WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

WhatsApp ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક મોટું અપડેટ રજૂ કર્યું છે, જેમાં ખાસ વાત એ છે કે ગ્રુપ ચેટ્સને અગાઉથી વધુ ઉપયોગી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે કોઇ પણ જરૂરી મેસેજને કોઈપણ સમય મર્યાદા વિના પિન કરી શકાશે. જો કોઈ નવો સભ્ય ગ્રુપમાં જોડાયા બાદ જૂની વાતચીત જોવા માંગે છે તો તેને પછી પણ હાલના મેસેજ મોકલી શકાશે. આ ઉપરાંત, યુઝર્સ હવે તેમના સ્ટેટસ પણ WhatsApp ગ્રુપના સભ્યો સાથે જ શેર કરી શકાશે.

WhatsAppએ ગ્રુપ ચેટ્સ માટે ચાર નવા ફીચર રજૂ કર્યા છે. તેમાં હંમેશાં પિન કરવા, જૂના મેસેજ શેર કરવા, ગ્રુપ સ્ટેટસ અને મેન્શન તથા રિપ્લાય માટે નવા ફિલ્ટર્સનો સમાવેશ થાય છે. આ ફેરફારોનો ઉદ્દેશ્ય એવા યુઝર્સ માટે અનુભવને સરળ બનાવવાનો છે જેઓ ઘણા બધા WhatsApp ગ્રુપ્સમાં જોડાય છે. ઘણીવાર, મહત્ત્વપૂર્ણ માહિતી સેંકડો નવા મેસેજની વચ્ચે દબાઈ જાય છે અને કોઇ નવા સભ્ય માટે જૂની વાતો સમજવી મુશ્કેલ બની જાય છે. આ નવા ફીચર દ્વારા આ સમસ્યાઓના ઉકેલ માટેનો પ્રયાસ છે.

WhatsApp ગ્રુપમાં શેર કરવામાં આવેલી મહત્ત્વપૂર્ણ માહિતી શોધવી ઘણીવાર મુશ્કેલ બની શકે છે. ઉદાહરણ તરીકે. કોઇ ફેમિલી ગ્રુપમાં લગ્નનું સરનામું, ઓફિસ ગ્રુપમાં મીટિંગની લિંક, અથવા મિત્રોના ગ્રુપમાં ફરવાનો પ્લાન શેર કરવામાં આવ્યો છે. થોડા જ કલાકોમાં સેંકડો નવા મેસેજ આવી જાય છે, જેના કારણે જરૂરી માહિતી પાછળ છૂટી જાય છે.

whatsapp
gadgets360.com

આ સમસ્યાના ઉકેલ માટે WhatsAppએ એક નવો 'પિનિંગ' વિકલ્પ આપ્યો છે. યુઝર્સ હવે મહત્ત્વપૂર્ણ મેસેજને કોઈપણ સમય મર્યાદા વિના પિન કરીના રાખી શકે છે. અગાઉ, કોઈ મેસેજને પિન કરવા માટે 24 કલાક, 7 દિવસ અથવા 30 દિવસ જેવો સમયગાળો પસંદ કરવો પડતો હતો. સમય પૂર્ણ થયા બાદ મેસેજને ફરી પિન કરવો પડતો હતો.

આ નવા અપડેટ બાદ, આ સમસ્યા હલ થઈ ગઈ છે; એકવાર પિન કરેલો મેસેજ ગ્રુપ ચેટમાં સૌથી ઉપર ત્યાં સુધી દેખાતો રહેશે જ્યાં સુધી તેને મેન્યુઅલી હટાવવામાં ન આવે. આનાથી ગ્રુપના સભ્યોને મહત્ત્વપૂર્ણ માહિતી શોધવા માટે વારંવાર જૂની ચેટ્સમાં પાછળ જઈને સ્ક્રોલ કરવાની જરૂર નહીં પડે.

