રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ)

આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ પર ન્યૂઝ ચેનલો, સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ અને લાઇક્સ, વોટ્સએપ ગ્રુપમાં ચર્ચાઓ આ બધું એટલું સામાન્ય બની ગયું છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણો સમય ક્યાં જઈ રહ્યો છે. રાજકારણીઓ દેશ દુનિયાની સમાજવ્યવસ્થાની ઘટના સાથે સંકળાયેલા છે પરંતુ પોતાના પરિવારને સમય આપવો એ વાસ્તવિક જીવનનું અગત્યનું કામ છે.

સમય જીવનમાં મળેલી એવી ભેટ છે જે પાછી મળતી નથી. એક વર્ષ પહેલાં જે બાળક ઘૂંટણિયે ચાલતું હતું આજે તે દોડે છે. વયસ્ક માતા પિતાના હાથ જે કાલે મજબૂત હતા એ આજે ધ્રૂજે છે. આ ફેરફારો ધીમે ધીમે થાય છે. જો આપણે તેમને જોવાનો સમય ન કાઢીએ તો એક દિવસ અચાનક ધ્યાને આવે છે કે બધું વહી ગયું. નીત નવીન રાજકીય ચર્ચા આવે છે અને જાય છે. સરકારો બદલાય છે, નેતાઓ બદલાય છે, વચનો બદલાય છે. પણ પરિવારની યાદો ત્યાંની ત્યાં રહી જાય છે. જે બાળક સાથે આપણે રમ્યા, જે માતા પિતા વડીલો સાથે આપણે વાત કરી, જે પતિ કે પત્ની સાથે બેઠા, જે મિત્રો સાથે નિર્દોષ મસ્તી કરી એ જ ક્ષણો જીવનને વાસ્તવિક સુખ આપે છે.

ઘણી વાર આપણે એવું વિચારીએ છીએ કે રાજકારણમાં રસ લેવો એ જાગૃત નાગરિકની ફરજ છે. આ વાતમાં સત્ય છે. દેશના અગત્યના વિષયો ઘટનાઓથી અજાણ રહેવું યોગ્ય નથી. પણ જાગૃતિ અને વ્યસન વચ્ચે ફરક છે. જ્યારે આપણે કલાકો સુધી એક જ વિષય પર આક્રોશ વ્યક્ત કરીએ, અજાણ્યા લોકો સાથે દલીલો કરીએ અને ઘરમાં બેઠેલા પોતાના લોકોને સમય ન આપીએ ત્યારે તે જાગૃતિ નહીં ખલેલ બની જાય છે. રાજકારણીઓનું જીવન આપણા હાથમાં નથી. તેમના નિર્ણયો પર આપણો પ્રભાવ ખુબ જ મર્યાદિત હોય છે. પણ પોતાના ઘરના વાતાવરણ પર આપણો સીધો પ્રભાવ પડે છે. બાળકને સાંભળવું, વયસ્ક માતાપિતાની સેવા કરવી, પતિ કે પત્ની સાથે શાંતિથી વાત કરવી આ બધું આપણા હાથમાં છે.

ઘણા લોકોની સમજ છે કે પરિવાર તો હંમેશા રહેશે રાજકારણની ઘટના હમણાં જ ચાલી રહી છે. આ વિચાર કે સમજમાં ભૂલ છે. પરિવાર હંમેશા રહેતો નથી. લોકો જતા રહે છે. તકો જતી રહે છે. જે બાળક આજે તમારી સાથે વાત કરવા ઈચ્છે છે કાલે તે પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જશે. જે માતા પિતા વડીલો આજે તમારું સુખ જોઈ આશીર્વાદ આપે છે, કાલે કદાચ તેઓ આ સંસારમાં નહીં હોય. રાજકીય ચર્ચાઓ આજે કાલે અને પછી પણ ચાલશે. નવા મુદ્દા આવશે, નવા નેતા આવશે. પણ આજનો દિવસ અને સમય પાછી નહીં આવે.

