નોકરી-પૈસા કંઇ નહીં બચે? આગામી 20 વર્ષોમાં શું થવાનું છે? બિલ ગેટ્સે 60 હજાર કર્મચારીઓને આપી દીધી હિંટ

સવારની દોડધામ, ઓફિસ જવાનું, ટાર્ગેટ્સ પૂરા કરવાની ચિંતા અને મહિનાના અંતે પગારની રાહ જોવાની, આ જ તો સામાન્ય વ્યક્તિના જીવનની કહાની છે. મોટાભાગના લોકો માને છે કે સખત મહેનત અને ડિગ્રીઓ તેમની નોકરીને સુરક્ષિત રાખશે. પરંતુ શું થાય જો આગામી વર્ષોમાં આખી વ્યવસ્થા ગંજી પાનાંના મહેલની જેમ ધરાશાયી થઈ જાય? આ ભયાનક શક્યતા હવે માત્ર કોઈ ફિલ્મની કહાની નથી રહી; આપણી સામે ઉભું કઠોર સત્ય બનવા જઇ રહ્યું છે. માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને વિશ્વના ટેક દિગ્ગજ, બિલ ગેટ્સે ભવિષ્ય વિશે કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે, જેણે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે.

ટેક જગતમાં હાલમાં માઈક્રોસોફ્ટના એક પગલાની ભારે ચર્ચા થઈ રહી છે, જેમાં કંપની તેના લગભગ 60,000 કર્મચારીઓને 'બાયઆઉટ' પેકેજ એટલે કે સ્વેચ્છાએ નોકરી છોડવાનું પેકેજ ઓફર કરી રહી છે. તાજેતરમાં લોકપ્રિય 'ડીકોડર' (Decoder) પોડકાસ્ટ પર વાત કરતા, માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે એક સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આગામી 20 વર્ષ માનવજાત માટે અત્યાર સુધીના સૌથી ઉથલપાથલભર્યા રહેવાના છે. ગેટ્સનું માનવું છે કે, AI અને હ્યુમનોઈડ રોબોટ્સ આપણી કામ કરવાની પદ્ધતિ, ઉદ્યોગોનું સ્વરૂપ અને આપણા રોજિંદા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. જોકે લાંબા ગાળે AI વિશ્વમાં સમૃદ્ધિ અને પ્રગતિ લાવી શકે છે, પરંતુ જ્યાં સુધી સમાજ કોઇ નવી ટેક્નોલોજી સાથે સંપૂર્ણ તાલમેળ નહીં બેસાડી શકે, ત્યાં સુધીનો આ સમયગાળો અત્યંત ખૂબ જ ભયાનક હશે. પરિવર્તનના આ સમયગાળામાં, ઘણા લોકો પોતાની નોકરી ગુમાવી દેશે અને તેમની સામે જીવનમાં ઉદ્દેશ્ય શોધવો પણ મુશ્કેલ બની જશે.

કઇ-કઈ નોકરીઓ પર સીધું જોખમ મંડરાઇ રહ્યું છે?

ગેટ્સના મતે, AIની અસર માત્ર IT કે ટેક કંપનીઓ પૂરતી સીમિત નહીં રહે. કોઈપણ એ કાર્ય જે પુનરાવર્તિતહોય કે જેમાં એક ચોક્કસ નિયમિત પદ્ધતિનું પાલન થતું હોય, પછી ભલે તે ડેટા અને માહિતી પર પ્રક્રિયા કરવાનું હોય કે ગ્રાહકો સાથે વાતચીત કરવાનું, આ તમામ કાર્યો AIના નિશાના પર છે.

ઓફિસની નોકરીઓ: ટેલિફોન સેલ્સ, કસ્ટમર સપોર્ટ અને એકાઉન્ટિંગ જેવા ક્ષેત્રોમાં AI ખૂબ જ ઝડપથી મનુષ્યોનું સ્થાન લઈ લેશે. AI આ કાર્યો મનુષ્યોની સરખામણીમાં ખૂબ જ સસ્તા દરે, વધુ સચોટતાથી અને અનેકગણી ઝડપે કરી શકે છે.

