IASએ તેમની IPS પત્ની સાથે ખરીદી લીધા 40 વિલા, પછી તેને ભાડે આપી દીધા; હવે સામે આવી કહાની

રાજસ્થાન સરકારે એક કંપની પાસેથી 40 વિલા-કોટેજ ખરીદીને તે જ કંપનીને ભાડે આપનાર એક IAS અધિકારી સામે કાર્યવાહી કરી છે. સરકારે એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) શિખર અગ્રવાલને 'અવેઇટિંગ પોસ્ટિંગ ઓર્ડર' (APO) કરી દીધા છે. માનવામાં આવે છે કે, સરકારે આ 40 વિલા-કોટેજના મામલે આ કાર્યવાહી કરી છે.

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, શિખર અગ્રવાલના પરિવારે અઢી વર્ષના સમયગાળામાં એક જ કંપની પાસેથી 40 વિલા-કોટેજ ખરીદ્યા હતા. તેની કુલ કિંમત 6 કરોડ 16 લાખ 50 હજાર રૂપિયા હોવાનું જણાવાયું છે. આરોપ છે કે આ મિલકતો ખરીદ્યા પછી પરિવારે તેને તે જ કંપનીને ભાડે આપી દીધી, જેની પાસેથી તે ખરીદવામાં આવી હતી. આ વિલા-કોટેજ રાજસ્થાનના ઉદયપુરના બુઝડા અને અલવરના અજબગઢમાં સ્થિત 'અનંતા' રિસોર્ટ્સમાં આવેલા છે. જે કંપનીએ આ વેચ્યા છે તે ગોયલ ફેશન્સ પ્રાઇવેટ લિમિટેડ છે, જે દેશભરમાં અનંતા' નામથી 14 રિસોર્ટ્સ અને હોટેલ્સ ચલાવે છે.

IAS1
dailyexcelsior.com

અહેવાલો મુજબ, પરિવારે સપ્ટેમ્બર 2023માં ઉદયપુરના બુઝડામાં 20 કોટેજ ખરીદ્યા હતા, જેનું રજિસ્ટ્રેશન 29 સપ્ટેમ્બર 2023ના રોજ થયું હતું. ત્યારબાદ, માર્ચ 2026માં અલવરના અજબગઢમાં 20 વિલા ખરીદવામાં આવ્યા, જેનું રજિસ્ટ્રેશન 27 માર્ચ 2026ના રોજ થયું હતું એટલે કે બંને સ્થળો મળીને કુલ 40 વિલા-કોટેજ ખરીદવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, આં વેચાણ અને લીઝ એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન એકસાથે કરવામાં આવ્યું હતું.

આ મામલાનું એક બીજું પાસું પણ છે: પરિવારે જે મિલકતને ખરીદી, તેને પોતાની પાસે રાખવાને બદલે, એ જ કંપનીને લીઝ પર આપી દીધી. અહેવાલ મુજબ, બુઝડાના 20 કોટેજ ભાડે આપવામાં આવ્યા હતા, જેમાં દરેક કોટેજ માટે વાર્ષિક 4 લાખ રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. તો, અજબગઢના 20 વિલા માટે પ્રતિ વિલા વાર્ષિક રૂ.5 લાખની લીઝ રકમ નક્કી કરવામાં આવી છે. આના આધારે, બુઝડામાં આવેલા કોટેજમાંથી વાર્ષિક રૂ.80 લાખ અને અજબગઢના વિલામાંથી રૂ.1 કરોડ રૂપિયા મળશે. એટલે કે બંને જગ્યાએ મળીને પરિવારને વાર્ષિક કુલ રૂ.1.8 કરોડ મળવાના છે.

આ ખરીદીમાં શિખર અગ્રવાલ, તેમના IPS પત્ની પ્રશાખા માથુર, તેમના બે પુત્રો અને પ્રશાખાના માતા-પિતાનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શિખર, પ્રશાખા અને તેમના માતા-પિતા, મંજુલા તથા રઘુવંશ નારાયણ માથુર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. તેમના બે પુત્રો તરફથી, પ્રશાખાએ 'પાવર ઓફ એટર્ની' દ્વારા અધિકૃત નોંધણી કરાવી હતી.

 

કોણ છે IAS અધિકારી શિખર અગ્રવાલ?

