ABS પ્રમાણિત EQ70 વેલ્ડેડ પાઇપ્સ સાથે AM/NS Indiaએ સ્થાપ્યો વૈશ્વિક માપદંડ

હઝીરા - સુરત, મે 14, 2026: વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હઝીરા સ્થિત તેની પાઇપ મિલ ખાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ સબમર્જ આર્ક વેલ્ડીંગ (SAW) ટેક્નોલોજી દ્વારા EQ70 અલ્ટ્રા-હાઇ-સ્ટ્રેન્થ વેલ્ડેડ પાઇપ્સનું સફળ ઉત્પાદન કર્યું છે, જે પાઇપ ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વસ્તરે પ્રથમ સિદ્ધિ માનવામાં આવે છે. આ પાઇપ્સને અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (ABS) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે, જે ઓફશોર એપ્લિકેશન્સ માટેના કડક આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે.

AM/NS India હાલ ભારતમાં એકમાત્ર કંપની છે જે આ ગુણવત્તા સભર પાઈપ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. આ પાઈપ્સનો ઉપયોગ તેલ અને ગેસ ઉદ્યોગમાં લાંબા અંતરના પાઈપલાઈન ટ્રાન્સપોર્ટેશન માટે થાય છે. આ પાઈપ ખૂબ જ હાઈ-સ્ટ્રેન્થ, પ્રેશર-રેઝિસ્ટન્ટ અને કાટપ્રતિરોધક હોવાથી તે ઓનશોર અને ઓફશોર બંને પ્રકારની પાઈપલાઈન માટે યોગ્ય છે.

5

આ સિદ્ધિ ઓફશોર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કરે છે અને ભારત સરકારની “Make in India” પહેલને મજબૂત સમર્થન આપે છે. સાથે જ યુરોપથી સરળ રીતે આયાત થતી પાઇપ્સ પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

EQ70, જે API 5L X100Q સમકક્ષ ગ્રેડ છે, એક હાઇ-સ્ટ્રેન્થ લો-એલોય સ્ટીલ છે, જેમાં ઓછામાં ઓછી 690 MPa યિલ્ડ સ્ટ્રેન્થ તથા ઉત્તમ ટફનેસ છે. આ ગુણધર્મો તેને જૅકઅપ રિગ્સમાં લેગ બ્રેસિંગ અને ડીપવોટર પાઇપલાઇન્સ જેવી અત્યંત પડકારજનક ઓફશોર એપ્લિકેશન્સ માટે આદર્શ બનાવે છે. તેની ઊંચી મજબૂતીના કારણે પાઇપ્સને વધુ પાતળી અને હળવી બનાવવી શક્ય બને છે, જ્યારે તેની અદ્યતન વેલ્ડેબિલિટી અને કાટપ્રતિકારક ક્ષમતા કઠિન સમુદ્રી પરિસ્થિતિઓમાં પણ વિશ્વસનીયતા જાળવે છે.

EQ70 વેલ્ડેડ પાઇપ્સનું સફળ ઉત્પાદન વૈશ્વિક સ્તરે પ્રથમવાર શક્ય બન્યું છે, જે સુરક્ષા, ટકાઉપણું અને ખર્ચ-અસરકારક ઉત્પાદન માટે નવા ઉદ્યોગ ધોરણો સ્થાપિત કરે છે. આ નવીનતા ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને યુરોપિયન આયાત પરની નિર્ભરતા ઘટાડશે.

6

આ કન્સેપ્ટથી લઈને ABS સર્ટિફિકેશન સુધીની સફર આશરે 12 મહિના ચાલી હતી, જેમાં સતત ટ્રાયલ્સ, પ્રક્રિયા સુધારણા અને કડક પરીક્ષણો દ્વારા ABSના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરવામાં આવ્યા હતા. AM/NS India હવે વૈશ્વિક ઓફશોર બજારોમાં EQ70 વેલ્ડેડ પાઇપ્સની સપ્લાય માટે તૈયાર છે, જે વિશ્વભરના મરીન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે સપ્લાય સુરક્ષા વધારશે અને ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થશે. આગળ વધતા, કંપનીની પાઇપ મિલ SAW ટેક્નોલોજી દ્વારા હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટેશન માટેના પાઇપ 

ગ્રેડ્સ વિકસાવવા પર કાર્યરત છે, જે સ્વચ્છ ઊર્જા અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કંપનીની લાંબાગાળાની વ્યૂહરચનાને અનુરૂપ છે.
આ સિદ્ધિ ઊર્જા અને મરીન ક્ષેત્ર માટે વિશિષ્ટ સ્ટીલ સોલ્યુશન્સ વિકસાવવાની AM/NS Indiaની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને “સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર્સ” ના કંપનીના ઉદ્દેશને સાકાર કરતી વૈશ્વિક નવીનતામાં વિશ્વસનીય ભાગીદાર તરીકેની તેની ભૂમિકાને વધુ સશક્ત બનાવે છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.