WhatsAppનું અન્ય એક ફીચર એવા લોકો માટે ખૂબ ઉપયોગી છે જેમને કોઇ ગ્રુપમાં પછીથી જોડવામાં આવે છે. પરંતું તેને ખબર નથી હોતી કે તે પહેલા ગ્રુપમાં શું વાતચીત થઈ હતી. આવા કિસ્સાઓમાં તેમણે ઘણીવાર અન્ય સભ્યો પાસે માહિતી માંગવી પડે છે અથવા અગાઉના મેસેજના સ્ક્રીનશોટ માંગવા પડે છે.

WhatsAppએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. હવે, જો કોઈ વ્યક્તિ ગ્રુપમાં જોડાયા પછી જૂની વાતચીત જોવા માંગતી હોય, તો અન્ય સભ્યો તેમની સાથે તાજેતરના મેસેજ શેર કરી શકે છે. આના માટે, ગ્રુપ ચેટમાં તે સભ્યના નામ પર ટેપ કરીને 'મેસેજ હિસ્ટ્રી શેર કરવાના વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે.

આ ફીચરના ખાસ વાત એ છે કે તેના માટે નવા સભ્યને ફરી ગ્રુપમાંથી દૂર કરીને ફરીથી જોડવાની જરૂર રહેતી નથી. અગાઉ, કોઈ નવા સભ્યને ગ્રુપમાં જોડતી વખતે જ તાજેતરની ચેટ હિસ્ટ્રી શેર કરવાનો વિકલ્પ મળતો હતો; પરંતુ હવે, સભ્ય ગ્રુપમાં જોડાઈ ગયા પછી પણ આવું કરી શકાય છે.

whatsapp2
avast.com

ત્રીજું ફીચર તમારી WhatsApp ઉપયોગ કરવાની રીત બદલી શકે છે. અત્યાર સુધી યુઝર્સ તેમનું સ્ટેટસ ચોક્કસ સંપર્કો અથવા અગાઉથી નક્કી કરેલી સંપર્કોની યાદી સાથે શેર કરી શકે છે. જો કે, ઘણીવાર એવું બને છે કે તમે કોઈ ફોટો કે વીડિયો માત્ર કોઈ ચોક્કસ ગ્રુપના લોકો સાથે જ શેર કરવાના હોય છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ પ્રવાસના ફોટા મિત્રોના ગ્રુપ સાથે શેર કરવા માંગતા હોવ, પરંતુ પરિવાર કે સહકર્મીઓ સાથે નહીં. તો નવું 'ગ્રુપ સ્ટેટસ' ફીચરથી આ કામ સરળ બની જશે.

હવે યુઝર્સ કોઈ ચોક્કસ WhatsApp ગ્રુપના સભ્યો માટે અલગથી સ્ટેટસ શેર કરી શકશે. તે ગ્રુપના તમામ સભ્યો આ સ્ટેટસ જોઈ શકશે, તેના પર પ્રતિક્રિયા આપી શકશે અને પોતાનું સ્ટેટસ પણ શેર કરી શકશે. આ સામાન્ય WhatsApp સ્ટેટસની જેમ જ કામ કરે છે અને 24 કલાક પછી આપમેળે ગાયબ થઈ જશે. આ ફીચરનો ફાયદો એ છે કે યુઝર્સે દરેક વખતે તેમની સ્ટેટસ પ્રાઇવસી સેટિંગ્સ બદલવાની જરૂર નહીં પડે. આનાથી અલગ-અલગ ગ્રુપ્સ સાથે ચોક્કસ અપડેટ્સ શેર કરવાનું સરળ બનશે.

WhatsAppનું ચોથું ફીચર એવા લોકો માટે ઉપયોગી છે જેઓ ઘણા બધા ગ્રુપ્સનો ભાગ છે. ઘણીવાર ગ્રુપ્સમાં સતત મેસેજ આવતા રહે છે, અને કદાચ તમારું ધ્યાન ન જાય કે કોઈએ તમને ટેગ કર્યા છે અથવા તમારા અગાઉના કોઈ મેસેજનો જવાબ આપ્યો છે. આવા મેસેજ શોધવા માટે પછીથી આખી ચેટ હિસ્ટ્રી તપાસવી મુશ્કેલ બની જાય છે.