શારીરિક શ્રમ: આ ખતરો માત્ર ઓફિસના ડેસ્ક જોબ્સ પૂરતો સીમિત નથી. રોબોટિક્સ ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે એવા 'હ્યુમનોઇડ' રોબોટ્સ વિકસાવવામાં આવી રહ્યા છે, જે ઘરોનું નિર્માણ કરી શકે છે, ખેતીકામ કરી શકે છે અને જટિલ સર્જરી પણ કરી શકે છે.

કંપનીની મજબૂરી: જ્યારે કંપનીઓને ઓછા ખર્ચે વધુ કાર્યક્ષમ મશીનો મળી જશે તો તેમની પાસે મનુષ્યોને કામ પર રાખવા માટે કોઇ મોટું કારણ નહીં બચે.

Bill-Gates1
hindustantimes.com

ગેટ્સની ચિંતા માત્ર મોટા પાયે બેરોજગારી સર્જાવાની શક્યતા પૂરતી સીમિત નથી; તેમની અસલી ચિંતા એ છે કે મનુષ્યો પોતાની ઓળખ કેવી રીતે બચાવી શકશે. નોકરી કે કામ એ માત્ર પૈસા કમાવાનું સાધન નથી હોતું. સવારે ઉઠવાનું કારણ, નવા લોકોને મળવું, સમસ્યાઓ ઉકેલવાનો સંતોષ અને કંઈક નવું કરવાનો આનંદ; આ બધું આપણા કામ સાથે જોડાયેલું છે.

જો AI અને મશીનો આવક ઉત્પન્ન કરતા તમામ આવશ્યક કાર્યો સંભાળવા લાગશે, તો મનુષ્યો પાસે કરવા માટે શું બાકી રહેશે? જ્યારે AI આપણા કરતા વધુ સારી રીતે નિર્ણયો લેવાનું શરૂ કરશે, તો મનુષ્યોને એવું લાગી શકે છે કે તેમનું કોઇ મહત્ત્વ નથી અને તેઓ એકદમ ખાલી થઇ ગયા છે. ગેટ્સે પોતાની સંસ્થા અને મેલેરિયા જેવી ગંભીર બીમારીને નાબૂદ કરવાના પ્રયાસોનું ઉદાહરણ આપતા કહ્યું કે જો AI આવી મોટી વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ મનુષ્યો કરતા વધુ અસરકારક રીતે લાવે, તો તે માનવ મન માટે ખૂબ પરેશાન કરનારી વાત હશે.

 શું કામના કલાકો ઘટાડીને નોકરીઓ બચાવી શકાય?

બિલ ગેટ્સે આ ગંભીર સંકટનો સામનો કરવા માટે કેટલાક ઉપાયો સૂચવ્યા છે. તેમના મતે, સરકારો અને મોટી કોર્પોરેટ કંપનીઓએ રોજગાર નીતિઓમાં મોટા ફેરફારો કરવા પડશે:

કામના કલાકોમાં ઘટાડો: ભવિષ્યમાં કામના કલાકો મર્યાદિત કરવા પડશે અને લોકોને વહેલી નિવૃત્તિ આપવાની નીતિઓ અપનાવવી પડશે.

કામની વહેંચણી: અમુક વ્યક્તિઓ 8-10 કલાક કામ કરે તેના બદલે, ઉપલબ્ધ કામને શક્ય તેટલા વધુ લોકો વચ્ચે વહેંચી દેવું જોઈએ, જેથી દરેક વ્યક્તિ પાસે આજીવિકાનું સાધન જળવાઈ રહે.

આર્થિક વિકાસની નવી વ્યાખ્યા: સરકારોએ પુનર્વિચાર કરવો પડશે કે માનવ શ્રમ વિના પ્રાપ્ત થયેલા આર્થિક વિકાસના લાભોને સમાજના તમામ વર્ગો સુધી કેવી રીતે પહોંચાડી શકાય.

Bill-Gates
observer.co.uk

શું AI પર પ્રતિબંધ મૂકવામાં આવશે?

