષ્કાળજી રાખવી હિતાવહ સાબિત થઇ શકે છે. તેમણે સુરતના લોકો અંગે રસપ્રદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સુરતીઓ ઘણીવાર હૃદયના સ્વાસ્થ્યને અવગણે છે, પરંતુ ત્વચા સંભાળ પ્રત્યે ખૂબ જ સભાન રહે છે. તેમણે વધુમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો અહીં બેસેલા તમામ વિદ્યાર્થીઓના હેલ્થ ટેસ્ટ કરવામાં આવે તો મોટાભાગે બી12 અને હિમોગ્લોબિનની અછત જોવા મળી શકે. વાળની સંભાળ અંગેના મિથ્સ દૂર કરતાં તેમણે કહ્યું કે, તેલનો ઉપયોગ વાળને નુકસાન પહોંચાડે છે તે માત્ર કલ્પના છે, હકીકતમાં આ આદત હેલ્થી વાળ માટે મહત્વપૂર્ણ છે. ફાસ્ટ ફૂડના વધતા પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરતા ડૉ. જગદીશ સખિયાએ કહ્યું હતું કે, વીકએન્ડ દરમિયાન ફાસ્ટ ફૂડની આદતોને નિયંત્રિત કરવી અથવા તેને હેલ્થી વિકલ્પોથી બદલવી જરૂરી છે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, અંદરથી સ્વસ્થ રહેવું એ ત્વચા પર નેચરલ ગ્લો તરીકે દેખાય છે.

આ સત્રમાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગીદારી દર્શાવી અને ત્વચા સંભાળની દૈનિક દિનચર્યાઓ તેમજ આહાર સંબંધિત માર્ગદર્શન અંગે ઊંડો રસ દાખવ્યો હતો. 
ડૉ. જગદીશ સખિયાએ ખીલ, વાળ ખરવા અને વ્યક્તિગત સ્વચ્છતા માટે સરળ અને અનુસરવા યોગ્ય દૈનિક ટિપ્સ પણ શેર કરી હતી. સાથે સાથે સંતુલિત આહાર, પૂરતું પાણી પીવું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો, જેથી વિદ્યાર્થીઓ આંતરિક આરોગ્ય અને બાહ્ય ત્વચા વચ્ચેના સંબંધને સારી રીતે સમજી શકે.

About The Author

Related Posts

Top News

આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 17 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા...
World 
આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

IPL મેચ પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે હાથ ન મળાવવા બદલ વિરાટ કોહલીને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો અને સોશિયલ મીડિયા...
Sports 
હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસે દબોચી...
Gujarat 
RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?

મહારાષ્ટ્રના સંભાજીનગરના એક યુવક અભિજીત ભગવાનરાવ દીપકેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. અભિજીત સોશિયલ મીડિયા...
National 
'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.