આ સમસ્યાના ઉકેલ માટે, WhatsAppએ મેન્શન્સ એન્ડ રિપ્લાયઝ નામનું એક નવું ફિલ્ટર આપ્યું છે.તેની મદદથી યુઝર્સને તે ગ્રુપ ચેટ્સ અલગથી જોઇ શકશે, જ્યાં તેમને ટેગ કરવામાં આવ્યા છે અથવા તેમના કોઈ મેસેજનો જવાબ આવ્યો છે. આમાં @all દ્વારા મોકલવામાં આવેલા મેસેજ પણ જોવા મળશે. એટલે કે, કોઈ ગ્રુપ સભ્ય મહત્ત્વપૂર્ણ માહિતી શેર કરવા માટે એકસાથે દરેકને ટેગ કરીને જરૂરી માહિતી શેર કરે છે, તો તેને શોધવાનું ઘણું સરળ બની જશે.

તેનૌ સૌથી મોટો ફાયદો એ લોકોને મળશે, જે ઓફિસ, પરિવાર, સોસાયટી અથવા મિત્રોના ગ્રુપમાં એક સાથે એક્ટિવ રહે છે. તેમને હવે દરેક જૂથમાં થતી તમામ વાતચીત વાંચવાની જરૂર નહીં પડે; તેઓ સીધા જ તેમના માટે મહત્ત્વપૂર્ણ હોય તેવા મેસેજ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે, જેમાં તેમની સાથે જોડાયેલી વાત કહેવામાં આવી છે.

WhatsAppએ આ ચાર ફીચરને Android અને iPhone યુઝર્સ માટે રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, કંપની આ ફીચર આવે ધીમે-ધીમે યુઝર્સ સુધી લાવી રહી છે, એટલે સંભવ છે કે કેટલાક યુઝર્સને આ ફીચર તરત જ જોવા મળી શકે છે, જ્યારે અન્ય લોકોએ થોડો વધુ સમય રાહ જોવી પડી શકે છે. યુઝર્સ તેમના ફોનમાં WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ રાખી શકે છે. અપડેટ્સ ઉપલબ્ધ થશે, તેમ તેમ નવા ફીચર એકાઉન્ટમાં દેખાવા લાગશે. હાલમાં, આ તમામ યુઝર્સ માટે ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કોઈ તારીખ જણાવવામાં આવી નથી.

About The Author

Related Posts

Top News

અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

રાજકારણમાં ઘણી વખત એક તસવીર વર્ષોની મહેનતથી ઊભી કરેલી પ્રતિષ્ઠા માટે અસ્વસ્થ કરનારા સવાલો ઊભા કરી દે છે. જાહેર કાર્યક્રમોમાં...
Politics 
અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

WhatsApp ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક મોટું અપડેટ રજૂ કર્યું છે, જેમાં ખાસ વાત એ છે કે ગ્રુપ...
Tech and Auto 
WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ

પત્ની, સગીર બાળકો અને માતા-પિતા આર્થિક રીતે પોતાનો ખર્ચ ઉછાવવામાં અસમર્થ હોય, તો તેમનો ખર્ચ ઉઠાવવો એ પતિ...
National 
મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ

IPL 2027 માટે રોહિત શર્મા ફરી સંભાળી શકે છે મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટનપદ

મુંબઈ ઈન્ડિયન્સ આગામી IPL સિઝન 2027 માટે કેપ્ટનપદની જવાબદારી રોહિત શર્માને સોંપે તેવી પૂરી શક્યતા છે, એવું 'ધી...
Sports 
IPL 2027 માટે રોહિત શર્મા ફરી સંભાળી શકે છે મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટનપદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.