ગેટ્સે એક રસપ્રદ વાત તરફ ઇશારો કર્યો છે. તેમણે કહ્યું કે આગળ જઇને, કેટલાક સમાજો કે સમુદાયો સ્વેચ્છાએ AIના ઉપયોગને મર્યાદિત કરવાનું અથવા તેના પર પ્રતિબંધ મૂકવાનું પસંદ કરી શકે છે. તેમણે અમેરિકાના જાણીતા એમિશ સમુદાયનું ઉદાહરણ આપ્યું, જે કોઈપણ નવી ટેક્નોલોજીને અપનાવતા પહેલા તેને પોતાની પરંપરાઓ અને સિદ્ધાંતોના હિસાબે ખૂબ કાળજીપૂર્વક અપનાવે છે. એવું બની શકે છે કે, ભવિષ્યમાં લોકો ભારે-ભરકમ કે પ્રેક્ટિકલ કાર્યો માટે AIનો ઉપયોગ કરે, પરંતુ કળા, રમતગમત, રસોઈ, બાળઉછેર અને વ્યક્તિગત સંબંધો જેવા ક્ષેત્રોમાં AIનો ઉપયોગ કરવાનું ટાળે અથવા તેના પર પ્રતિબંધ લગાવી દે.

માઈક્રોસોફ્ટ દ્વારા 60000 કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ (buyouts) આપવાનો નિર્ણય અને બિલ ગેટ્સની આ ગંભીર ચેતવણી એ વાતનો સ્પષ્ટ ઇશારો છે કે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ' હવે વાતોથી નીકળીને જમીન પર આવી ચૂક્યો છે. આગામી 20 વર્ષ નક્કી કરશે કે માનવજાત આ નવી ટેક્નોલોજીની ગુલામ બનશે કે પછી તેનો ઉપયોગ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે કરતા શીખશે. પરંતુ, હાલમાં ટેક સેક્ટર અને સામાન્ય કર્મચારી વર્ગ માટે આગામી સમય ખૂબ  પડકારોથી ભરેલો રહેવાનો છે.

About The Author

Top News

'100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનોને મંજૂરી તો આપી છે પણ ઇંધણ ક્યાંથી લાવશો?' સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું

100 ટકા ઇથેનોલથી ચાલનારા વાહનોને મંજૂરી આપ્યા પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઇંધણની ઉપલબ્ધતા અંગે પ્રશ્ન કર્યો છે. કોર્ટે પૂછ્યું...
National 
'100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનોને મંજૂરી તો આપી છે પણ ઇંધણ ક્યાંથી લાવશો?' સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું

નોકરી-પૈસા કંઇ નહીં બચે? આગામી 20 વર્ષોમાં શું થવાનું છે? બિલ ગેટ્સે 60 હજાર કર્મચારીઓને આપી દીધી હિંટ

સવારની દોડધામ, ઓફિસ જવાનું, ટાર્ગેટ્સ પૂરા કરવાની ચિંતા અને મહિનાના અંતે પગારની રાહ જોવાની, આ જ તો સામાન્ય...
Tech and Auto 
નોકરી-પૈસા કંઇ નહીં બચે? આગામી 20 વર્ષોમાં શું થવાનું છે? બિલ ગેટ્સે 60 હજાર કર્મચારીઓને આપી દીધી હિંટ

બેંકોની બેદરકારીના કારણે ડિજિટલ ફ્રોડ થશે તો ગ્રાહકોને નુકસાનનું વળતર ચૂકવવું પડશે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ડિજિટલ ફ્રોડના પીડિતોને થયેલા નુકસાન માટે બેંકોને જવાબદાર ઠેરવવી જોઈએ. કોર્ટે નોંધ્યું હતું કે...
National 
બેંકોની બેદરકારીના કારણે ડિજિટલ ફ્રોડ થશે તો ગ્રાહકોને નુકસાનનું વળતર ચૂકવવું પડશે: સુપ્રીમ કોર્ટ

IPL ની વેલ્યુએશન 1.41 લાખ કરોડે પહોંચી, 17500 કરોડની વેલ્યૂ સાથે મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ ક્રમે, CSK ત્રીજા સ્થાને

પાંચ વખતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ $2.1 બિલિયન (અંદાજે ₹17,500 કરોડથી વધુ) ની બ્રાન્ડ વેલ્યુ સાથે ...
Sports 
IPL ની વેલ્યુએશન 1.41 લાખ કરોડે પહોંચી, 17500 કરોડની વેલ્યૂ સાથે મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ ક્રમે, CSK ત્રીજા સ્થાને
Copyright (c) Khabarchhe All Rights Reserved.