સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

(ઉત્કર્ષ પટેલ)

કોઈ નેતાનો જન્મદિવસ ફૂલમાળા અને શુભેચ્છાઓથી ઉજવાય એ સહજ સ્વાભાવિક વાત છે પરંતુ જ્યારે એ જ દિવસે શહેરના આવશ્યકતાઓની ખોટ વાળા ઘરો પરિવારો સુધી શિક્ષણ, આરોગ્ય, અન્ન અને આશાનો સહયોગ પહોંચે ત્યારે ઉજવણી માનવતાનો મહાયજ્ઞ બની જાય છે. 

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા 17 સપ્ટેમ્બર 2026ના ગુરુવારે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી મોટાવરાછાના શમથોડ ખાતે કિરણ હોસ્પિટલ - 2 ના ગ્રાઉન્ડ પર યોજાનાર "નમો સંવેદના દિવસ" ઉપલક્ષ કાર્યક્રમ એક પ્રેરક પ્રયત્ન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવાદિવસ તરીકે જીવંત કરવાનો આ સંકલ્પ સમાજને સ્મરણ કરાવે છે કે સાચું સન્માન વાતોમાં નહીં પરંતુ યોગ્ય પરિવારોની સેવામાં છે.

આ કાર્યક્રમનું હૃદય એક સરળ મંત્ર કહી શકાય જે છે “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ.” વિકાસ ત્યારે જ ફળીભૂત થાય છે જ્યારે તે છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે જે સાચો અંત્યોદય કહેવાય. આપણું સુરત હીરા અને વેપારથી ચમકે તો છે પરંતુ તે જ નગરીના નગરશેઠો જ્યારે અન્ન, ટિફિન, દવા અને શિક્ષણની સહાયને એકસાથે સેવામાં જોડે છે ત્યારે સમજાય છે કે સમૃદ્ધિનું સાચું માપ ખિસ્સામાં નહીં પણ સંવેદનામાં છે. નમો સંવેદના દિવસ માત્ર એક દિવસની ઉજવણી થઈ વધુ, એ વિચારનું વ્યવહારમાં રૂપાંતર છે કે રાષ્ટ્રનું કલ્યાણ સરકારી યોજનાઓથી જ નહીં પણ નાગરિકોની સ્વૈચ્છિક ભાગીદારીથી પણ થાય છે.

modi saheb 01_page-0002

કાર્યક્રમની સેવાપ્રવૃત્તિઓ તેની આત્મા હોય છે. શિક્ષણ સહાય એટલે માત્ર ફીની રકમ નહીં એક બાળકના ભવિષ્યને અટકી જતું અટકાવવાનો પ્રયાસ છે. ગંગા સ્વરૂપ સહાય માતૃશક્તિને સન્માન આપે છે અને સાકસત્કાર કરાવે છે કે સમાજની પ્રગતિ નારીના સન્માન વગર અધૂરી છે. ટિફિન સેવા સામાન્ય લાગે પણ ભૂખ્યાની ભૂખ ઠરે ત્યારે એ વ્યક્તિની આખા દિવસની નિરાશાને તોડી નાખે છે. અન્ન સહાય ઘરના ચૂલાને જીવંત રાખે છે. આ બધું સાથે મળીને મૌન સંદેશ આપે છે કે સેવા મોટા ભાષણથી નહીં પરંતુ સમાજમાં જરૂરિયાતમંદ પરિવારોની સેવા અને ખોટ પૂર્તિથી થાય છે.

modi saheb 01_page-0003

આરોગ્યની સેવા આ સેવાયજ્ઞને વધુ સંવેદનશીલ બનાવે છે. મેડિકલ સહાય અને કેન્સર નિદાન કેમ્પ એ યાદ અપાવે છે કે બીમારી કોઈને પૂછીને આવતી નથી. ડાયમંડ હોસ્પિટલ દ્વારા OPD અને ડિલિવરી ફીમાં આપવામાં આવતી રાહત સીધી માતા અને નવજાતના જીવનને સ્પર્શે છે. મોટાવરાછાના આશાદીપ પેલિએટિવ કેર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ માટેની સેવાએક સાચો સેવાભાવ પણ છે. જ્યારે ઈલાજની પ્રક્રિયા પૂરી થાય છે દર્દીના પરિવારને લાગણીમય સહારો આપવો એ પણ સારવાર છે. આ કાર્યક્રમ માત્ર આનંદ અનુભૂતિ પૂરતો મર્યાદિત નથી પણ પીડિતને સાથ આપવાનો સંકલ્પ પણ છે.

