પુત્રીના લગ્ન 25 નવેમ્બરે થવાના હતા, પ્રેમી સાથે ભાગી જતા માતાએ આઘાતમાં જીવ ગુમાવ્યો; પિતાએ જીવિત પુત્રીનું પિંડદાન કરી દીધું

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં એક પિતાએ પોતાની જીવિત એકમાત્ર પુત્રીનું 'પિંડદાન' કરી દીધું. પુત્રીના તેના પ્રેમી સાથે ભાગી જવા અને ત્યારબાદ પત્નીના મૃત્યુથી ભાંગી પડેલા આ પિતાએ, પોતાની પત્નીની સાથે પુત્રીનું પણ તેરમું કરી નાખ્યું. પિતાનું કહેવું છે કે પુત્રીના આ પગલાને કારણે તેમની પત્નીને ભારે આઘાત લાગ્યો હતો, ત્યારબાદ તેનું મૃત્યુ થઇ ગયું. પત્નીને ગુમાવવા અને પુત્રી દ્વારા ઘર છોડીને જતા રહેવાના આ બેવડા દર્દથી તૂટી ગયેલા પિતાએ હવે પોતાની પુત્રીને તમામ જંગમ અને સ્થાવર મિલકતમાંથી બેદખલ કરવાનો નિર્ણય લીધો છે.

આ ઘટના કૌશામ્બી જિલ્લાના સંદિપન ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મુરતગંજ-પલ્હાના રોડની હતી. અહીના રહેવાસી રાજુ ગુપ્તાને એક પુત્રી છે, જેની ઉંમર લગભગ 19 વર્ષ છે અને તે ઇન્ટરમીડિયેટની વિદ્યાર્થીની છે. તેના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને તારીખ પણ નક્કી થઈ ગઈ હતી; પરંતુ આ અગાઉ એવી ઘટનાઓ બની, જેણે પિતાને અંદરથી ભાંગી નાખ્યા.
તે કોલેજ જવા નીકળી હતી અને ક્યારેય ઘરે પાછી ફરી નહીં. 

પરિવારજનોના જણાવ્યા અનુસાર, રાજુ ગુપ્તાની પુત્રી 15 ઓક્ટોબરે કોલેજ જવાનું કહીને ઘરની બહાર નીકળી હતી. લાંબા સમય સુધી તે પાછી ન આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી. બાદમાં જાણવા મળ્યું કે તે ધન્ની ગામના રહેવાસી તેના પ્રેમી અમરદીપ રૈદાસ સાથે જતી રહી છે. દીકરીના આ પગલા પરિવાર પરેશાન થઇ ગયો.

Gold-Prices
facebook.com

રાજુ ગુપ્તાનો આરોપ છે કે પુત્રી ઘર છોડીને જતી રહેતા તેની પત્ની પાર્વતીના આઘાત લાગ્યો. પત્નીની ઉંમર લગભગ 40 વર્ષ હતી. પિતાના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ તેમની પત્નીનું અવસાન થયું. એક તરફ તેમની એકમાત્ર પુત્રી ઘર છોડીને જતી રહેવાનું દુઃખહતું, જ્યારે બીજી તરફ પત્નીના મોતે પરિવારને આઘાતમાં નાખી દીધો. રાજુ ગુપ્તા માટે આ બેવડો આઘાત હતો: જે પુત્રીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી તે ઘર છોડીને જતી રહી, અને તેના થોડા સમય બાદ જ પરિવારે તેની માતાને પણ ગુમાવી દીધી.

ઘટનાની જાણ થતા સંદીપન ઘાટ પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. લગભગ છ કલાકની અંદર પોલીસે યુવતી અને તેના પ્રેમીને શોધી કાઢ્યા અને પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં લીધા. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીને તેની માતાના મૃત્યુ વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ તેણે અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો. યુવતી પુખ્ત વયની છે, પોલીસે કોર્ટમાં તેનું નિવેદન નોંધ્યા બાદ તેની પોતાની ઈચ્છા મુજબ તેને તેના પ્રેમી સાથે જવાની મંજૂરી આપી દીધી. પોલીસની કાર્યવાહી બાદ યુવતી પોતાના નિર્ણય પર અડગ રહી. તો પુત્રીના આ નિર્ણયથી દુઃખી પિતાએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખવાનો કઠોર નિર્ણય લીધો.

