'આગામી 5 મહિનામાં દેશમાં કંઈક મોટું થવાનું છે..' રાજ ઠાકરેના નિવેદનથી ખળભળાટ મચી ગયો!

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, દેશમાં સત્તા પરિવર્તનની જરૂરિયાત અને CJPના આંદોલન જેવા વિષયો પર વાત કરી. તેમણે ફરી એકવાર NEET પેપર લીક સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે પ્રશ્ન કર્યો કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં અરાજકતા ક્યાં છે. તેમણે પ્રશ્ન કર્યો કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કેમ કર્યો, જ્યારે, તેઓએ કશું જ ખોટું કર્યું ન હતું.

મુંબઈ પ્રેસ ક્લબ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી. તેમણે સંજય રાઉતની 'સત્તા પરિવર્તન' વિશેની ટિપ્પણીનો પણ જવાબ આપ્યો, અને કહ્યું કે તેમણે રાઉત સાથે આ બાબતે ચર્ચા કરી છે.

Raj-Thackeray2
hindi.news18.com

NEET પરીક્ષાને લગતા વિરોધ પ્રદર્શનો પર બોલતા MNSના વડા રાજ ઠાકરેએ કહ્યું, 'વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન અરાજકતા ક્યાં છે? તમે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા બાળકો પર લાઠીચાર્જ કર્યો, તેમને માર માર્યો, પોલીસ ગણવેશમાં તમારા પક્ષના કાર્યકરોને અંદર ઘુસાડ્યા અને અરાજકતા મચાવી, પોતે જ હંગામો મચાવ્યો, જ્યારે તે બાળકોએ કશું જ ખોટું કર્યું ન હતું. શું BJP પોતાનો ભૂતકાળ અને અત્યાર સુધી કરેલા બધા કામ ભૂલી ગયો છે?' રાજ ઠાકરેએ BJPને સલાહ આપી કે, BJPએ પોતાના ઇતિહાસમાંથી આંદોલનોના ફોટાઓ પ્રદર્શનકારીઓને બતાવવા જોઈએ.

રાજ ઠાકરેએ દેશમાં વધતા જનરોષ અને કહેવાતા 'મત ચોરી'ના મુદ્દાઓ પણ ઉઠાવ્યા. તેમણે બેલેટ પેપરથી વોટિંગ કરવાની પોતાની માંગણી ફરીથી કહી હતી અને કહ્યું કે, 'હું 2018થી બેલેટ પેપરથી  વોટિંગ કરાવવાની હિમાયત કરી રહ્યો છું. મેં આ અંગે ચૂંટણી કમિશનરોને પણ મળ્યા હતા. લોકોને તે સમયે સમજાયું ન હતું, પરંતુ હવે તેઓ સમજી ગયા છે. મતદાતાને ખાતરી હોવી જોઈએ કે તેમનો મત યોગ્ય રીતે પડ્યો છે. તેમને ખાતરી હોવી જોઈએ કે તેમનો મત ખરેખર મતપેટીમાં ગયો છે. જીતવું કે હારવું એ એક અલગ વાત છે, અને કોણ જીત્યું અને કોણ હાર્યું તે બીજી વાત છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશો તેમજ ઘણા વિકસિત દેશો પણ બેલેટ પેપરનો ઉપયોગ કરે છે.'

Raj-Thackeray1
ndtv.in

ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ફ્રાન્સે પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) છોડી દીધા છે અને બેલેટ પેપર અપનાવ્યું છે, તો ભારત કેમ આવું ન કરી શકે? વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજાતી નથી. મતગણતરી ઝડપથી થાય છે, છતાં પરિણામો ખૂબ મોડા આવે છે. ભલે તેમાં 4 દિવસ લાગી જાય તો પણ શું નુકસાન છે? ઉતાવળ શું છે? આપણે બેલેટ પેપર પર પાછા ફરવું જોઈએ.

રાજ ઠાકરેએ પત્રકાર પરિષદમાં સંજય રાઉતના શાસન પરિવર્તન અંગેના નિવેદનના જવાબમાં ભવિષ્યમાં રાજકીય મડાગાંઠનો સંકેત આપતા કહ્યું કે, આગામી 2-5 મહિનામાં દેશમાં કંઈક મોટું થવાનું છે. તેમણે વધુમાં કહ્યું કે, આવનારા સમયમાં એવું પણ થઇ શકે છે કે, દેશમાં કોઈ PM જ નહીં હોય. ઠાકરેએ પ્રશ્ન કર્યો, 'આ દેશમાં લોકશાહી ક્યાં છે? અમેરિકામાં લોકશાહી છે, પણ અહીં નથી.'