modi saheb 01_page-0004

રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)નું આશીર્વચન આ સેવાને આધ્યાત્મિક વિચારોની ઊર્જા પણ આપશે. કેન્દ્રીય મંત્રી ચંદ્રકાંતભાઈ પાટીલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ, વલ્લભભાઈ લખાણી, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિ કાર્યક્રમને રાજકીય મંચ નહીં પણ સામૂહિક જવાબદારીનું કેન્દ્ર બનાવે છે. નેતા આવે તો પ્રેરણા મળે પણ સેવા ત્યારે જ સફળ થાય જ્યારે સામાન્ય નાગરિક, દાતા, સ્વયંસેવક અને સંસ્થાઓ એક સમુહમાં હાજર હોય. 

modi
facebook.com/narendramodi

આ આયોજનની સાચી સફળતા મુખ્ય મહેમાનની ગાડીઓના કાફલાની સંખ્યામાં નહીં પણ એ વિદ્યાર્થીમાં છે જેની ફી ભરાઈ, એ માતામાં છે જે પૂર્ણ વિશ્વાસે પ્રસૂતિ કરાવી શકે, એ દર્દીમાં છે જેનો કાળજીપૂર્વક ઈલાજ થયો અને એ પરિવારમાં છે જેના ચૂલામાં એ દિવસે અન્ન પહોંચ્યું. સેવા જ્યારે દેખાડો બને છે ત્યારે તેનો ભાવ નથી જળવાતો પણ સેવા જ્યારે નિષ્ઠા બને છે ત્યારે તે સમાજની માનવસહજ ભાવના બની જાય છે. 

photo_2026-09-16_12-31-16

સર્વે ભવન્તુ સુખિનઃ... બધા સુખી થાઓ, બધા નીરોગી રહો. આ ભાવનાનો સાક્ષાત્કાર કરવા માટે 17 સપ્ટેમ્બરે સુરત પાસે એક અવસર છે... વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને માત્ર અભિનંદનમાં નહીં પણ સેવામાં ફેરવવાનો. જે હાજર રહે, જે સહાય આપે, જે સમયદાન આપી સ્વયંસેવા કરે કે જે માત્ર હૃદયથી આ સેવાભાવને અપનાવે તે સૌ આ યજ્ઞના યજમાન કહી શકાય.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

PM મોદીને મળ્યાના 8 જ દિવસમાં ભાજપના ધારાસભ્યએ PMના સ્કૂલમેટને 15 વર્ષ જૂની વિવાદિત જમીન પાછી આપી દીધી

મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા વચ્ચે...
National 
PM મોદીને મળ્યાના 8 જ દિવસમાં ભાજપના ધારાસભ્યએ PMના સ્કૂલમેટને 15 વર્ષ જૂની વિવાદિત જમીન પાછી આપી દીધી

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

(ઉત્કર્ષ પટેલ) કોઈ નેતાનો જન્મદિવસ ફૂલમાળા અને શુભેચ્છાઓથી ઉજવાય એ સહજ સ્વાભાવિક વાત છે પરંતુ જ્યારે એ જ દિવસે શહેરના...
Opinion 
સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?

તમે કદાચ લગ્ન વિશે ઘણી અજીબોગરીબ કહાનીઓ સાંભળી હશે, અને કદાચ તમે પોતે પણ આવા કેટલાક લગ્નો જોયા હશે....
National 
80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?

એક સમયે તેઓ કરોડપતિ હતા પરંતુ લગ્ન નિષ્ફળ જતા પૈસાથી નફરત થઇ ગઈ!

સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા લોકોની વાર્તાઓ વાયરલ થઇ જાય છે જે એક સમયે ખુબ શ્રીમંત હતા, પરંતુ હવે તેમની...
National 
એક સમયે તેઓ કરોડપતિ હતા પરંતુ લગ્ન નિષ્ફળ જતા પૈસાથી નફરત થઇ ગઈ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.