- Politics
- 'રાષ્ટ્ર-નિર્માણ પર ભાર', PM મોદીએ RSS પ્રમુખ મોહન ભાગવતના સંબોધનની કરી પ્રશંસા
'રાષ્ટ્ર-નિર્માણ પર ભાર', PM મોદીએ RSS પ્રમુખ મોહન ભાગવતના સંબોધનની કરી પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતના સંબોધનની પ્રશંસા કરી છે. નાગપુરમાં સંઘના શતાબ્દી વર્ષના વિજયાદશમી ઉત્સવ દરમિયાન, મોહન ભાગવતે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનને પ્રેરણાદાયી ગણાવતા,કહ્યું કે તેમાં રાષ્ટ્રીય પ્રગતિ, સામાજિક એકતા અને આત્મનિર્ભરતા જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે પ્રતિબદ્ધતા પર મૂકવામાં આવેલા ભારનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ મૂલ્યો RSSના દરેક સ્વયંસેવકના કાર્યનો મહત્ત્વનો હિસ્સો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહન ભાગવતના 'પંચ પરિવર્તન' અંગેના વિચારોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેનાથી સમાજમાં સકારાત્મક બદલાવ લાવવામાં મદદ મળી શકે છે.
https://twitter.com/narendramodi/status/2112406942153068715?s=20
RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે પશ્ચિમમાંથી એક એવું વાવાઝોડું આવ્યું યું છે, જે દરેક પ્રકારની વ્યવસ્થા, મર્યાદાઓ, સાંસ્કૃતિક અને માનવીય સંસ્કારોને નષ્ટ કરવા માંગે છે. તેમણે ફ્રાન્સ, અલ્બેનિયા, બાંગ્લાદેશ અને નેપાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દુનિયાભરમાં પોતાના સ્વાર્થ પૂર્ણ કરવા અને પોતાના સમર્થકોને પ્રભાવી બનાવી રાખવા માટે આવી કાર્યવાહી કરવામાં આવે છે.
મોહન ભાગવતે કહ્યું કે, તેઓ કહે છે કે રીજિમ ચેન્જ કરવાથી પરિસ્થિતિ બદલાઈ જશે, પરંતુ આવું અગાઉ ક્યારેય થયું નથી અને આજે પણ નહીં થાય. એક મજબૂત ભારત આવી કાર્યવાહીઓને રોકશે; એટલે ભારત તેમનું પરમ લક્ષ્ય છે અને દેશમાં પણ આવા જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કર્યું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતે જે દૃઢ નીતિ સાથે કામ કર્યું અને જે મજબૂત નેતૃત્વએ તેને આગળ વધાર્યું, તેની અસર થઇ. તેમના મતે, ભારતના યુવા પેઢીમાં દેશ માટે કંઇક કરવા અને વૈશ્વિક જવાબદારીઓ ઉપાડવાની ભાવના જાગશે. તેમણે કહ્યું કે સમાજના આ જ પુરુષાર્થને કારણે આ તાકતોના ઉદ્દેશ્યો પૂરા થઇ રહ્યા નથી છે. આ જ તાકતો જાણે છે કે ભારત તેનું લક્ષ્ય છે અને તેઓ ભારત, હિન્દુ સમુદાય અને સંઘને તોડવાના પ્રયાસો કરે, જેને 'વિઘટન' (dismantling) કહેવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સ્વાર્થી સત્તા અને વિવેકહિનતાને કારણે મહત્ત્વાકાંક્ષી નેતાઓની મદદ મળે છે.
RSS પ્રમુખે કહ્યું કે ભારત હાલમાં વિકાસ કરી રહ્યો છે અને તેનો સંપૂર્ણ વિકાસ થયો નથી. એટલે સમસ્યા રહેશે સમસ્યા રહેશે તો આંદોલન પણ થશે અને લોકશાહીમાં આંદોલન થવું સ્વભાવિક છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું કે આવા કોઈપણ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ ઉકેલ સુધી પહોંચવાનો હોવો જોઈએ. આંદોલન કરનારા જૂથોથી લઈને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કાર્યવાહી કરનાર શાસન-પ્રશાસન અને કા રાજકીય નેતાઓ સુધી, સૌનું ઉદ્દેશ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હોવું જોઇએ.