Raj-Thackeray
aajtak.in

રાજ ઠાકરેએ તો એમ પણ કહ્યું કે, જો દેશના લોકો આગામી વર્ષોમાં રસ્તા પર ઉતરે તો તેમને આશ્ચર્ય નહીં થાય. તેમણે ત્યાં સુધી કહ્યું કે, અમેરિકામાં ટ્રમ્પ જેવા લોકોની ત્યાંની જનતા ખુલ્લેઆમ ટીકા કરી શકે છે, અને તેમને કોઈ સજા કે કાર્યવાહીનો સામનો કરવો પડતો નથી, પરંતુ ભારતમાં લોકશાહી હવે અસ્તિત્વમાં જ નથી.

રાજ ઠાકરેએ કોકરોચ જનતા પાર્ટીના સભ્યો સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર કહ્યું કે, આજે સ્વાયત્ત સંસ્થાઓ અસ્તિત્વમાં નથી. હત્યાના કેસમાં વ્યક્તિને જામીન મળી જાય છે, પરંતુ લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા છતાં 2 CJP સભ્યોની ધરપકડ કરવામાં આવે છે. કોર્ટનું નામ લીધા વિના, તેમણે કહ્યું કે, આજની ટોચની ન્યાયિક સંસ્થાઓએ તેમના નિર્ણયોના સ્વરૂપ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. તેમણે દેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને પ્રશ્ન કર્યો કે આજે કઈ સંસ્થાઓ ખરેખર સ્વતંત્ર કે સ્વાયત્ત છે. સરકારી મશીનરી અને તપાસ એજન્સીઓનો ઉપયોગ સરકાર વિરુદ્ધ ઉઠનારા વિરોધ અને અવાજોને દબાવવા માટે થઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

'આગામી 5 મહિનામાં દેશમાં કંઈક મોટું થવાનું છે..' રાજ ઠાકરેના નિવેદનથી ખળભળાટ મચી ગયો!

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે વિદ્યાર્થીઓના...
National 
'આગામી 5 મહિનામાં દેશમાં કંઈક મોટું થવાનું છે..' રાજ ઠાકરેના નિવેદનથી ખળભળાટ મચી ગયો!

એક કારણ જેનાથી આજે પણ શેરબજારમાં કડાકો થયો, 3 લાખ કરોડ ધોવાયા

ભારતીય શેરબજાર હાલમાં ભારે દબાણ હેઠળ પસાર થઇ રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્મોલ-કેપ...
Business 
એક કારણ જેનાથી આજે પણ શેરબજારમાં કડાકો થયો, 3 લાખ કરોડ ધોવાયા

ઈન્ડિયન ડિઝાયનર રાહુલે ચમચીની એવી ડિઝાઈન બનાવી કે અમેરિકાના શાર્ક ટેન્કમાં તેને 3 કરોડની ઓફર મળી

રસોડાના ચમચી એ સામાન્ય રીતે એવી વસ્તુઓ છે, જેની ડિઝાઇન ભાગ્યે જ ધ્યાનમાં લેવામાં આવે છે. જોકે, ભારતીય...
Business 
ઈન્ડિયન ડિઝાયનર રાહુલે ચમચીની એવી ડિઝાઈન બનાવી કે અમેરિકાના શાર્ક ટેન્કમાં તેને 3 કરોડની ઓફર મળી

મધ્ય પ્રદેશની મ્યુનિસિપલ ઓફિસોમાં '5ની કિંમતનું ફિનાઇલ રૂ. 33,500માં, 306ની કિંમતની લાઈટ રૂ. 11,800માં ખરીદાઈ

મધ્યપ્રદેશના શહેરી સંસ્થાઓમાં સરકારી ખરીદીના આંકડાઓએ બધાને ચોંકાવી દીધા છે. કેટલીક જગ્યાએ, ફેનોલિક જંતુનાશક અથવા ફિનાઇલના લીટરની કિંમત રૂ. ...
National 
મધ્ય પ્રદેશની મ્યુનિસિપલ ઓફિસોમાં '5ની કિંમતનું ફિનાઇલ રૂ. 33,500માં, 306ની કિંમતની લાઈટ રૂ. 11,800માં ખરીદાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.