માતા પ્રેમ સંબંધની વિરુદ્ધ હતી, દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને પતાવી નાખી

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પારિવારિક સંબંધોને શર્મસાર કરનારી ભયાનક ઘટના સામે આવી છે. જે માતાએ પુત્રીને જન્મ આપ્યો, ઉછેરીને મોટી કરી, તે જ પુત્રીએ પોતાના પ્રેમ સંબંધને હાંસલ કરવા માટે માતાની હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું. પુત્રી તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેની માતા આ સંબંધની વિરુદ્ધ હતી. માતાનો વિરોધથી બંને પ્રેમીઓને પસંદ ન આવ્યું અને તેમણે માતાને રસ્તામાંથી હટાવવા માટે એક ખતરનાક યોજના બનાવી. ઘરના બધા સભ્યો મેળામાં જતા રહ્યા અને ત્યારે પ્રેમીએ ઘરમાં ઘૂસીને ઈંટના ઘા મારીને માતાની હત્યા કરી નાખી.

પોલીસે પ્રેમી અને મૃતિકાની પુત્રીની ધરપકડ કરી છે. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે, પોલીસે હત્યામાં વપરાયેલી ઈંટ, લોહીથી ખરડાયેલા કપડાં, શૂઝ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઘટના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના રસૂલપુર ગિરસા ગામમાં બની હતી. 20 નવેમ્બરની રાત્રે લગભગ 10:30 વાગ્યે પોલીસને માહિતી મળી હતી કે ઘરની અંદર 50 વર્ષીય મહિલા રાજમતિની હત્યા કરી દેવામાં આવી છે.

murder
aajtak.in

ઘટનાની જાણ થતાં જ SP સત્યનારાયણ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પરથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. આ મામલે હત્યાનો ગુનો નોંધીને પોલીસની ત્રણ ટીમોને આ કેસ ઉકેલવાની જવાબદારી સોંપવામાં આવી. ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ, CCTV ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે, પોલીસે દિલીપ કુમાર સરોજ અને મૃતક મહિલાની પુત્રી શૈલજા દેવી (ઉર્ફે વિદ્યા)ને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી.

તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક મહિલાની સૌથી નાની પુત્રી શૈલજા દેવી (ઉર્ફે વિદ્યા), તેની મોટી બહેનના પતિના નાના ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ શૈલજાની માતા રાજમતિ આ સંબંધની વિરુદ્ધ હતી. માતાના આ વિરોધને કારણે જ તેને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

crime scene
dnaforensics.in

20 નવેમ્બરે શૈલજાએ દિલીપને ફોન કરીને જણાવ્યું કે, પરિવારના બધા લોકો મેળો જોવા જશે અને તેની માતા ઘરે એકલી રહેશે. આ તકનો લાભ ઉઠાવીને દિલીપ ઘરે પહોંચ્યો અને ઈંટના ટુકડા વડે મહિલાના માથા પર જબરદસ્ત પ્રહાર કરીને તેની હત્યા કરી નાખી. ઘટના બાદ, તેણે ઈંટને એક તળાવ પાસે ફેંકી દીધી, પોતાના કપડાં અને શૂઝ સાફ કરીને મેળામાં જતો રહ્યો. જેથી કોઇને શંકા ન જાય.

પોલીસે આરોપી દિલીપની ધરપકડ તિલૈયા ટિકુર પુલ પાસેથી કરી, જ્યારે શૈલજાને તેના ઘરેથી પકડી પાડવામાં આવી હતી. દિલીપે આપેલી માહિતીના આધારે પોલીસે હત્યામાં વપરાયેલો ઈંટનો ટુકડો, લોહીથી ખરડાયેલા કપડાં, શૂઝ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. એડિશનલ SP અમિતા સિંહે જણાવ્યું કે માથું કચડીને મહિલાની હત્યા કરવામાં આવી હતી. મહિલાની પુત્રી અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રેમી મોટી બહેનનો દીયર છે.

About The Author

Top News

માતા પ્રેમ સંબંધની વિરુદ્ધ હતી, દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને પતાવી નાખી

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પારિવારિક સંબંધોને શર્મસાર કરનારી ભયાનક ઘટના સામે આવી છે. જે માતાએ પુત્રીને જન્મ આપ્યો, ઉછેરીને મોટી...
National 
માતા પ્રેમ સંબંધની વિરુદ્ધ હતી, દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને પતાવી નાખી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-11-2026 દિવસ: મંગળવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

700 રન બનાવ્યા તેમ છતા હાથમાં આવેલી મેચ કેવી રીતે ગુમાવી બેઠી ભારતીય ટીમ, બેસિન રિઝર્વમાં થાપ ખાઈ ગયો ગિલ?

સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગી શકે છે કે કોઈ ટીમ 720 રન બનાવીને પણ મેચ ન જીતી શકી. પરંતુ બેસિન...
Sports 
700 રન બનાવ્યા તેમ છતા હાથમાં આવેલી મેચ કેવી રીતે ગુમાવી બેઠી ભારતીય ટીમ, બેસિન રિઝર્વમાં થાપ ખાઈ ગયો ગિલ?

ઓળખાણ બદલીને 8 હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરી જીવન બરબાદ કરનાર જુમ્માઉદ્દીન અહેમદની ધરપકડ

આસામના નાગાંવ જિલ્લામાં પોલીસે એક મુસ્લિમ પુરુષની ધરપકડ કરી છે. તેના પર હિન્દુ હોવાનો અને અલગ અલગ ઓળખનો ઉપયોગ કરીને ...
National 
ઓળખાણ બદલીને 8 હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરી જીવન બરબાદ કરનાર જુમ્માઉદ્દીન અહેમદની ધરપકડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.