daughter-pind-dan4
indiatoday.in

પત્નીના મૃત્યુ અને પુત્રીના ઘર છોડીને જતા રહેવાથી વ્યથિત રાજુ ગુપ્તાએ એક એવું પગલું ભર્યું છે જેવી ચર્ચા આ વિસ્તારમાં થઇ રહી છે: તેમણે પોતાની સ્વર્ગસ્થ પત્નીની તેરમા વિધિ સાથે, પોતાની જીવિત પુત્રી માટે પણ પિંડદાન કરી દીધું અને ત્યારબાદ તેની તેરમા વિધિ પણ સંપન્ન કરી. પિતાના આ નિર્ણયને પરિવારમાં રહેલા ઊંડા દુઃખ અને નારાજગી સાથે જોડવામાં આવે છે. રાજુ ગુપ્તાનો આરોપ છે કે પુત્રીના ઘર છોડીને જતા રહેવાથી તેમની પત્નીને ભારે આઘાત લાગ્યો હતો, જેના કારણે તેનું મોત થઇ ગયું. પત્નીના અવસાન બાદ, પુત્રીના નિર્ણયોથી પિતાને વધુ ઊંડી ઠેસ પહોંચી; તેણે હવે પુત્રીને પોતાની તમામ જંગમ અને સ્થાવર મિલકતમાંથી બેદખલ કરવાનો નિર્ણય લીધો છે. આમ, પુત્રીના પ્રેમ સંબંધ અને ઘર છોડીને જવાથી શરૂ થયેલો વિવાદ હવે પારિવારિક સંબંધો અને મિલકત સંબંધિત કાનૂની નિર્ણયો સુધી પહોંચી ગયો છે.

કહેવામાં આવી રહ્યું થે કે, આ યુવતીની અગાઉ બે જગ્યાએ સગાઈ થઈ હતી, પરંતુ બંને વખત સંબંધો તૂટી ગયા હતા. લગભગ એક મહિના પહેલા તેની ફતેહપુર જિલ્લાના એક વ્યક્તિ સાથે સગાઈ થઈ હતી. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી અને લગ્ન 25 નવેમ્બરે થવાના હતા. પરિવારને આશા હતી કે આ લગ્ન તેમના જીવનમાં ફરી ખુશીઓ લાવશે; પરંતુ, લગ્નની તારીખ આવે તે પહેલાં જ યુવતી તેના પ્રેમી સાથે ઘર છોડીને જતી રહી. ત્યારબાદ, પત્નીના અવસાનને કારણે પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો. રાજુ ગુપ્તાનું પુત્રીના લગ્ન અંગેનું સપનું તૂટી ગયું અને બીજી તરફ પત્નીને ગુમાવી દેવાનું દુઃખ એક સાથે સામે આવ્યું. આ પીડા અને રોષની વચ્ચે, તેમણે પોતાની જીવિત પુત્રીનું પિંડદાન અને તેરમા વિધિ કરવાનો નિર્ણય લીધો.

About The Author

Top News

પુત્રીના લગ્ન 25 નવેમ્બરે થવાના હતા, પ્રેમી સાથે ભાગી જતા માતાએ આઘાતમાં જીવ ગુમાવ્યો; પિતાએ જીવિત પુત્રીનું પિંડદાન કરી દીધું

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં એક પિતાએ પોતાની જીવિત એકમાત્ર પુત્રીનું 'પિંડદાન' કરી દીધું. પુત્રીના તેના પ્રેમી સાથે ભાગી...
National 
પુત્રીના લગ્ન 25 નવેમ્બરે થવાના હતા, પ્રેમી સાથે ભાગી જતા માતાએ આઘાતમાં જીવ ગુમાવ્યો; પિતાએ જીવિત પુત્રીનું પિંડદાન કરી દીધું

IASએ તેમની IPS પત્ની સાથે ખરીદી લીધા 40 વિલા, પછી તેને ભાડે આપી દીધા; હવે સામે આવી કહાની

રાજસ્થાન સરકારે એક કંપની પાસેથી 40 વિલા-કોટેજ ખરીદીને તે જ કંપનીને ભાડે આપનાર એક IAS અધિકારી સામે કાર્યવાહી કરી છે....
National 
IASએ તેમની IPS પત્ની સાથે ખરીદી લીધા 40 વિલા, પછી તેને ભાડે આપી દીધા; હવે સામે આવી કહાની

'100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનોને મંજૂરી તો આપી છે પણ ઇંધણ ક્યાંથી લાવશો?' સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું

100 ટકા ઇથેનોલથી ચાલનારા વાહનોને મંજૂરી આપ્યા પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઇંધણની ઉપલબ્ધતા અંગે પ્રશ્ન કર્યો છે. કોર્ટે પૂછ્યું...
National 
'100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનોને મંજૂરી તો આપી છે પણ ઇંધણ ક્યાંથી લાવશો?' સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું

નોકરી-પૈસા કંઇ નહીં બચે? આગામી 20 વર્ષોમાં શું થવાનું છે? બિલ ગેટ્સે 60 હજાર કર્મચારીઓને આપી દીધી હિંટ

સવારની દોડધામ, ઓફિસ જવાનું, ટાર્ગેટ્સ પૂરા કરવાની ચિંતા અને મહિનાના અંતે પગારની રાહ જોવાની, આ જ તો સામાન્ય...
Tech and Auto 
નોકરી-પૈસા કંઇ નહીં બચે? આગામી 20 વર્ષોમાં શું થવાનું છે? બિલ ગેટ્સે 60 હજાર કર્મચારીઓને આપી દીધી હિંટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.