દિવસમાં એક વખત મેમો ફાટી ગયા પછી શું આખો દિવસ કોઈ દંડ નહીં થાય?

દેશભરમાં વાહનોની સંખ્યા ઝડપથી વધવા સાથે જ રસ્તા પર વાહનોની ભીડ વધી રહી છે અને સાથે-સાથે ટ્રાફિક નિયમો તોડવાની ઘટનાઓ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સરકારે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કડક નિયમો બનાવ્યા છે. પરંતુ ઘણા વાહનચાલકોના મનમાં એક સવાલ હોય છે શું એકવાર મેમો ફાટી ગયા પછી, આખો દિવસ ગમે એટલા નિયમો તોડીએ બીજો કોઈ મેમો નહીં આવે?

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ઘણા લોકો માને છે કે એક વાર પોલીસે મેમો ફાડી આપ્યો અથવા કેમેરાથી મેમો આવી ગયા પછી આખો દિવસ ગમે તેટના તોડો તો પણ કોઈ વધારાનો મેમો નહીં આવે. પરંતુ આવું બિલકુલ નથી. દરેક ટ્રાફિક નિયમના ઉલ્લંઘન માટે કાયદા અલગ-અલગ છે. કેટલીક ભૂલોમાં એક જ દિવસે ઘણી વખત દંડ ભરવો પડી શકે છે.

traffic challan

મોટર વ્હીકલ એક્ટ કહે છે કે તમામ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનો માટે એકસરખા નિયમો લાગૂ પડતા નથી. કેટલીક ભૂલોમાં એક દિવસમાં માત્ર એક જ વાર ચલણ કપાય છે, જ્યારે કેટલીક ગંભીર ભૂલોમાં દર વખતે નવો મેમો આવી શકે છે. આનો નિર્ણય તારીખ પર નહીં, પરંતુ ટ્રાફિક નિયમના પ્રકાર પર આધારિત છે.

આ ભૂલો કરશો તો એક જ દિવસમાં ઘણી વખત મેમો આવશે!

1.  નક્કી કરેલી સ્પીડ કરતા વધુ ઝડપે ગાડી દોડાવવી ખતરનાક છે. એક વાર મેમો મળ્યા પછી પણ જો તમે ફરી સ્પીડ લિમિટ વધારશો તો બીજો મેમો મળી શકે છે.

2.  રોંગ સાઈડમાં ગાડી ચલાવવી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે. આવું કરવાથી અકસ્માત સર્જાઈ શકે છે. વારંવાર આવું કરનારને એક જ દિવસે અનેક મેમો આવી શકે છે. 

traffic challan
thementorshipproject.in

3.  લાલ સિગ્નલ હોવા છતા આગળ વધવું ખૂબ જ ગંભીર વાત છે. જો તમે એક જ દિવસે અલગ-અલગ સિગ્નલ પર આવું કરશો તો દર વખતે અલગ-અલગ મેમો આવી શકે છે.

4.   ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી કે મેસેજ વાંચવા જેવી ભૂલો પણ વારંવાર પકડાય તો દર વખતે નવું ચલણ કપાઈ શકે છે. આમ ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર દંડથી બચાવવા માટે નથી, પરંતુ પોતાની અને અન્ય લોકોની જીવનસુરક્ષા માટે છે.

traffic challan
vibesofindia.com

5.   સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવાથી પણ મેમો મળે છે. એક વાર ચલણ કપાયા પછી પણ જો તમે ફરી બેલ્ટ વગર પકડાશો તો ટ્રાફિક પોલીસ ફરી તમારી પાસેથી દંડ વસૂલી શકે છે.

About The Author

Related Posts

Top News

ધમકી, ફોર્મ ભરવા જતા રોકવાનો આરોપ લાગતા સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી, આંધ્રપ્રદેશ રાજ્ય ચૂંટણી પંચે 100 શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB)માં ચૂંટણી સ્થગિત કરી દીધી...
National 
ધમકી, ફોર્મ ભરવા જતા રોકવાનો આરોપ લાગતા સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 23-10-2026 દિવસ: શુક્રવાર મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે. વૃષભ: આપના મનની મૂંઝવણો...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'આગામી 5 મહિનામાં દેશમાં કંઈક મોટું થવાનું છે..' રાજ ઠાકરેના નિવેદનથી ખળભળાટ મચી ગયો!

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે વિદ્યાર્થીઓના...
National 
'આગામી 5 મહિનામાં દેશમાં કંઈક મોટું થવાનું છે..' રાજ ઠાકરેના નિવેદનથી ખળભળાટ મચી ગયો!

એક કારણ જેનાથી આજે પણ શેરબજારમાં કડાકો થયો, 3 લાખ કરોડ ધોવાયા

ભારતીય શેરબજાર હાલમાં ભારે દબાણ હેઠળ પસાર થઇ રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્મોલ-કેપ...
Business 
એક કારણ જેનાથી આજે પણ શેરબજારમાં કડાકો થયો, 3 લાખ કરોડ ધોવાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.