- Politics
- ‘જુઠ્ઠાણું ફેલાવી ફેલાવીને થાકી ગયો છું...’, રાહુલ ગાંધીની વિયેતનામ યાત્રા પર ભાજપનો કટાક્ષ; કોંગ્રે...
‘જુઠ્ઠાણું ફેલાવી ફેલાવીને થાકી ગયો છું...’, રાહુલ ગાંધીની વિયેતનામ યાત્રા પર ભાજપનો કટાક્ષ; કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર
ભાજપે ફરી એકવાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વારંવારની વિદેશ યાત્રાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. પાર્ટીએ તેમના પર આરોપ લગાવ્યો કે જ્યારે વિપક્ષના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધી ફરી એકવાર વિદેશ પ્રવાસે નીકળી ગયા છે. ભાજપે વિમાનની અંદરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાહુલ ગાંધી વિયેતનામ જઈ રહેલી ફ્લાઈટમાં બેઠેલા જોવા મળે છે. તેમના પર કટાક્ષ કરતા ભાજપે કહ્યું કે, કદાચ રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શનોથી ખૂબ થાકી ગયા છે અને બ્રેક પર જતા રહ્યા છે.
ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કટાક્ષ કરતા લખ્યું કે, જુઠ્ઠું ફેલાવીને થાકી ગયો છું. ચાલો થોડા દિવસો માટે વિયેતનામ ફરી આવું, કોને ખબર પડવાની છે? આ સાથે તેમણે આ વીડિયો પણ પોસ્ટ કર્યો, જેને ફ્લાઈટમાં સવાર અન્ય એક મુસાફરે રેકોર્ડ કર્યો હતો. ભાજપે ફરી એકવાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વારંવારની વિદેશ યાત્રાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે વિપક્ષના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધી ફરી એકવાર વિદેશ પ્રવાસે નીકળી ગયા છે.
https://twitter.com/BJP4India/status/2112235641690091585?s=20
ભાજપના પ્રવક્તા આર.પી. સિંહે કહ્યું કે, જુઓ, રાહુલ ગાંધી દરેક વખતે આવું જ કરે છે. બિહારમાં યાત્ર પછી, તેઓ બે મહિનાની રજાઓ ગાળવા વિદેશ ગયા હતા. કદાચ ત્યારે પણ તેઓ વિયેતનામ ગયા હતા, અને શક્ય છે કે આ વખતે પણ તેઓ વિયેતનામ જઈ રહ્યા હોય. ભાજપના અન્ય એક નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી આટલી મહેનત નહીં કરી શકે અને છે અને વારંવાર રજામાં જતા રહે છે.
ભાજપના શાઝિયા ઈલ્મીએ કહ્યું કે, રાહુલ ગાંધી હવે વધુ સહન ન કરી શક્યા. તેઓ આખરે, કેટલી મહેનત કરી શકે છે? 'મત ચોરી'નો મુદ્દો તો માત્ર એક બહાનું છે. બધા જાણે છે કે તેઓ કેટલા આળસુ છે. હવે, તેમનું 'પર્યટન' ફરી એકવાર શરૂ થઈ ગયું છે. સ્પષ્ટ છે કે તેઓ બે અઠવાડિયા પણ કામ ન કરી શક્યા અને ફરીથી નીકળી પડ્યા. આ વખતે તેઓ વિયેતનામની યાત્રા પર ગયા છે.'
આના જવાબમાં કોંગ્રેસે કહ્યું કે, ભાજપ વિપક્ષના નેતાની વિદેશ યાત્રાઓને વિના કારણે મુદ્દો બનાવે છે. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે, કોણ, ક્યાં અને ક્યારે યાત્રા કરે છે, તેમાં શું સમસ્યા છે? શું અન્ય લોકો નથી જતા? રાહુલ ગાંધી એક વ્યક્તિ છે. વિરોધ પક્ષના નેતા છે; તેમની કેટલીક જવાબદારીઓ છે. તેઓ યેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે છે, લંડનમાં વિદ્યાર્થીઓને મળે છે અને ત્યાંના બુદ્ધિજીવીઓ સાથે ચર્ચાઓ કરે છે. તેઓ પ્રેસને ઇન્ટરવ્યૂ પણ આપે છે. એક એવું કામ જે વડાપ્રધાન કરતા નથી.
ભાજપને વળતો જવાબ આપતા કોંગ્રેસ નેતાએ સંસદીય સત્રો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિદેશ પ્રવાસોનો પણ ઉલ્લેખ કર્યો. કોંગ્રેસ નેતાએ પલટવાર કરતા કહ્યું કે, ભાજપને આમાં શું પરેશાની છે? આપણી પરંપરા રહી છે કે લોકસભાનું સત્ર ચાલતું હોય ત્યારે વડાપ્રધાન વિદેશ પ્રવાસ ન જતા નથી. પરંતુ, આપણા વડાપ્રધાને આ પરંપરા તોડી છે. ત્યારે કેમ કોઈ પ્રશ્નો ઉઠાવવામાં આવતા નથી?
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી SIR મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પક્ષના અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ચૂંટણી પંચ અને ભાજપે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં અનિયમિતતાના આરોપોને ફગાવી દીધા છે અને રાહુલ ગાંધી પર 'ખોટી વાતો ફેલાવવાનો' આરોપ લગાવ્યો છે.