2

પોતાને પ્રેરણા આપવાની શરૂઆત નાના નિર્ણયોથી થતી હોય છે. મોબાઇલ લેપટોપ બાજુમાં મૂકીને ઘરના લોકો સાથે જમવું એ એક નાનો નિર્ણય છે પણ તેની અસર મોટી છે. બાળકના હોમવર્કમાં બેસવું, માતાપિતાને ફોન કરવો, પત્ની કે પતિ સાથે થોડી વાર ફરવા જવું, હળવાશથી બેસવું આ બધું હમણાં તો સૌને રાજકારણની ચર્ચા કરતાં વધુ અગરું લાગે છે કારણ કે તેમાં ધ્યાન અને હાજરી જોઈએ છે. રાજકારણની ચર્ચામાં આપણે પ્રેક્ષક બની શકીએ છીએ. પરિવારમાં આપણે સહભાગી બનવું પડે છે અને સહભાગી બનવું એ જ સાચું જીવન છે.

જીવનમાં શાંતિ ક્યાંથી આવે છે? ટીવી પર ચાલતી ઉગ્ર ગરમ ચર્ચાથી તો નહીં જ આવે. શાંતિ ત્યાંથી આવે છે જ્યાં આપણે પોતાને નીરખીને જોઈ શકીએ. જ્યારે સંતાન બાળક ખિલખિલાટ હસતું હોય, જ્યારે વયસ્ક માતાપિતા સંતોષથી વાત કરે છે, જ્યારે ઘરમાં એક શાંતિ હોય છે ત્યારે જ મન હળવું થાય છે. રાજકારણીઓની સફળતા કે નિષ્ફળતાની ચર્ચાઓ આપણા અંદરના અસંતોષને ઠારી શકતી નથી. પરિવાર સાથે વિતાવેલો સમય તમને અસંતોષ આપશે.

આ વાતનો અર્થ એ નથી કે દેશના અગત્યના વિષયો પ્રત્યે આંખ બંધ કરી દેવી. મત આપવો, ઘટનાઓ અને સમાચાર જાણવા, જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવો આ બધું જરૂરી છે. પણ તેને જીવનનું અગત્યનું કેન્દ્ર બનાવી દેવું આખરે તો નુકસાનકારકજ છે. જીવનનું કેન્દ્ર તો એ લોકો હોવા જોઈએ જેઓ આપણી સાથે ખરેખર જીવે છે. જેમની સાથે આપણને જીવવાનું ગમે છે. જેઓ આપણી સફળતામાં ખુશ થાય છે અને નિષ્ફળતામાં સાથ આપે છે.

3

સામાન્યતઃ રાજકારણીઓ આપણા દુઃખમાં આવીને બેસતા નથી આપણું પરિવાર અને મિત્રો જ બેસે છે. આજે જો કોઈ વ્યક્તિ સ્વયંને પૂછે કે છેલ્લા એક મહિનામાં મે કેટલો સમય રાજકીય ચર્ચામાં વિતાવ્યો અને કેટલો સમય પરિવાર સાથે સાચી રીતે વિતાવ્યો તો જવાબ ઘણી વાર દુઃખદ કરે તેવો આવે. આ પ્રશ્ન પૂછવો જ સ્વયંને સચેત કરવાની શરૂઆત છે. આજની સાંજથી મોબાઇલ ઓછો ચાલુ રાખી શકાય. આજની રાતથી ઘરના લોકો સાથે થોડી વધુ વાત કરી શકાય. આ નાના નિર્ણયો પ્રયત્નો જ ધીમે ધીમે જીવનની દિશા બદલે છે.

અંતે એક સાદી સત્ય વાત કહીશ... રાજકારણીઓનું કામ ગામ, શહેર, રાજ્ય કે પછી દેશ ચલાવવાનું છે. આપણું કામ પોતાનું જીવન સારી રીતે જીવવાનું છે અને સારું જીવન તે છે જેમાં કુટુંબી સ્વજનો મિત્રો સાથે વિતાવેલો સમય વધુ અગત્યનો હોય. બિનજરૂરી ચર્ચાઓ ઓછી હોય. પરિવારને સમય આપવો અને પરિવાર વચ્ચે જ જીવવું તે જવાબદારી છે, પ્રેમ છે, ફરજ છે અને સૌથી અગત્યનું છે અને એજ સાચી સમૃદ્ધિ પણ છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.