વર્તમાનને આજે વર્ધમાનની જરૂર છે, દુનિયાએ મહાવીર ચિંધ્યા રાહે જાવું પડશે

 

તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિન એટલે જગત ના કલ્યાણ અને યોગક્ષેમ નો દિન.

ચૈત્ર સુદ તેરસના દિવસે દેવાધિદેવ પ્રભુ મહાવીરનો જન્મ થયો હતો. ક્ષત્રિયકુંડ નગરની ધરતી ઉપર પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના ઘરે પ્રભુ અવતર્યા ત્યારે ચારે તરફ પૃથ્વી પર ઉત્સવનું વાતાવરણ પ્રગટ્યું હતું. સૌ જીવોએ સુખનો અનુભવ કર્યો હતો.

મહાવીર સ્વામીનો આત્મા જ્યારે માતા ત્રિશલાના ગર્ભમાં આવ્યો તે દિવસથી જ સમગ્ર રાજ્યમાં ચોમેર ધન, ધાન્ય, સંપત્તિ, ઋદ્ધિ, શક્તિ, સ્નેહ,સદભાવના, યશ કીર્તિ, ની વૃદ્ધિ થવા લાગી. ચારે તરફ આ શુભ તત્વનું વૃદ્ધિકરણ જોઈ માતા પિતાએ વિચાર કર્યો કે જયારે આ બાળક જન્મશે ત્યારે તેનું નામ વર્ધમાન પાડશું. બાળ વર્ધમાન ખૂબ જ બલવાન હતા. શરીરનું બળ ઉપરાંત ભીતરનું દ્રઢ આત્મબળ હતું. આ જોઈને દેવોએ તેમનું નામ મહાવીર પાડ્યું. આમ, વર્ધમાન હવે મહાવીર બન્યા.

સાડા બાર વર્ષની ઘોર સાધના દરમિયાન મહાવીર સ્વામીનું દ્રઢ આત્મબળ સતત અડગ રહ્યું.મેરુ પર્વતની જેમ તેઓ અડગ રહ્યા અનેક દુઃખો તેમણે સહન કર્યા તેમનું જીવન જ તેમનો ઉપદેશ હતું. સર્વ સ્વીકારની સાધના એ તેમનું જીવન હતું. મહા વીર હોવા છતાં તેમણે સારી નરસી સર્વ સ્થિતિનો સ્વીકાર કર્યો.

ચંડ કૌશિક નામના ભયંકર સર્પે ભગવાનના ચરણે ડંખ માર્યો છતાં ભગવાન ના મુખે કરુણા નીતરતા શબ્દો સરી પડ્યા કે ચંડ કૌશિક તું બોધ પામ, ગોવાળિયા એ કાનમાં ખીલા ઠોક્યા તો પણ મહાવીર સ્વામીના હૃદયના કરુણાના નીર ન સુકાયા.

સાડા બાર વર્ષની સાધનાના અંતે પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.આ જ્ઞાનના પ્રકાશમાં જગતના કલ્યાણ માટે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના મહાન સત્યોને ઉજાગર કર્યા. પ્રભુનો ઉપદેશ માત્ર શબ્દોમાં ન હતો, પરંતુ પ્રાયોગિક હતો ઓછામાં ઓછી હિંસાથી કેવી રીતે જીવી શકાય તેવી જીવનશૈલી તેઓએ બતાવી. વિશ્વયુદ્ધના આરે ઉભેલી દુનિયાને આજે અહિંસાના ઉદગાતા મહાવીર સ્વામીના ઉપદેશના અમલની વિશેષ જરૂર છે.

વર્તમાનને આજે વર્ધમાનની જરૂર છે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીર ચિંધ્યા રાહે જાવુંપડશે.

                                                                                                                                          શ્રેણિક વિદાણી

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-05-2026 વાર- બુધવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.