શિખર અગ્રવાલ હાલમાં રાજસ્થાન સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) હતા. તેમની પાસે ઉદ્યોગ, MSME, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs), રોકાણ અને પ્રવાસી રાજસ્થાની બાબતો સહિતના અનેક મહત્ત્વપૂર્ણ વિભાગ છે. તેઓ RIICOના અધ્યક્ષ પણ છે. તેમના પત્ની, પ્રશાખા માથુર, રાજસ્થાન પોલીસમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે ફરજ બજાવે છે. આ મામલે વધુ એક વિગત સામે આવી છે. અહેવાલો મુજબ બુઝડા અને અજબગઢમાં શિખર અને પ્રશાખાના નામે કુલ 28 વિલા અને કોટેજ છે. પરંતુ, એન્યુઓલ પ્રોપર્ટી સ્ટેટમેન્ટ (IPR)માં એક અલગ મામલો સામે આવે છે.

શિખર અગ્રવાલે 7 જાન્યુઆરી, 2026ના રોજ દાખલ કરેલા પોતાના IPRમાં, 14 વિલા-કોટેજની માહિતી આપી છે. બીજી તરફ, 8 જાન્યુઆરી, 2026ના રોજ દાખલ કરેલા પોતાના IPRમાં પ્રશાખા માથુરે શૂન્ય મિલકતો દર્શાવી છે, જ્યારે અહેવાલો મુજબ તેમના નામે 14 વિલા અને કોટેજ છે. આ બાબત પર પ્રતિક્રિયા આપતા, IAS અધિકારી શિખર અગ્રવાલે જણાવ્યું હતું કે તેમણે બુઝડા અને અજબગઢમાં વિલા-કોટેજ ખરીદ્યા છે. તેની ખરીદીની માહિતી IPRમાં દર્શાવી છે, પરંતુ ખોટી રીતે અટેચ થઇ ગઇ છે એટલે બીજી જગ્યાએ બતાવે છે બાળકોએ પોતાના હિસાબે કોટેજ લીધા છે.

આ મામલે કાર્યવાહી કરતા, રાજસ્થાન સરકારે ગઈકાલે મોડી રાત્રે ACS શિખર અગ્રવાલને APO કરી દીધા છે. પરંતુ તેમના પત્ની, IPS અધિકારી પ્રશાખા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

About The Author

Top News

પુત્રીના લગ્ન 25 નવેમ્બરે થવાના હતા, પ્રેમી સાથે ભાગી જતા માતાએ આઘાતમાં જીવ ગુમાવ્યો; પિતાએ જીવિત પુત્રીનું પિંડદાન કરી દીધું

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં એક પિતાએ પોતાની જીવિત એકમાત્ર પુત્રીનું 'પિંડદાન' કરી દીધું. પુત્રીના તેના પ્રેમી સાથે ભાગી...
National 
પુત્રીના લગ્ન 25 નવેમ્બરે થવાના હતા, પ્રેમી સાથે ભાગી જતા માતાએ આઘાતમાં જીવ ગુમાવ્યો; પિતાએ જીવિત પુત્રીનું પિંડદાન કરી દીધું

IASએ તેમની IPS પત્ની સાથે ખરીદી લીધા 40 વિલા, પછી તેને ભાડે આપી દીધા; હવે સામે આવી કહાની

રાજસ્થાન સરકારે એક કંપની પાસેથી 40 વિલા-કોટેજ ખરીદીને તે જ કંપનીને ભાડે આપનાર એક IAS અધિકારી સામે કાર્યવાહી કરી છે....
National 
IASએ તેમની IPS પત્ની સાથે ખરીદી લીધા 40 વિલા, પછી તેને ભાડે આપી દીધા; હવે સામે આવી કહાની

'100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનોને મંજૂરી તો આપી છે પણ ઇંધણ ક્યાંથી લાવશો?' સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું

100 ટકા ઇથેનોલથી ચાલનારા વાહનોને મંજૂરી આપ્યા પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઇંધણની ઉપલબ્ધતા અંગે પ્રશ્ન કર્યો છે. કોર્ટે પૂછ્યું...
National 
'100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનોને મંજૂરી તો આપી છે પણ ઇંધણ ક્યાંથી લાવશો?' સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું

નોકરી-પૈસા કંઇ નહીં બચે? આગામી 20 વર્ષોમાં શું થવાનું છે? બિલ ગેટ્સે 60 હજાર કર્મચારીઓને આપી દીધી હિંટ

સવારની દોડધામ, ઓફિસ જવાનું, ટાર્ગેટ્સ પૂરા કરવાની ચિંતા અને મહિનાના અંતે પગારની રાહ જોવાની, આ જ તો સામાન્ય...
Tech and Auto 
નોકરી-પૈસા કંઇ નહીં બચે? આગામી 20 વર્ષોમાં શું થવાનું છે? બિલ ગેટ્સે 60 હજાર કર્મચારીઓને આપી દીધી હિંટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.